‘કભી ખુશી કભી ગમ’ને લઈ કરણ જોહરનું ભયંકર નિવેદન, વાંચી લો તમે પણ જલદી

ફિલ્મમેકર કરણ જોહરને તેમની ખૂબ જ સુંદર ફિલ્મોની જેમ બેબાક અંદાજ માટે પણ જાણીતા છે.

તાજેતર માં જ તેમણે એકવાર ફરીથી પોતાની જ સ્ટાઈલમાં પોતાની ફિલ્મને લઈને કઈક એવું કહ્યું કે આ સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થી ગયા.

મીડિયા રિપોટર્સ મુજબ હાલ માં જ એક ટોક શો દરમિયાન કરણ જોહરે પોતાની ફિલ્મ K૩G એટલે કે ‘કભી ખુશી કભી ગમ’ને લઈને કહ્યું કે આ ફિલ્મ તેમની સૌથી મોટી ભૂલ હતી. કરણે પોતાની વાત અહિયાં જ ખતમ ના કરી પરંતુ તેમણે કહ્યું કે આ ફિલ્મ તેમના મો પર એક થપ્પડ જેવી લાગી.

image source

કરણ જોહરનું કહેવું છે કે વર્ષ ૨૦૦૧ માં આવેલી તેમની ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ તેમના ચેહરા પર એક મોટો થપ્પડ છે અને તેની સાથે જ આ હકીકતથી તેમનો સીધો સામનો પણ રહ્યો છે.

કરણનું કહેવું છે કે “મે વિચાર્યું હતું કે હું મુગલ-એ-આઝમના પછીથી આમિર ખાનની ફિલ્મ ‘લગાન’ અને ફરહાન અખ્તરની ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ સુધીની હિન્દી સિનેમાની સૌથી મોટી ફિલ્મ બનાવી રહ્યો છું.”કરણ જોહરનું પહેલું અને મુખ્ય લક્ષ આ ફિલ્મમાં એક મોટી સ્ટાર કાસ્ટને સામેલ કરવાનું હતું.

image source

કરણ જોહરનું કહ્યું કે “કભી ખુશી કભી ગમ” મારા ચેહરા એકમાત્ર સૌથી મોટો થપ્પડ હતો અને વાસ્તવિકતા થી મારો સામનો પણ થયો હતો.” આ ફિલ્મ પારિવારિક પૃષ્ઠભૂમિકા પર આધારિત હતી.

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શાહરુખ ખાન, કાજોલ, ઋત્વિક રોશન અને કરીના કપૂર જેવા મોત સિતારાઓ મુખ્ય ભૂમિકામાં હતા અને આની સાથે જ રાની મુખર્જીને પણ એક નાનકડો કિરદાર નિભાવ્યો હતો.

image source

આ ફિલ્મો થી મદદ લીધી હતી:

કરણ જોહરનું કહેવું છે કે K૩Gમાં તેમણે સ્ટોરીલાઇન ‘કભી કભી’થી લીધી. આ સિવાય ‘હમ આપકે હૈ કોણ’થી તેમણે ફેમિલી વેલ્યૂઝને લીધી હતી. તેમનું કહેવું છે કે ઉમ્મીદ હતી કે આ ફિલ્મ લોકોને હમેશા યાદ રહેશે.

image source

પરંતુ હકીકત તેનાથી ઘણી અલગ રહી છે અને આ ફિલ્મ તેમના મો પર એક થપ્પડ જેવી લાગી કરણ જોહરનું કહેવું છે કે ફિલ્મને લઈને ખૂબ જ ખરાબ રિસ્પોન્સ મળ્યો હતો. રિવ્યૂની વાત કરીએ તો તે પણ ખૂબ શરમજનક હતા. એટલે કે આ ફિલ્મને લઈને જેટલી પણ ઉમ્મીદો હતી તે બધા પર પાણી ફરી ગયું.

‘પૂ’ ફક્ત બેબો અને મને જ પસંદ હતી.:

image source

વાત જ્યારે ‘કભી ખુશી કભી ગમ’માં કરીના કપૂર ખાનના કિરદાર ‘પૂ’ની આવે તો કરણનું કહેવું છે કે તે સમયે તો ફક્ત તેમને અને બેબો એટલે કે કરીનાને જ આ કિરદાર પસંદ હતો. જો કે આજે તો ‘પૂ’ના કેરેક્ટર પર ગેમ્સ,મિમ્સ અને ના જાણે કેટકેટલી લાઇન્સ લખાય ગઈ છે.

image source

કરણ જોહરે ઓડીબલ સુનોના શો ‘પીકચર કે પીછે’માં ખુલાસા કર્યા. તેમણે કહ્યું કે સમીક્ષા અને પુરસ્કારોની બાબતમાં ફિલ્મને મળેલી ખરાબ પ્રતિક્રિયા થી તેઓ હેરાન થઈ ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ