જોઇ લો કરણ જોહરના જોડિયા બાળકોની બર્થ ડેની તસવીરો સાથે વિડીયો પણ

પોતાના જોડિયા બાળકોના બર્થડે નિમિતે કરણ જોહરે પોસ્ટ કરી એક લાગણી સભર પોસ્ટ

image source

હોટેલ તાજ લેન્ડ એન્ડમાં રાખી કેમ્પ થીમ્ડ બર્થડે પાર્ટીઃ સ્ટાર કીડ્સે કરી મસ્તી, જુઓ વિડિયો

બોલીવૂડનો જાણીતા ડીરેક્ટર પ્રોડ્યુસર કરણ જોહરે 7મી ફેબ્રુઆરીના રોજ પોતાના જેડિયા બાળકો યશ અને રુહીના ત્રીજા બર્થડેની ઉજવણી કરી હતી. આ પ્રસંગે પોતાના બાળકોને સમર્પિત એક અત્યંત લાગણીસભર વાત પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેણે શેર કરી હતી.

image source

અને તેણે એક સિંગલ પેરેન્ટ તરીકેનો અનુભવ અને પોતાની માતા હીરુ જોહરનો પોતાના બાળકોને ઉછેરવામાં જે ફાળો છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar) on

કરન જોહરે પોતાના બાળકોના આ ખાસ દિવસે કેટલીક તસ્વીરો પણ શેર કરી હતી, અને લખ્યુ હતું. ‘હું સમાજમાં એક સિંગલ પેરેન્ટ સ્ટેટસ ધરાવું છું… પણ વાસ્તવમાં તેવું બિલકુલ નથી…. મારી માતા ખુબ જ સુંદર રીતે અને ભાવનાત્મક રીતે મારા બાળકોને મારી કો-પેરેન્ટ બનીને ઉછેરી રહી છે.’

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar) on

કરણ જોહરે આગળ લખ્યું હતું કે તે આટલો મોટો નિર્ણય ક્યારેય ન લઈ શક્યો હોત જો તેની માતાએ તેમાં તેને સપોર્ટ ન કર્યો હોત અને આજે જ્યારે બાળકો ત્રીજા વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે તેમને પામવાથી જે ધન્યતા તે અનુભવી રહ્યો છે તે દિવસેને દિવસે વધતી જઈ રહી છે. તેણે પોતાની આ પોસ્ટના અંતે લખ્યું હતું, ‘હું બ્રહ્માંડનો આભાર માનું છું કે અમને રુહી અને યશ આપીને પૂર્ણ બનાવ્યા…’

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar) on

કરણ જોહરની આ પોસ્ટ પર તેના સાથી કલાકારોએ તેને શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં અભિષેક બચ્ચને ‘હેપ્પી બર્થડે’ની કમેન્ટ કરી હતી અને સાથે ઘણા બધા હાર્ટ ઇમોજી પણ શેર કર્યા હતા. તો ડાયના પેન્ટીએ પણ ‘હેપ્પી બર્થડે, લવલીઝ’ કમેન્ટ કરીને હાર્ટ ઇમોજી શેર કર્યા હતા.

image source

તો કરણની નજીકની મિત્ર મલાઈકા અરોરાએ પણ કરણના જોડિયા બાળકોને ‘હેપ્પી બર્થડે ડાર્લિંગ રુહી એન્ડ યશ’ની કમેન્ટ કરી હતી. તો નેહા ધૂપિયાએ પણ બાળકોને બર્થડેની શુભેચ્છાઓ પાઠવીને ખૂબ બધો પ્રેમ આપ્યો હતો.

image source

સોનાલી બેન્દ્રેએ પણ કરણની આ પોસ્ટ પર તેના જોડિયા બાળકોને બર્થડેની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેને આશિર્વાદ આપ્યા હતા. જો કે આ વર્ષે કરણ જોહરે કોઈ મોટી પાર્ટીનું આયોજન નહોતું કર્યું પણ તેના બાળકો સાથે તૈમુર અલી ખાન અને સોહા અલી ખાનની દીકરી ઇનાયાએ બર્થડેની ઉજવણી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla) on

રુહી અને યશની બર્થડે પાર્ટીની કેટલીક તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી. ખાસ કરીને તૈમુરની એક વિડિયો વાયરલ થઈ રહી છે જેમાં તેના ચહેરા પર લાયન પેઇન્ટ કરવામાં આવ્યો છે અને તે તેમાં અત્યંત ક્યૂટ લાગી રહ્યો છે.

image source

કરણ જોહરે આ સ્પેશલ દિવસને ખાસ રીતે ઉજવ્યો હતો. તેણે એક કેમ્પ થીમ્ડ બર્થડે બેશ હોસ્ટ કરી હતી જે તાજ લેન્ડ્સ એન્ડ પર રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં શાહરુખનો સૌથી નાનો દીકરો અબરામ, તૈમુર, ઇનાયા, ઝૈન અને અન્ય સ્ટાર કીડ્સ પણ જોવા મળ્યા હતા.

image source

આ ઉપરાંય યશ અને રૂહીની બર્થડે પાર્ટીમાં કરણના ખાસ મિત્રો કરીના કપૂર, રાની મુખરજી, કાજોલ, ટ્વિંકલ ખન્ના, આલિયા ભટ્ટ, રીતેશ દેશમુખ અને મીરા રાજપૂત પણ જોવા મળ્યા હતા. જેની પણ કેટલીક તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Hungama🎥 (@realbollywoodhungama) on

આ ઉપરાંત આલિયા અને કરણની દીકરી રુહીની એક તસ્વીર પણ વાયરલ થઈ રહી છે જેમાં આલિયા રુહીને કીસ કરી રહી છે. ફેન્સને આ તસ્વીર ખૂબ પસંદ આવી રહી છે.

તમને જણાવી દઈએ કે કરણે પોતાના જોડિયા બાળકો દીકરો અને દીકરીના નામ પોતાના માતાપિતા પરથી રાખ્યા છે. વાસ્તવમાં તેના દીકરાનું નામ તો તેના પિતા યશ જોહરનું જ લેવામાં આવ્યું છે પણ તેની દીકરીનું નામ તેણે રૂહી રાખ્યું છે જે તેની માતાના નામ હીરુને રીએરેન્જ કરીને પાડવામાં આવ્યું છે.

image source

કરણ જોહરે પોતાના બાળકો સરોગસી દ્વારા મેળવ્યા છે. તો તુષાર કપૂરે પણ સરોગસી દ્વારા પોતાનો દીકરો મેળવ્યો છે અને ત્યાર બાદ તેના જ પગલે તેની બહેન ટેલીવૂડ ક્વિન એકતા કપૂરે પોતાના દીકરાને સરોગસી દ્વારા મેળવ્યો છે જેનો તાજેતરમાં જ બર્થડે ઉજવવામાં આવ્યો હતો.

image source

તુષાર કપૂરે થોડા સમય પહેલાં પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શેર કરી હતી જેમાં તેણે પોતાની, એકતા કપૂર અને કરણ જોહર સાથેની તસ્વીર શેર કરી હતી જેનું કેપ્શન હતું. ‘સિંગલ પેરેન્ટ્સ ક્લબ… અમે બધા જ અવરોધો તોડી નાખ્યા !’

 

View this post on Instagram

 

A post shared by Tusshar (@tusshark89) on

તમને જણાવી દઈએ કે કરણ જોહરે તાજેતરમાં જ પોતાની મહત્વાકાંક્ષી ફિલ્મ તખ્તનું એક ટિઝર પણ લોન્ચ કર્યું છે જે 2021માં રિલિઝ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ