સ્કિન પર બ્રશ કરવાથી થાય છે અનેક ફાયદાઓ,જાણો તમે પણ…

ચામડીને પણ બ્રશ કરાવો.

સ્વસ્થ અને ચમકતી ચામડી માટે ચામડીને પણ બ્રશ કરાવવું જોઈએ. વાંચીને નવાઈ લાગે છે ને આપણને સામાન્ય રીતે દાંત પર જ બ્રશ કરવાની ટેવ હોય છે. બીજો આપણે આપણા પાલતુ પશુઓની ત્વચાને બ્રશથી સાફ કરીએ છીએ.કોઈ દિવસ આપણે આપણી ત્વચાને બ્રશિંગ કરવાનો વિચાર આવ્યો નથી કારણ કે આપણે એનાથી થતા ફાયદા અજાણ છીએ.

image source

પણ એ હકીકત છે કે ત્વચાના મૃત કોષોને દૂર કરવા, ત્વચાને સ્વસ્થ અને ચમકતી રાખવા અને ત્વચાની યોગ્ય સાફ સફાઈ માટે આપણે પણ આપણી ચામડીને બ્રશથી સાફ કરવી જોઈએ.

ડ્રાય બ્રશિંગ ત્વચા માટે બહુ ઉપયોગી થેરાપી છે. હવે તો હોટલોમાં અને સ્પા સેન્ટરમાં પણ ડ્રાય બ્રશિંગ થેરાપી વિશેષ સગવડ તરીકે આપવામાં આવે છે.

image source

ડ્રાય બ્રશિંગ ત્વચા સુંવાળી બનાવે છે પરંતુ તે લિમ્ફેટિક ડ્રેનેજ તરીકે પણ કામ કરે છે.લિમ્ફેટિક ડ્રેનેજ એટલે એક એવા પ્રકાર નું મસાજ જે લિમ્ફ એટલે કે લસિકા ગ્રંથિના પ્રવાહ ને ઉત્તેજિત કરીને શરીરના ટોક્સિન બહાર કાઢવાનું કામ કરે છે.

ઘણી બધી લસિકા નળી ચામડી નીચે વહે છે ચામડી ઉપર ફરતું બ્રશ લસિકાના પ્રવાહને વધારે છે જેને કારણે શરીરનું સારી રીતે ડિટોક્સીફિકેશન થાય છે.

image source

એક્સફોલિએશનની ક્રિયામાં પણ બ્રશિંગ ઉપયોગી છે. બ્રશિંગ દ્વારા ત્વચાના ડેડ સેલ દૂર થાય છે અને પ્રસંગ ને કારણે થતાં યોગ્ય બ્લડ સર્ક્યુલેશનને પરિણામે વધુ સ્વસ્થ નવા કોષો બને છે.

ચામડી ઉપર મસાજ કરવાને કારણે ચામડીનાં છિદ્રો ખુલે છે ચામડી સાફ થાય છે ત્વચા પર કાંતિ આવે છે બ્લડ સર્ક્યુલેશન સારા પ્રમાણમાં થાય છે અને ત્વચાને ભરપૂર માત્રામાં ઓક્સિજન પણ મળી રહે છે.

image source

ત્વચાનું ડિટોક્સીફિકેશન થાય છે.આ તમામ ફાયદા ઉપરાંત ત્વચા યુવાન રહે છે.

ડ્રાય બ્રશિંગ સેલ્યુલાઇટ ઓછું કરવામાં પણ મદદરૂપ છે. જોકે તે આ અંગે હજી પણ સંશોધન ચાલુ છે.

બ્રશિંગને એનર્જી બુસ્ટર ગણવામાં આવે છે.કારણકે મસાજ ના કારણે બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થાય છે, ઉપરાંત તણાવ ઓછો થાય છે, શરીરને આરામ મળે છે અને નવી ઉર્જાનો સંચાર થાય છે.

image source

સવારના ભાગે નાહ્યા પહેલા કોરી ત્વચાને બ્રશથી ૨ગડવી જોઈએ. પગના તળિયાથી શરૂઆત કરી સાથળ અને નિતંબ સુધીના ભાગ પર સર્ક્યુલર મૂવમેન્ટમાં હળવા હાથે બ્રશ ફેરવવું.

પાંચથી દસ મિનિટ સુધી માત્ર બ્રશ દ્વારા પગના ભાગે મસાજ કર્યા બાદ બંને હાથ પર વારાફરતી આંગળી થી શરૂ કરીને ખભા સુધી સર્ક્યુલર મૂવમેન્ટમાં ચામડી પર બ્રશ ફેરવવું.

ત્યારબાદ પીઠ,પેટ,અન્ડર આર્મ,છાતી ઉપર પણ એ જ રીતે બ્રશ ફેરવતા જવું.

image source

શરીરમાં થયેલી ઇજા, ખીલ, ગુમડા ઉપર બ્રશ ફેરવવું નહીં.

ચેહરા ઉપર અલગ બ્રશનો ઉપયોગ કરવો. ચહેરા ઉપર પ્રમાણમાં સોફ્ટ બ્રશ વાપરવું.

શરીરને બ્રશથી સારી રીતે મસાજ કર્યા બાદ હૂંફાળા પાણીમાં સ્નાન કરવું. સહન થાય ત્યાં સુધી નું ગરમ પાણી પણ વાપરી શકાય. શરીર પર બ્રશ કર્યા બાદ સ્નાન કરવાથી ચામડીના મૃત થયેલા કોષ દૂર થાય છે.

image source

ત્યારબાદ સારી ગુણવત્તા ધરાવતા મોઈશ્ચરાઈઝરથી હળવા હાથે સમગ્ર શરીર પર મસાજ કરવું જોઈએ. મસાજ બાદ એક કપ હર્બલ ટી પીવાથી મન અને તન બન્ને તરોતાજા રહે છે. તાણ દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ