અમિતાભને મળી જોરદાર આ ખુશખબરી, ફ્લાઇટમાં જયા બચ્ચન અને અભિષેક સાથે કરી મસ્તી, પણ ઐશ્વર્યાની ગેરહાજરી

દાદા સાહેબ ફાલ્કે અવોર્ડ મળ્યા બાદ અમિતાભ પ્રાઇવેટ જેટમાં દીકરા અને પત્ની સાથે ખુશખુશહાલ મુદ્રામાં

છેલ્લા ઘણા સમયથી અમિતાભ બચ્ચનની તબિયત નરમ ગરમ રહ્યા કરે છે અને પોતાની તબિયતના કારણે જ તેઓ નેશનલ ફિલ્મ અવોર્ડ ફંક્શનમાં ભાગ નહોતા લઈ શક્યા જેનો તેમને અપાર અફસોસ રહ્યો હતો જે તેમણે પોતાના સોશિયલ મડિયા અકાઉન્ટ દ્વારા વ્યક્ત કર્યો હતો.

image source

પણ ગયા રવિવારે ભારતીય ફિલ્મોનો સર્વોચ્ચ ખિતાબ એટલે કે દાદા સાહેબ ફાલ્કે અવોર્ડથી અમિતાભ બચ્ચનને નવાજમાં આવ્યા હતા અને ગર્વની ક્ષણોમાં તેમની પત્ની જયા બચ્ચન અને દીકરો અભિષેક બચ્ચન પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.

રવિવારે દિલ્લિ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં યોજવામાં આવેલા એક સમારંભમાં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર અમિતાભને દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આપવામા આવ્યો હતો. આ પ્રસંગે પોતાને અતિ પ્રતિષ્ઠિત એવા દાદા સાહેબ ફાલ્કે અવોર્ડથી નવાજવા બદલ તેમણે સમારંભમાં ઉપસ્થિત દરેક મહેમાનનો આભાર માન્યો હતો.

અમિતાભ આ અવોર્ડને મેળવીને ખુબ જ ખુશ હતા અને તેમણે પેતાના સોશિયલ મડિયા અકાઉન્ટ પર પણ તેની જાહેરાત કરતાં લોકોનો આભાર માન્યો હતો. અને તેમનું કુટુંબ પણ આ સમ્માનથી ભારે ખુશ હતું. તેમના દીકરા અભિષેક બચ્ચને પણ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર દાદા સાહેબ ફાલ્કે અવોર્ડ મળ્યા બાદની પોતાના માતાપિતા સાથેની સુંદર તસ્વીર શેર કરી હતી.

અભિષેક બચ્ચને આ પ્રસંગે સોશિયલ મડિયા પર ઉપરાઉપરી બે તસ્વીરો શેર કરી હતી. જેમાંથી બીજી તસ્વીર સોશિયલ મિડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. આ તસ્વિરમાં અભિષેક એક પ્રાઇવેટ જેટમાં પોતાના માતાપિતાની વચ્ચે બેઠો છે. અમિતાભ પોતાનું મેડલ બતાવતા જોવા મળી રહ્યા છે અને જયા બચ્ચન દિકરા અભિષેકના ખભા પર હાથ અને માથુ રાખીને સ્મિત આપી રહ્યા છે. આ એક પર્ફેખ્ટ ફેમિલિ પિક છે અને સાથે સાથે બચ્ચન ફેમિલિ માટે ગર્વનો અવસર પણ.

આ પહેલાં પણ અભિષેકે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અમિતાભની એક સોલો તસ્વીર શેર કરી છે જેના કેપ્શનમાં લખ્યું છેઃ મારી પ્રેરણા, મારા હીરો. દાદા સાહેબ ફાલ્કે અવોર્ડ મળવા બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન પા. અમને બધાને તમારા પર ખૂબ ખૂબ ગર્વ છે. લવ યુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ