મુસાફરી દરમિયાન ઉલ્ટી આવવી કે ઉપકા આવવા જેવી તકલીફ થાય છે તો અપનાવો આ સરળ ઉપાય.

મોટાભાગના લિકોને મુસાફરી દરમ્યાન ઉલ્ટી અને ચકકર આવવાની સામાન્ય ફરિયાદ રહેતી હોય છે. મોટાભાગના લોકો આ પરેશાનીમાં ટ્રાવેલ દરમ્યાન વધારે ખાવાનું ટાળતા હોય છે. જો કે ઉલ્ટી કે ગભરામણ ફક્ત વધુ માત્રામાં ખાવાથી જ નથી થતુ. પરંતુ તેના બીજા પણ ઘણાબધા કારણ હોઈ શકે છે. પોતાનામાં આ કોઈ બિમારી નથી. પરંતુ આ કોઈ શારિરીક સમસ્યાનો સંકેત ચોક્કસપણે હોઈ શકે છે. સામાન્યરીતે અનુક પરિસ્થિતિ જેમાં જીવ મુંજાવો કે ઉલ્ટી થવી વધુ થાય છે.

મુસાફરી કરવી અને હરવુ ફરવુ બધાને ગમે છે. પરંતુ કોઈ-કોઈને મુસાફરીના નામથી જ ડર લાગવા લાગે છે. ખાસ કરીને બસ કાર વગેરેમાં લાંબી યાત્રા. કારણ કે તેમને મુસાફરીના સમયે ઉલ્ટીઓ થાય કે જીવ મુંજાય છે. કોઈ-કોઈને ચક્કર આવે છે કે માથું દુખવા લાગે છે. તેનાથી હરવા ફરવાની મજા બગડી જાય છે. આવો જાણીએ મુસાફરીના સમયે ઉલ્ટી થવી કે જીવ ગભરાવાથી બચવાના ઉપાય.

શું તમને અવારનવાર મુસાફરી દરમિયાન ઉલ્ટી મહેસુસ થાય છે, તો તમે આદુની ચા પીને જ પોતાની યાત્રા માટે ઘરેથી નિકળો. તમે ઈચ્છો તો ઉલ્ટી જેવુ થવા પર થોડો આદુનો ટુકડો પોતાના મોંની અંદર રાખી લો અને ધીરે-ધીરે ચાવતા રહો.આપ્રયોગ કરવાથી ઉલ્ટીની સમસ્યામાથી રાહત મળશે.

ખાટા-મિઠા ચૂર્ણ જેમ કે દાડમદાણા ચૂર્ણ કે આદુ પાચક વગેરે ખાવાથી પણ મુસાફરીમાં જીવ ગભરામણ દૂર થાય છે.

ઉલ્ટી રોકવાની એક વધુ રીત છે ફુદીનાની ચા બનાવીને પી લો. ફુદીનાના પાનના સેવનથી પણ ઉલ્ટીને રોકવામાં આવી શકે છે.

તમે ઈચ્છો તો તજ પણ નાખીને ચા બનાવી શકો છો. તેના માટે તમે થોડા તજના ટુકડા પાણીમાં ઉકાળી લો અને બાદમાં તેમાં મધ મેળવી લો.

લીંબુના એક ટુકડામાં સંચળ મેળવી લો અને બાદમાં પોતાના મોમાં રાખી લો. તમને ઉલ્ટી જેવુ નહિ થાય.

જો યાત્રા દરમિયાન તમારી ઉલ્ટી રોકાવાનું નામ નથી લેતી, તો લસણની બે કળીઓ ચાવવાથી તમને ઘણો આરામ મળશે.

ઉલ્ટી જેવી જ અનુભવાય, તે જ સમયે બે એલચી કાઢીને ખાઈ લો, આરામ જલ્દી મળશે. તેનાથી તમારા પેટની એસિડીટી પણ શાંત થઈ જશે અને ખોરાક હજમ થવામાં પણ આસાની થશે.

આદુમાં મળી આવતા એંટિમેંટિક ગુણ ઉલ્ટી અને ચક્કર આવવાની સમસ્યાથી રાહત અપાવે છે. મુસાફરી દરમિયાન જ્યારે પણ ઉલ્ટી આવવા જેવુ થાય ત્યારે આદુનો એક ટુકડો પોતાના મોંમાં રાખી લો. આવુ કરવાથી થોડી જ વારમાં ગભરામણની સમસ્યા દૂર થઈ જશે.

લીંબુ ઉલ્ટી અને જીવ મુંજાવા જેવી સમસ્યાઓ થી છૂટકારો અપાવે છે. ૧ કપ ગરમ પાણીમાં ૧ લીંબુનો રસ અને મિઠુ મેળવીને પીવો. આ પાણી પીવાથી મુસાફરી દરમિયાન થનાર દરેક તકલીફથી રાહત મળશે.

જ્યારે પણ યાત્રા માટે નિકળો, પોતાના સાથે એક પાકેલુ લીંબુ જરૂરથી રાખી લો. જરા પણ અજીબ જેવુ મન થાય, તો આ લીંબુને છીણીને સુંઘો. આવુ કરવાથી ઉલ્ટી નહિ થાય.

લવિંગને શેકીને તેને પીસી લો અને કોઇ ડબ્બીમાં ભરીને રાખી લો. જ્યારે પણ મુસાફરીમાં જાવ કે ઉલ્ટી જેવુ લાગે તો તેને ફક્ત એક ચપટી માત્રામાં ખાંડ કે સંચળ સાથે લો અને ચૂસો.

તુલસીના પાન પોતાના સાથે રાખો, તેને ખાવાથી ઉલ્ટી નહિ આવે. તેના સિવાય એક બોટલમાં લીંબુ અને ફુદીનાનો રસ સંચળ નાખીને રાખો અને તેને થોડો-થોડો પીતા રહો.

લીંબુને કાપીને, તેના પર કાળુ મરચુ અને સંચળ છાંટીને ચાટો. આ રીત પણ તમને ઉલ્ટી થવાથી બચાવશે.

જો તમે બસમાં મુસાફરી કરી રહ્યા છો, કે બસમાં તમે ઉલ્ટી થાય છે તો જે સીટ પર તમે બેસો, ત્યા પહેલા એક પેપર પાથરી લો અને તે પેપર પર બેસો. તમને ઉલ્ટી નહિ થાય.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ