અજયની એન્ટ્રી થવા પર લોકો થઇ ગયા તેની પર ફિદા, અને ઉડાડ્યા રૂપિયા, VIDEO

તાનાજી ફિલ્મમાં અજય દેવગનની એન્ટ્રી પર દર્શકો વારી ગયા, ઉડ્યા રૂપિયા – જુઓ વિડિયો

image source

અજય દેવગન નિર્મિત અને અભિનિત ફિલ્મ તાનાજી – ધ અનસંગ વોરિયર્સ ફિલ્મ રજૂ થઈ ગઈ છે અને તેને સમગ્ર દેશમાં જબજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મે 100 કરોડનો આંકડો તો શરૂઆતના ગણતરિના દિવસોમાં જ પાર કરી લીધો હતો. આ ફિલ્મમાં અજયદેવગનના લૂકને તેમજ તેના પાત્રને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેના પાત્ર પર તેના ફેન્સ વારી ગયા છે.

image source

આ ફિલ્મમાં અજય દેવગન એટલે કે ફિલ્મના પાત્ર તાનાજીની એન્ટ્રી ધમાકેદાર બતાવવામાં આવી છે. અને સિનેમા ઘરોમાં માત્ર તેની એન્ટ્રી પર સીટીઓ નથી વાગી રહી પણ લોકો પૈસા પણ ઉડાવી રહ્યા છે. જેની એક વિડિયો હાલ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

વિડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે ફિલ્મમાં અજય દેવગનની ઘોડા પર એન્ટ્રી થઈ રહી છે ત્યારે લોકો રૂપિયાની નોટો વરસાવી રહ્યા છે. અને તેની પાછળ પરદા પર ફિલ્મ ચાલી રહી છે. જો કે આ વિડિયો કઈ જગ્યાનો છે તેની કોઈ જાણકારી હજુ સુધી નથી મળી શકતી. જો કે ટ્વિટર પર કહેવામા આવ્યું છે કે આ વિડિયો મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં આવેલા સિંદખેડાના અશોક થિયેટરની છે. આ વિડિયોને લોકો વારંવાર શેર કરી રહ્યા છે અને વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ ગયો છે. તમે પણ જોઈ લો વિડિયો.

image source

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમે બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કર્યું છે અને અત્યારસુધીમાં ફિલ્મે 150 કરોડ કરતાં પણ વધારે કમાણી કરી લીધી છે અને હવે તેનું લક્ષ 200 કરોડનું છે. માત્ર વિકેન્ડ એટલે કે શુક્ર – શનિ – રવિમાં ફિલ્મે 48.54 કરોડનો બિઝનેસ કરી લીધો હતો. અને 10 દિવસના નેટ કલેક્શનની વાત કરીએ તો અત્યાર સુધીમાં ફિલ્મે 167.45 કરોડની કમાણી કરી લીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ