બજારમાં વેચાઈ રહ્યા છે પ્લાસ્ટિકના ચોખા, આ 5 રીતથી જાણો ચોખા અસલી છે તે નકલી

ભારતીય રસોઈમાં ચોખાનું અનોખુ મહત્વ છે. કોઈ પણ પ્રસંગ હોય થાળીમાં ચોખા તો હોય જ છે. ચોખા વગર ભારતીય રસોઈ અધુરી રહે છે. તેની વિવિધ વેરાયટી પણ લોકોને તેટલી જ પસંદ આવે છે.

ભારતમાં એવા કેટલાય પ્રદેશો છે જ્યા ચોખા મુખ્ય ભોજનના રૂપમાં ઉપયોગમાં લેવાય છે. ચોખાને બીમાર અને સ્વસ્થ બધા લોકો પસંદ કરે છે. ભારતમાં લાંબા ચોખાને વધુ પસંદ કરવામાં આવે છે. જયારે દક્ષિણ એશિયામાં મધ્યમથી મધ્યમ લાંબા ચોખાને પસંદ કરવામાં આવે છે. ઉષ્ણ કટિબંધવાળા વિસ્તારમાં ટૂંકા દાણાવાળી જાતો વધુ પસંદ કરવામાં આવે છે. વિશ્વના દેશોની બજારમાં મોટે ભાગે લાંબા દાણાવાળી જાતોની માંગ વધારે છે. પરંતુ શું તમે જાણો છો માર્કેટમાં અત્યારે પ્લાષ્ટિકના ચોખા વેચાઈ રહ્યા છે. જે તમારા સ્વાસ્થ્યને ભારે નુકશાન કરી શકે છે. તો આવો જાણીએ તેની ઓળખ કેવી રીતે કરશો.

image source

આ 5 પ્રકારે જાણો ચોખા અસલી છે કે નકલી

1. વોટર ટેસ્ટ – એક મોટી ચમચી ચોખા લો અને તેને એક ગ્લાસ પાણીમાં નાખો અને થોડો સમય હલાવતા રહો. જો થોડી મિનિટો પછી ચોખા પાણીમાં ઉપર તરવા લાગે તો જાણી લો કે ચોખા 100 ટકા નકલી છે. એટલે કે તે પ્લાસ્ટિકના બનેલા છે, કારણ કે અસલી ચોખા ક્યારેય પાણી પર તરતા નથી, પરંતુ તેમાં ડૂબી જાય છે.

image source

2. ગરમ તેલમાં ટેસ્ટ – એક કડાઈમાં તેલ ગરમ કરો, ત્યારબાદ તેમાં અડધી મુઠ્ઠી ચોખા નાખો, જો તે પ્લાસ્ટિકથી બનેલ હશે તો તે પીગળીને એકસાથે ચોંટી જશે અને વાસણની નીચે ચોંટી જાશે.

image source

3.ફાયર ટેસ્ટ – એક મુઠ્ઠીભર ચોખા લઈને કોઈ કાગળ પર રાખીને સળગાવો. જો બળતા સમયે ચોખામાંથી પ્લાસ્ટિક સળગાવવાની ગંધ આવે તો જાણી લો કે ચોખા ખાવા લાયક નથી.

image source

4. બોઈલ ટેસ્ટ- એક મોટા વાસણમાં એક કે બે મુઠ્ઠી ચોખા ઉકાળો. જો તે ચોખા નકલી હશે તો પાણીની ટોચની સપાટી પર એક જાડા સ્તરની જેમ જામી જશે, જે પ્લાસ્ટિકની સામગ્રી હશે.

image source

5. ફંગલ ટેસ્ટ: ચોખાને ઉકાળ્યા પછી પણ, જો તમને શંકા જાય કે તે નકલી છે તો પછી તેને એક બોટલમાં બંધ કરી દો અને તેને 3 દિવસ સુધી રાખો. જો આ સમય દરમિયાન ફુગ લાગવા લાગે તો સમજી લો તે અસલી છે. નહીં તો તે પ્લાસ્ટિકથી બનેલા હશે, કારણ કે પ્લાસ્ટિક પર કોઈ દિવસ ફુગ લાગતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ