ખરેખર આ ગાંધીનું ગુજરાત છે? દીકરી પરણે તો દંડ અને નેતાઓ કોરોનામાં રેલી કરે તો મજ્જા-મજ્જા, આ તે કેવો ન્યાય?

ક્યારેક ક્યારેક સરકાર એવા નિર્ણય કરે છે કે લોકો ફિટકાર વરસાવે છે. લોકો લાલઘુમ થઈ જાય છે. કારણ કે સરકાર કરે એ રામલીલા અને માણસો કરે તો એ ભવાઈ એના જેવા સીન ગુજરાતમાં હાલમાં ચાલી રહ્યા છે. કઈક એવું જ જોવા મળ્યું છે સુરતમાં, કે જ્યાંની ઘટના પછી લોકો સુરત મહાનગર પાલિકા પર લાલચોળ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોનાની મહામારીમાં સંક્રમણ ફેલાતું અટકાવવા માટે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું ખૂબજ જરૂરી છે. ત્યારે સુરતના નાના વરાછા વિસ્તારનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાડીમાં ચાલી રહેલા લગ્ન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતા પાલિકાએ 5000 રૂપિયાનો દંડ વસૂલ્યો છે.

image source

આપણે બધા જ જાણીએ છીએ કે એકતરફ કોરોના કાળ દરમિયાન ચૂંટણીના બ્યૂગલો ફૂંકવા માટે નેતાઓ ઠેર-ઠેર જાહેર સભાઓ અને રેલીઓ કાઢતા હતા. ત્યારે પાલિકાએ તેમની પાસેથી દંડ વસૂલવાનું યોગ્ય લાગ્યું નહોતું. જ્યારે એકની એક દીકરીના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સ ના જળવાયું તો પાલિકાએ 5 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો છે. વિગતે વાત કરીએ તો 21મી નવેમ્બરે દીકરીના લગ્ન માટે પિતા દુલાભાઈએ પાલિકા પાસેથી 150 મહેમાનોની પરવાનગી લીધી હતી. લગ્નના દિવસે પાલિકાએ 11.30થી 12 વાગ્યાની આસપાસ લગ્નસ્થળે આવી વાડીમાં બેસેલી મહિલાઓના ફોટા પાડી લેવાનો આક્ષેપ પિતાએ કર્યો છે.

image source

ઉલ્લેખનીય છે કે, લગ્નપ્રસંગે મહિલાઓ ઉત્સાહમાં માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર બેઠી હતી. ત્યારે આ મામલે પાલિકાએ કન્યાના પિતા પાસેથી 5 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. ત્યારે આ મામલે હવે રાજકારણ ગરમાયું છે અને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે પાસ અગ્રણી અલ્પેશ કથીરીયાએ જણાવ્યું હતું કે, મારી સોસાયટીથી માત્ર દોઢ કિલોમીટર દૂરની વાડીમાં જ આ ઘટના બની છે. મારે એટલું જ કહેવાનું કે રાજકીય લોકોની રેલીમાં હજારો લોકો જોડાય એ પણ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો ત્યારે પોલીસ કે પાલિકાએ કોઈ પણ પ્રકારની કાયદાકીય કે દંડાત્મક કાર્યવાહી કરી નથી.

image source

પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસે કોરોના સમયમાં ધધો-રોજગાર બંધ હોવા છતાં પણ લગ્ન પ્રસંગમાં જે પણ દંડની કાર્યવાહી કરી છે, એ વખોડવા લાયક છે. જો દંડની રકમ પરત નહીં આપે તો પાસના કાર્યકર્તાઓ અને અન્ય સામાજિક સંસ્થાઓ એક થઇ SMC માટે ભીખ માગી ફાળો ઉઘરાવશે. ત્યારે હવે બધાને એક જ પ્રશ્ન છે કે આખરે પાલિકાને રાજકીય નેતાઓ પાસેથી દંડ વસૂલવાનું યોગ્ય કેમ ન લાગ્યું.

image source

ગુજરાતમાં કોરોનાની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 326, સુરત કોર્પોરેશન 221, વડોદરા કોર્પોરેશન 128, રાજકોટ કોર્પોરેશન 69, રાજકોટ 58, બનાસકાંઠા 57, સુરત 56, પાટણ 49, મહેસાણા 45, ગાંધીનગર કોર્પોરેશન 42, વડોદરા 41, ગાંધીનગર 39, ખેડા 30, જામનગર કોર્પોરેશન 29, પંચમહાલ 27, અમરેલી 26, ભરૂચ 26, મોરબી 24, અમદાવાદ 23, સાબરકાંઠા 21, આણંદ 20, સુરેન્દ્રનગર 20, કચ્છ 19, મહીસાગર 18, ભાવનગર કોર્પોરેશન 16, દાહોદ 16, જામનગર 15, જુનાગઢ કોર્પોરેશન 12, ગીર સોમનાથ 9, બોટાદ 8, જુનાગઢ 8, નવસારી 7, અરવલ્લી 6, દેવભૂમિ દ્વારકા 6, છોટા ઉદેપુર 5, નર્મદા 4, પોરબંદર 4, તાપી 4, ભાવનગર 3, વલસાડ 3 કેસ સામે આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ