કોરોના માટે બનાવેલી દવાનો પોતાના પર જ પ્રયોગ કર્યો, ડોક્ટરનું મોત

કોરોના માટે બનાવેલી દવાનો પોતાના પર જ કર્યો ટેસ્ટ, ચેન્નાઈના એક ડૉક્ટરનું નીપજ્યું મોત

image source

કોરોના વાયરસના હાહાકાર વચ્ચે આખી દુનિયામાં કોરોના વાયરસના નિવારણ માટેના ઉપાયો શોધાઈ રહ્યા છે. ભારત સહિત ઘણા દેશો કોરોનાની વેકસીન બનાવવાની કોશિશ કરી રહ્યા છે.આ દરમિયાન ચેન્નઈમાં એક ડૉક્ટર કોરોના વાયરસની સારવાર માટે બનાવવામાં આવેલી પોતાની જ દવાનું પરીક્ષણ કરી રહ્યા હતા, પરંતુ પરીક્ષણ દરમિયાન જ તેમનું મોત થઈ ગયું. આ ઘટના ચેન્નઈની છે, અહીં પેરુંગુડીમાં રહેતા શિવનેસન, એક આયુર્વેદિક ઉત્પાદન કંપનીની સાથે ફાર્માસિસ્ટ અને પ્રોડક્શન મેનેજર તરીકે કામ કરી રહ્યા હતા, આ કંપની કફ સિરપ માટે ઘણી જાણીતી છે.

image source

હાલના સમયમાં કોરોના વાયરસ સામે લડવા માટે શિવનેસન અને તેના ઉપરી રાજકુમાર એક દવા શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમણે કોરોના માટે જે દવા બનાવી હતી, એનો પોતાના પર જ ટેસ્ટ કરવા માંડયો. રાજકુમારે તે દવાના થોડાં ટીપાં લીધા અને શિવનેસને વધુ પ્રમાણમાં તે દવાનું સેવન કરી લીધુ. દવાનું સેવન કરતા જ તે બંને બેભાન થઈ ગયા. તે બંનેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. શિવનેસનનું હોસ્પિટલમાં જ મૃત્યુ થઈ ગયું, જ્યારે રાજકુમારની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને તેનો ઈલાજ ચાલી રહ્યો છે. આ અંગે પોલીસની ટીમ પણ તપાસ કરી રહી છે.

image source

તમને જણાવી દઈએ કે, આખી દુનિયા કોરોના વાયરસની વેક્સિનને લઈને ચિંતામાં છે. હજી સુધી કોઈપણ દેશ કોરોના સામે લડવા માટે વેક્સિન શોધી નથી શક્યો. એ અલગ વાત છે કે, તમામ દેશ તેને બનાવવા માટે પોતાનાથી શક્ય હોય તેટલા બધા જ પ્રયત્ન કરી રહ્યા છે.. ચીન એવો પહેલો દેશ છે, જ્યાં કોરોના વેક્સિનનું ટ્રાયલ બીજા ચરણમાં છે. ચીનના વેક્સિન વિકાસ કાર્યક્રમ પર સંપૂર્ણરીતે ચીની મિલેટ્રી એટલે કે પીપલ્સ લિબરેશન આર્મીનું નિયંત્રણ છે. અમેરિકામાં પણ વેક્સિન બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

હાલમાં જ ઈઝરાયલના રક્ષા મંત્રી નૈફતાલી બેન્નેટે પણ આ દાવો કર્યો છે કે, ઈઝરાયલની આઈઆઈબીઆર સંસ્થાએ કોરોના વાયરસની વેક્સિનનું સંશોધન કરી લીધું છે. સંસ્થાએ એન્ટીબોડી બનાવી લીધી છે. હવે વેક્સિનનો વિકાસ સ્ટેજ પૂરો થઈ ચુક્યો છે. હવે તેના પેટન્ટને લગતા કામ પતાવી અને મોટાપાયે ઉત્પાદનની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. જોકે, બેન્નટે પોતાના નિવેદનમાં એવું પણ જણાવ્યું છે કે, આ વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ અથવા હ્યુમન ટ્રાયલ થઈ છે કે નથી. નૈફતાલી બેન્નેટે કહ્યું કે, ઈઝરાયલ પોતાના લોકોની તંદુરસ્તીઅને ઇકોનોમીને સંતુલિત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે..

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ