ખૂબ જ સુંદર દ્વિપોનો સમૂહ છે આંદમાન અને નિકોબાર, જાણો આ જગ્યાના પ્રસિદ્ધ દર્શનીય સ્થળો વિશે

જીવનમાં એકવાર જરૂરથી જાઓ આંદમાન નિકોબાર યાત્રા પર, ખૂબ જ સુંદર દ્વિપોનો સમૂહ છે આંદમાન અને નિકોબાર, જાણો આ જગ્યાના પ્રસિદ્ધ દર્શનીય સ્થળો વિશે

આંદમાન નિકોબાર એક ખૂબ જ સુંદર જગ્યા છે અને આ જગ્યાને આપણા દેશના પ્રસિદ્ધ પર્યટક સ્થળોમાં ગણવામાં આવે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આંદમાન અને નિકોબાર ફરવા માટે જતા હોઈ છે. જો તમે કોઈ ટ્રિપ પર જવાની યોજના બનાવી રહ્યા છો તો તમે આંદમાન નિકોબાર યાત્રા પર જવાનો વિચાર કરી શકો છો. આ જગ્યા પર તમને ઘણાબધા સુંદર સ્થળ જોવા મળશે અને તમે અહીં પર બોટિંગની પણ મજા માણી શકો છો.

૫૭૨ દ્વિપોનો સમૂહ છે આંદમાન નિકોબાર દ્વિપ સમૂહ

આંદમાન નિકોબાર દ્વિપ સમૂહ ઘણા દ્વિપોનો સમૂહ છે, અને આ જગ્યા પર કુલ ૫૭૨ દ્વિપ છે. જોકે આ ૫૭૨ દ્વિપોમાંથી માત્ર ૩૮ દ્વિપો પર જ લોકો રહે છે અને બાકી દ્વિપ ગાઢ જંગલોથી ઘેરાયેલા છે અને ત્યાં કોઈપણ નથી જતુ. આંદમાન અને નિકોબારની રાજધાની પોર્ટ બ્લેયર છે. આ જગ્યા પર રહેનાર લોકોની આબાદી ફક્ત ૩ લાખની આસપાસ જ છે. આ એકદમ શાંત જગ્યા છે અને અહીં આવીને તમને એક અલગ પ્રકારનો જ અનુભવ થશે.

આંદમાન નિકોબાર યાત્રા દરમિયાન જરૂર જાઓ આ જગ્યાઓ પર – બંગાલની ખાડીમાં સ્થિત આંદમાન અને નિકોબાર ચારે તરફથી સમુદ્રથી ઘેરાયેલા છે અને આ જગ્યા પર અનેક દર્શનીય સ્થળ આવેલા છે. જ્યારે પણ તમે આંદમાન અને નિકોબારની યાત્રા પર જાઓ તો આ જગ્યા પર જરૂર ફરો.

સેલુલર જેલ – સેલુલર જેલ આ જગ્યાનું સૌથી પ્રસિધ્ધ દર્શનીય સ્થળ છે અને તેને કાળા પાણીના નામથી પણ ઓળખવામાં આવે છે. આઝાદીના સમયે સેલુલર જેલમાં કેદીઓને રાખવામાં આવતા હતા અને આ જેલથી આપણી આઝાદીનો ઈતિહાસ જોડાયેલો છે.

આ જેલને એક પર્યટક સ્થળ બનાવી દેવામાં આવ્યુ છે અને આ જગ્યા પર જઈને આપણા દેશના સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા કરવામાં આવેલા સંઘર્ષોને અનુભવી શકાય છે. સેલુલર જેલમાં રોજ સાંજે એક કાર્યક્રમનુ પણ આયોજન કરવામાં આવે છે અને આ કાર્યક્રમ દરમિયાન આ જેલથી જોડાયેલો ઈતિહાસ લોકોને જણાવવામાં આવે છે. સેલુલર જેલમાં એક જેલ સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યુ છે અને આ સંગ્રહાલયને જોવા માટે ૩૦ રુપિયા ટિકિટ લાગે છે. આ સંગ્રહાલયમાં ઘણીબધી ઈતિહાસથી જોડાયેલી ચીજો જોવા મળશે.

વંડૂર બીચ – વંડૂર બીચ પોર્ટ બ્લેયરથી ૩૫ કિલોમિટરની અંતર પર સ્થિત એક સમુદ્રી તટ છે અને આ જગ્યા એ અત્યંત જ સુંદર દ્રશ્યો જોવા મળે છે. આ જગ્યા પર જઈને તમે ખૂબ જ શાંતિ મહેસૂસ થશે.

ચિડિયા ટાપુ – આ જગ્યા પરથી સૂર્યાસ્ત ખૂબ જ સુંદર નજર આવે છે અને પર્યટક સાંજના સમયે આ જગ્યા પર જઈને સૂર્યાસ્ત જરૂરથી જુએ છે. ચિડિયા ટાપુના નામથી પ્રસિદ્ધ આ જગ્યામાં તમને ઘણીબધી ચિડિયા (પક્ષી/ચકલી) અને જાનવર પણ જોવા મળશે. આ જગ્યા પોર્ટ બ્લેયરથી ૧૮ કિલોમિટરના અંતર પર સ્થિત છે.

માઉન્ટ હેરિએટ નેશનલ પાર્ક – આ પાર્કને ૧૯૮૭માં બનાવવામાં આવ્યો હતો અને આ પાર્કમાં અનેક પ્રકારના છોડ અને અને ફૂલો જોવા મળે છે. આ પાર્ક સવારે ૭ વાગ્યે ખુલ્લે છે અને સાંજે ૫ વાગ્યે બંધ થઈ જાય છે. આ જગ્યા પર જવા માટે ટિકિટ પણ લાગે છે. આ પાર્ક બાળકોને ખૂબ જ પસંદ આવે છે.

ઉપર જણાવવામાં આવેલી જગ્યાઓ સિવાય તમે અહીં પર સ્થિત લાઈમ સ્ટોન ગુફાઓ, ગિટાર દ્વિપ આઈલેંડ બીચ, લક્ષમણપુર બીચ, એલીફેંટ બીચ અને રાધાનગર બીચ પર પણ જરૂર જાઓ. તેના સિવાય તમે અહીં પર જેટ સ્કીંગ, સ્કૂબા ડાઈવિંગ, પૈરાસેલિંગ અને સ્નોરકેલિંગનો આનંદ પણ ઉઠાવી શકો છો.

કેવી રીતે જવુ આંદમાન અને નિકોબાર દ્વિપ – આંદમાન નિકોબાર દ્વિપ સમૂહ સરળતાથી પહોંચી શકાય છે અને આ દ્વિપ વાયુ માર્ગથી જોડાયેલો છે. કોલકાતા, ચેન્નઈ અને દિલ્હી સહિતના ઘણા શહેરોથી રોજ વિમાન આ જગ્યા જાય છે. વાયુમાર્ગ સિવાય આ જગ્યા પર જળ માર્ગ દ્વારા પણ પહોંચી શકાય છે અને કોલકાતા, ચેન્નઈ અને વિશાખાપટ્ટનમથી પોર્ટ બ્લેયર સુધી બોટ જાય છે. જોકે સમુદ્રના રસ્તે આ જગ્યા પર પહોંચવામાં ૫૫ થી ૭૦ કલાક લાગી જાય છે.

આંદમાન નિકોબાર યાત્રા જવાનો સૌથી સારો સમય – ઉનાળાના સમયમાં આ જગ્યાનું વધુમાં વધુ તાપમાન ૩૨ ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે અને તમે આ દરમિયાન આંદમાન અને નિકોબારની યાત્રા પર જવાની યોજના બનાવી શકો છો. શિયાળાના સમયમાં આ જગ્યા પર ઘણાબધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને આ દરમિયાન આંદમાન અને નિકોબારની યાત્રા પર અનેક લોકો જવાનું પસંદ કરે છે. શિયાળાના સમય પર અહીં પર વધુ ઠંડી પણ નથી હોતી. એટલે આ મોસમ પણ આંદમાન અને નિકોબાર યાત્રા પર જવા માટે સૌથી ઉત્તમ છે.

ચોમાસાની સીઝન દરમિયાન અહીં પર ખૂબ વરસાદ પડે છે. એટલે તમે એ મોસમમાં આંદમાન અને નિકોબાર યાત્રા પર ના જાઓ.

ક્યાં રોકાવુ – આંદમાન અને નિકોબારમાં ઘણીબધી હોટલો છે અને ત્યાં પર તમને રહેવા માટે આસાનીથી જગ્યા મળી જશે. જોકે તમે આંદમાન અને નિકોબાર યાત્રા પર જતા પહેલા હોટલમાં તમારી બુકીંગ કરાવીને જ જાઓ. કારણ કે ઘણીવાર વધુ પર્યટક આવવાના કારણે હોટલમાં રુમ ખાલી નથી મળી શકતા.

આંદમાન નિકોબાર દ્વિપ સમૂહથી જોડાયેલી મહત્વપૂર્ણ જાણકારી

આંદમાન અને નિકોબાર એક અૈતિહાસિક સ્થળ છે. એવુ કહેવામાં આવે છે ચોલ સામ્રાજ્ય કાળ દરમિયાન ચોલ રાજા આ જગ્યાને સમુદ્રી અડ્ડા તરીકે ઉપયોગ કરતા હતા અને આ જગ્યાને મા-નક઼્કા઼વારામ નામથી બોલાવતા હતા. આંદમાન અને નિકોબારનો ઉલ્લેખ ૧૦૫૦ ઈમાં લખવામાં આવેલા તંજાવુર શિલાલેખમાં મળે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આંદમાન અને નિકોબાર પર જાપાન દેશનો કબજો હતો. પરંતુ બાદમાં જાપાનની સેના એ આત્મ સમર્પણ કરી દીધુ હતુ અને આ જગ્યા પર ભારતનો પૂરી રીતે કબજો થઇ ગયો હતો.

બિજા વિશ્વયુદ્ધ દરમિયાન નેતાજી સુભાષચંદ્ર બોસે આંદમાન અને નિકોબાર દ્વિપોના નામ બદલીને શહીદ અને સ્વરાજ રાખ્યા હતા. પરંતુ તે આવુ કરવામાં સફળ ના થઇ શક્યા અને બ્રિટિશ સરકારે આ દ્વિપોના નામ તેમણે બદલવા ના દીધા. ત્યાં જ ગત વર્ષે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આંદમાન દ્વિપ સમૂહના રોસ દ્વિપનું નામ બદલીને નેતાજી સુભાષચંદ્ર બોસ દ્વિપ. જ્યારે કે નીલ દ્વિપનું નામ બદલીને શહીદ દ્વિપ અને હૈવલોક દ્વિપનું નામ બદલીને સ્વરાજ દ્વિપ રાખી દીધુ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ