લોકડાઉનમાં માવા-ગુટખા અને સોપારી કેટલા ભાવે વેચાય છે ખબર છે તમને?

માવા-ગુટખા અને સોપારીના ભાવો આસમાને પહોંચ્યા અને તે કેટલા ભાવે વેચાય છે જાણીને ચોંકી જશો!

લોકડાઉનના સમયમાં લોકોની નોકરીઓ ટપોટપ જઇ રહી છે ત્યારે આવશ્યક ચીજવસ્તુઓની કૃત્રિમ અછત સર્જીને વ્યાપારીઓ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યાં છે. લોકડાઉનમાં લોકોની આર્થિક સ્થિતિ બગડી રહી છે તેથી સ્ટોક નથી એવા પાટીયા મારીને પાછલે બારણે સંગ્રહાખોરી કરી ઉંચો નફો કમાઇ રહ્યાં છે. લોકડાઉનનો પ્રારંભ થયો ત્યારથી લઈ જેમ જેમ લોક ડાઉન વન, ટુ, થ્રી જાહેર કરાયું ગયું તેમ તેમ તમાકુ, સોપારી, સિગારેટ, ગુટખાના ભાવો પણ વધતા ગયા. જે ગુટખાની એક પડિકી પાંચ રૂપિયામાં મળતી હતી તેના અત્યારે ૨૦ થી ૨૫ રૂપિયા થઈ ગયા છે. તો સોપારી અને સિગારેટ તેમજ તમાકુના ભાવ પણ સરેરાશ ત્રણ ગણા થઈ ચૂક્યા છે. આટલાં નાણાં ચૂકવવા બંધાણીઓ તૈયાર હોવા છતાં આ વસ્તુ મળવાનું દુસ્કર થઈ ગયું છે.

ભયનો વેપાર છે

image source

અર્થશાસ્ત્રનો નિયમ છે કે ડિમાન્ડ વધે અને સપ્લાય ઓછી હોય એટલે ભાવ તો વધવાના જ. લોકડાઉન 3 આવતા આવતા તો ભાવો જાણે આસમાને પહોંચવા લાગ્યા. સપ્લાય પણ ઓછો થઇ ગયો. આટલો વધુ ભાવ હોવા છતાં લોકો ખરીદવા માટે પડાપડી કરે છે. કોઇ ભાવ ઓછો કરાવવાનું કહેતું નથી, તેમ એક સપ્લાયરે કહ્યુ હતું. તેની પાછળનું કારણ એ છે કે પહેલા લોકડાઉન વખતે એવું લાગતું હતું કે થોડા દિવસમાં નોર્મલ થઇ જશે એટલે લોકો વધારે સ્ટોર કરતા ન હતા. વિક્રેતાઓ પાસે પણ ત્યારે માલ પડ્યો હતો એટલે થોડા વધારે લઇને આપી દેતા હતા. પરંતુ લોકડાઉન જેમ જેમ વધતું ગયું તેમ તેમ લોકોનો ડર પણ વધતો ગયો કે આગામી દિવસોમાં નહીં મળે તો શું કરીશું એટલે ડિમાન્ડ વધવા લાગી. લોકો સ્ટોર કરવા લાગ્યા.

image source

સુરતની વાત કરીએ તો લોક ડાઉન પહેલા વિમલ ગુટખા પાંચ રુપિયામાં મળતા હતા. લોકડાઉનના પ્રથમ તબક્કામાં આ ભાવ વધીને બમણો એટલે કે રૂ. ૧૦ થયો. લોક ડાઉનનો બીજો તબક્કો શરૂ થયો એટલે આ ભાવ ત્રણ ગણો એટલે કે રૂ. ૧૫ થયો. જેવી લોકડાઉન ત્રણની જાહેરાત કરવામાં આવી કે આ ભાવ ચાર-પાંચ ગણો થઈ ગયો. એટલે કે હવે રૂ. ૨૦ કે ૨૫ આપવા છતાં વિમલ મેળવવાનું મુશ્કેલ થઈ ચૂક્યું છે.

image source

આવું જ મિરાજ, રજનીગંધા સહિતના ગુટખામાં થયું છે. જે તમામનો ભાવ અત્યારે આશરે ચાર ગણો થઈ ચૂક્યો છે. તમાકુની વાત કરીએ તો ઓરિજિનલ તમાકુ તો ક્યાંય મળતી જ નથી, એ સિવાયની અન્ય તમાકુના પણ ચાર ગણા ભાવો થયો છે. જે વસ્તુ સામાન્ય સંજોગોમાં રૂ. ૮૦માં મળતી હતી તે વસ્તુ એટલે કે તમાકુ રૂ. ૨૫૦ થી ૪૦૦ સુધીના ભાવમાં મળતી થઈ છે.

image source

સોપારીના ભાવ લોકડાઉન એક અને બે સુધી બમણા થયા હતાં. હવે લગભગ અઢી કે ત્રણ ગણા ભાવ લેવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં રૂ. ૪૦૦ની એક કિલો સોપારી મળતી હતી તે અત્યારે એક હજારથી બાર સો રૂપિયામાં મળે છે. સિગારેટની સ્થિતિ પણ આવી જ છે. દસ રૂપિયામાં મળતી સિગારેટ રૂ. ૪૦ આપવા પછી પણ મળતી નથી. આ રીતે, લોકડાઉન એક, બે, ત્રણની સાથોસાથ તમાકુ, ગુટખા અને સિગારેટના ભાવો પણ એક એક ગણા વધતા ગયા. જો આવી જ પરિસ્થિતિ વધુ રહી તો માવા-ગુટખાનું કાળુ બજાર વધતું જશે. આ લેખમાં આપેલ કિંમત જે તે ગામ કે જિલ્લા પ્રમાણે હોઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ