સુરતમાં સંબંધોનો અનોખો વળાંક..!!
એવું તો શું બની ગયું કે, નજીકના જ ભવિષ્યમાં એકમેકના બનનાર પતિ-પત્ની બની ગયા પળભરમાં જ ભાઈ-બેન.
સુરતઃ અત્યારે બધી બાજુએ જોરશોરમાં લગ્નની સિઝન ચાલી રહી છે, તેમાં સુરત શહેરના બે કુટુંબીજનો પોતાના દીકરા અને દીકરીના લગ્નની તૈયારીમાં સંપૂર્ણપણે વ્યસ્ત રહેતા હતા.
દીકરા-દીકરીના લગ્ન ફેબ્રુઆરી મહિનામાં રાખ્યાં છે, પરંતુ દીકરા-દીકરી સાથે બન્યું જ કંઇક એવુ કે, એમનો સંબંધ એક અલગ જ વળાંક લઈ આવ્યો. તેઓ લગ્ન પહેલા ભાઇ-બહેનના એક પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે.
તમને સૌ કોઈ ને એ વાત જાણીને નવાઇ લાગશે આવું કેવી રીતે બની શકે? જો કે બન્યુ પણ છે કે એવું જેનાથી આ બંને પરિવાર વચ્ચે મોટો વિવાદ સર્જાયો છે. બંને પરિવાર એકબીજા પર એકપછી એક આરોપોનો મારો લગાવી રહ્યા છે. જેના કારણે આ બંને યુવક-યુવતીના લગ્ન ફોક થયા છે.
શરૂ થઈ વાત કરીએ તો વાત જાણે એમ છે કે આ બંને યુવક યુવતીના લગ્નની તૈયારીઓ ભારે જોરશોરથી ચાલી રહી છે. બંને પરિવારના સભ્યો સાથે મળીને લગ્નની નાની મોટી બધી તૈયારીઓ કરવામાં વ્યસ્ત હતા.
તમને બધા ને જાણીને આશ્ચર્ય લાગશે પણ બન્યું એવું છે કે, આ સમય દરમ્યાન જ યુવકના પિતા યુવતીની માતાને એટલે કે ભવિષ્યમાં થનાર વેવાઈ-વેવાણ બંને એકબીજા સાથે જ ભાગી ગયા છે.
આ વિશે પરિવારના લોકોનું કહેવું છે કે, વરરાજાના પિતા અને વરવધુની માતા બંને લાંબા સમયથી એટલે કે આ સંબંધ નક્કી થયો એ પહેલે થીજ એકબીજાને ઓળખતા હતા અને આસપાસના લોકો દ્વારા પણ એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ બંનેએ લગ્ન પણ કરી લીધા છે.
વિગતે જો આ વિશે વાત કરીએ તો સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા યુવકના લગ્ન નવસારીની યુવતી સાથે થવાના હતા. આ સમય દરમ્યાન જ એકરોજ લગ્નના એક મહિના પહેલા યુવતીની માતા અચાનક ગુમ થઇ ગઇ હતી.
પરિવારે આ અંગે પોતાની રીતે તપાસ કરી પણ કોઇ પરિણામ ન મળતા અંતે આ અંગે પોલીસમાં જાણ કરી હતી. બીજી તરફ યુવકના પિતા પણ અચાનક જ આ રીતે ગુમ થઇ ગયા હતા અને તેઓએ પણ પોલીસને આ અંગે જાણ કરી હતી.
સોશ્યલ મીડિયાના રિપોર્ટ દ્વારા મળેલી માહિતી અનુસાર, “યુવકના પિતા અને યુવતીની માતા બંને પહેલાથી એકબીજાને ઓળખતા હતા એ આશ્ચર્યજનક વાત સૌને જાણવા મળી છે અને બંને યુવાનીના સમયથી જ એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા.
એમની યુવાનીની ઈચ્છા હવે એમણે આ વયે પૂર્ણ કરી એમ લાગી રહ્યું છે. પોલીસને જાણ કર્યાના 10 દિવસ થયા હોવા છતાં હજુ સુધી પોલીસને આ બંને વિશે કોઇ જ જાણકારી મળી નથી જેથી બંને પરિવારે સાથે મળીને થોડીક ચર્ચા વિચારણા બાદ આ બંને યુવક-યુવતીના લગ્ન ફોક જાહેર કરીને આ સબંધ પર પૂર્ણવિરામ મુકવાનું જ યોગ્ય ઠરાવ્યું.”
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ