ખીચું – કોઈપણ લોટનો ઉપયોગ કર્યા વગર પૌવાથી આવીરીતે બનાવો ફટાફટ ખીચું…

ઇંસ્ટંન્ટ ખિચુ :

શિયાળાની ઠંડીમાં લોકો વરંવાર ખિચુ બનાવતા હોય છે. ખિચુ એક સ્વાદિષ્ટ નાસ્તો છે. ચોખાના કે ઘઊંના લોટમાંથી ખિચુ બનાવવામાં આવે છે. ખિચુ બનાવ્યા પછી તેને સ્ટીમ કરવામાં આવતુ હોય છે. અહીં હું આપ સૌ માટે ઇંસ્ટંન્ટ ખિચુ બનાવવાની રેસિપિ આપી રહી છું. જેમાં કોઇપણ જાતના લોટનો ઉપયોગ ના કરતા પૌવાને અધકચરા ક્રશ કરીને તેનો પાવડર બનાવીને, તેમાંથી ખિચુ બનાવ્યું છે. તે ખિચુ બની ગયા પછી તરત જ ગરમાગરમ ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે. તેને સ્ટીમ કરવું પડતું નથી. તો તમે પણ આ જલદીથી સર્વ કરી શકાય તેવા ઇંસ્ટંન્ટ ખિચુની મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો. ખૂબજ સ્વાદિષ્ટ લાગશે.

 • 3 કપ ચોખાના નાયલોન પૌંવા ( અથવા સાદા પૌંવા)
 • સવા બે કપ પાણી
 • 1 ટેબલ સ્પુન તલ
 • ½ ટી સ્પુન અજમો
 • 1 ટી સ્પુન આખુ જીરુ
 • 2 પિંચ હિંગ
 • 1-2 લીલા મરચાની પેસ્ટ( સ્વાદ મુજબ)
 • સોલ્ટ સ્વાદ મુજબ
 • 2 ટેબલ સ્પુન કોથમરી બારીક કાપેલી
 • ગાર્નિશિંગ માટે
 • તલ, અથાણાનો મસાલો, લાલ મરચુ પાવડર, ઓઇલ, કોથમરી ..જરુર મુજબ

ઇંસ્ટંન્ટ ખિચુ : બનાવવાની રીત :

સૌ પ્રથમ 3 કપ પૌવાને ગ્રાઇંડ કરી અધકચરા ક્રશ કરી લ્યો. તેમાંથી 1 ½ કપ પવડર બનશે.

હવે એક થીક બોટમ્ડ પેન લઇ તેમાં સવા બે કપ પાણી ઉમેરી ગરમ મૂકો. જરા ગરમ થાય એટલે તેમાં 1 ટેબલ સ્પુન તલ ઉમેરો.

ત્યારબાદ તેમાં 1 ટી સ્પુન આખુ જીરુ અને ½ ટી સ્પુન અજમો ઉમેરો. બરાબર મિક્ષ કરી લ્યો. તેમાં 1 ટેબલ સ્પુન ઓઇલ અને 2 પિંચ હિંગ ઉમેરો.

ત્યારબાદ તેમાં લીલા મરચાની પેસ્ટ ઉમેરો. તેમાં સ્વાદ મુજબ સોલ્ટ અને પિંચ સોડા ઉમેરી મિક્ષ કરી લ્યો. હવે પાણીને બરાબર ઉકળવા દ્યો. તેમાં થોડી કોથમરી ઉમેરી દ્યો.

હવે ફ્લૈમ સ્લો કરી દ્યો. સ્લો ફ્લૈમ પર જ બાકીની પ્રોસેસ કરવાની છે. પાણી બરાબર ઉકળી જાય એટલે તેમાં ક્રશ કરેલા પૌંવાનો પાવડર થોડો થોડો ઉમેરી વેલણથી ફરતો હલાવતા જઈ મિક્ષ કરો. એ પ્રમાણે બાકીનો પાવડર પણ ઉમેરી મિક્ષ કરી લ્યો.

થોડીવાર હલાવાથી ખિચુ સરસ ઘટ્ટ થઈ લચકા પડતુ થઇ જશે. 1 મિનિટ ઢાંકી રાખો એટલે બરાબર સેટ થઈ જશે.

ત્યારબાદ એક બાઉલને ઓઇલથી ગ્રીસ કરી તેમાં ખિચુ ભરો. ત્યારબાદ તેને પ્લેટમાં ડીમોલ્ડ કરો.

તેના પર થોડા તલ, અથાણાનો મસાલો કે લાલ ચટણી અને ઉપર થોડું ઓઇલ મુકી અને કોથમરી સ્પ્રિંકલ કરી ગરમા ગરમ સર્વ કરો.

ખૂબજ સ્વાદિષ્ટ અને ચટાકેદાર એવું હેલ્ધી ખિચુ માત્ર 10 જ મિનિટમાં બની જાય છે, તો જ્યારે પણ ખિચુ ખાવાનું મન થાય ત્યારે આ ઇંસ્ટ્ન્ટ ખિચુ ચોક્કાસથી બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.