આ કોમેડી કલાકારોની પત્ની જીવે છે સાવ સાધારણ જીંદગી, દેખાવમાં છે એકદમ સ્માર્ટ, જોઇ લો તસવીરોમાં

ગૂતથી થી લઈને જેઠાલાલ સુધીના કોમેડી ધુરંધરોની છે આ પત્નીઓ, લાઈમલાઈટથી દૂર રહી જીવી રહી છે સાધારણ જિંદગી, દેખાવમાં પણ ઘણી સુંદર છે.

image source

કૉમેડીની દુનિયાની પણ એક અલગ જ મજા હોય છે. એક કલાકનો કોમેડી શો એક ફિલ્મ કરતા પણ વધારે મનોરંજન કરતો હોય છે. ક્યારેક ક્યારેક કૉમેડીના આ કલાકારો હીરો કરતા પણ વધારે પ્રખ્યાત બની જાય છે.લોકો આવા કોમેડી કલાકારોને જોઈને પોતાનું બધું ટેન્સન પળવાર માટે ભૂલી જાય છે. કહેવાય છે ને કે કોઈ વ્યક્તિને હસાવવાની કળા દરેક વ્યક્તિમાં નથી હોતી પણ ઇન્ડસ્ટ્રીમાં તમને એવા ઘણા કલાકારો મળી જશે જે એકવાર નાના કે મોટા પડદા પર આવી જાય તો પછી તમે પેટ પકડીને હસવાના છો એ પાક્કું જ છે. પણ આજે આપણે વાત કરીશું એ પાંચ કોમેડી કિંગની પત્નીઓ વિશે. જેટલું આ કોમેડિયન લાઈમલાઈટમાં જળવાઈ રહે છે એટલું જ એમની પત્નીઓ ટીવીની દુનિયાથી ઘણી જ દૂર રહે છે.

અલી અસગર અને સિદ્દીકા અસગર

image source

કોમેડિયન અલી અસગર ટેલિવિઝન જગતમાં દાદી અને નાનીના પાત્ર માટે ખૂબ જ જાણીતા છે.કપિલ શર્માના શોમાં એમને નિભાવેલા આ બંને પાત્ર ઘણા ચર્ચા માં રહ્યા છે.અલી અસગર પણ વિવાહિત છે. અલીની પત્નીનું નામ સિદ્દીકા અસગર છે. અલી અને સિદ્દીકાના લગ્ન વર્ષ 2005માં થયા હતા. અને એમને બાળકો પણ છે.

સુનિલ ગ્રોવર અને આરતી ગ્રોવર

image source

સુનિલ ગ્રોવરને ગૂતથીના પાત્ર એ સુનીલને ટીવીની દુનિયાના ચમકતા તારા બનાવી દીધા. ગુતથી સિવાય ડોકટર ગુલાટીના પાત્રએ પણ એમને ઘણા પ્રખ્યાત બનાવી દીધા. બહુ જ ઓછા લોકો હશે જે જાણતા હશે કે સુનિલ ગ્રોવર વિવાહિત છે.સુનિલ ગ્રોવરની પત્નીનું નામ આરતી ગ્રોવર છે. સુનિલ ગ્રોવર વિશે જેટલી ચર્ચાઓ થાય છે આરતી એટલી જ લાઈમલાઈટથી દૂર રહેવા માંગે છે સુનિલ પોતાના 11 વર્ષના દીકરા, પત્ની અને નાના ભાઈ અનિલ તેમજ માતા પિતા સાથે મુંબઈમાં જ રહે છે.

કિકુ શારદા અને પ્રિયંકા શારદા

image source

કપિલ શર્માના શો માં કિકુ યાદવ હાલના દિવસોમાં બચ્ચા યાદવનું પાત્ર નિભાવતા નજરે પડે છે. એ પહેલાં એમના દ્વારા નિભાવેલું પલક પાત્ર ખૂબ ચર્ચિત હતું.કિકુની રિયલ લાઈફ પત્નીનું નામ પ્રિયંકા શારદા છે. આ બંને ના લગ્ન વર્ષ 2003માં થયા હતા.

દિલીપ જોશી અને જયમાલા જોશી

image source

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં દિલીપ જોશી જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યા છે. સિરિયલમાં એમની પત્ની દયાબેનનું પાત્ર દિશા વકાણી નિભાવી રહી છે. રિયલ લાઈફની વાત કરીએ તો એમની પત્નીનું નામ જયમાલા જોશી છે. જયમાલા પણ લાઈમલાઈટથી દૂર રહેવાનું જ પસંદ કરે છે.

રાજુ શ્રીવાસ્તવ અને શિખા શ્રીવાસ્તવ

image source

પોતાની આગવી અદા અને જોક્સથી બધાને હસાવીને લોટપોટ કરી દેનાર ગજોધર ભૈયા એટલે કે કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ જેટલા જ અતરંગી છે એનાથી પણ વધારે આશ્ચર્યજનક એમની પ્રેમ કહાની છે.એમના ભાઈના લગ્નમાં જ એમને એક છોકરી ગમી ગઈ હતી. છોકરીનું નામ હતું શિખા.બસ પછી શું રાજુએ નકકી કરી લીધું કે લગ્ન કરશે તો બસ આ જ છોકરી સાથે. તમને જણાવી દઇએ કે શિખા એ ડાન્સ રિયાલિટી શો નચ બલિયે સિઝન 6 માં ભાગ લીધો હતો.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ