સુહાગરાતના બીજા જ દિવસે નવી બનેલી દુલ્હને પતિ સાથે કરી આવી હરકત, તો ગામમાં મચી ગયું તોફાન અને પછી થયું…

યુપીના મહોબામાં એક ખૂબ જ ચોંકાવી દે તેવો મામલો સામે આવ્યો છે. યુપીના ભટીપુરા વિસ્તારમાં લગ્નના બીજા જ દિવસે નવી પરણેલી દુલહને પોતાના સાસરીના ઘરમાંથી ઘરેણાં અને નકદ રૂપિયા પર હાથ સાફ કરી લીધો હતો અને એ આ બધું લઈ ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. આ ખબરથી સમગ્ર વિસ્તારમાં તોફાન મચી ગયું છે. આ ઘટનાથી આઘાત પામેલા દુલ્હા અને એના પરિવાર આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈને પહોચી ગયા હતા. એમની માંગણી છે કે દગાબાજ દુલહનને જલ્દી જ અરેસ્ટ કરવામાં આવે.

image source

આ સમગ્ર ઘટનામાં પીડિત દુલ્હાનું કહેવું છે કે મિડીએટરે પણ લગ્નના નામે એમની પાસે 1 લાખ રૂપિયા વસૂલી લીધા હતા. આ ઘટના ભટીપુરા ગામની છે. ગામના જ રહેવાસી શૈલેન્દ્ર કુમારે જણાવ્યું કે બમહોરીકલા ચકખારી ગામના રહેવાસી એક યુવકે એના લગ્ન માટે છોકરી બતાવી હતી. મીડિયેટરે છોકરીની ગરીબીની વાત કહીને લગ્નનો ખર્ચ ઉઠાવવાની વાત છોકરા વાળાને કહી હતું. અને છોકરા વાળાએ એમની આ શરત પણ માની લીધી હતી.

લગ્નના નામે વરરાજા પાસે વસુલ્યા 1 લાખ રૂપિયા.

image source

વરરાજા પક્ષનો આરોપ છે કે લગ્ન ફિક્સ થવાના હતા એ દરમિયાન મીડિયેટરે લગ્નના ખર્ચના નામે એમની પાસે 1 લાખ રૂપિયા લઈ લીધા હતા. 21 જૂનના રોજ ગામના જ એક દેવીના મંદિરમાં બંનેના લગ્ન થયા હતા. ગૃહ પ્રવેશ પછી ઘરમાં સોના અને ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા જોઈને દુલહને એમના પર હાથ સાફ કરી લીધો હતો. બધા જ પૈસા અને સોના ચાંદીના ઘરેણાં લઈને નવી નવેલી દુલહન ઘરેથી ફરાર થઈ ગઈ હતી. વરરાજા પક્ષનો આ સમગ્ર મુદ્દે આરોપ છે કે જ્યારે મીડિયેટરને દુલહનનાં ઘરેથી ભાગી જવાની ખબર આપવામાં આવી તો એ ઉલટા એમને જ ફોન પર ધમકી આપી રહ્યા છે.

ઘરેણાં અને રોકડા રૂપિયા લઈને ફરાર થઈ નવી દુલહન.

image source

આ સમગ્ર ઘટનાનો ભોગ બનેલા દુલ્હા અને એમના પરિવારનું કહેવું છે કે મીઠી મીઠી વાતોમાં ફસાવીને ઠગી કરવાના ઇરાદે લગ્ન કરાવનાર ગેંગ હાલના દિવસોમાં ખૂબ જ સક્રિય છે. એ લોકોને પોતાનો શિકાર બનાવે છે અને એમની પાસે પૈસા પડાવી લે છે. પોલીસે પીડિત પરિવારની ફરિયાદ પર આ સમગ્ર મામલે કેસ નોંધ્યો છે. અને હાલ આ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong