સ્ત્રી એક પહેલી… – ના તો એ તેના પતિને વફાદાર હતી કે ના પ્રેમીને કોઈ આટલું સ્વાર્થી કેવીરીતે હોઈ શકે…

*”મધથી પણ મીઠી અને ઝેરથી પણ કડવી*

*હે.. સ્ત્રી, તું જ કહે તને કેમ સમજવી..??*

રાત્રિના દસ વાગ્યે પલંગમાં પડયા પડયા છાપું વાંચતા સુરેશને તેની પત્ની કિરણે બોલાવ્યો. સુરેશે છાપામાંથી નજર બહાર કાઢીને જોયું તો કિરણ નવું ગાઉન પહેરીને અરીસા સામે ઉભી ઉભી તેના ખુલ્લા લાંબા વાળમાં દાંતિયો ફેરવતા ફેરવતા તેને બોલાવતી હતી. સુરેશે છાપુ મુકી દીધું. કિરણે તેને માદક અંગડાઇ લેતા કહ્યું, “ઘણા વખતથી તમે અમદાવાદ ગયા નથી. મારે ઘણી વસ્તુ મંગાવવાની છે. કાલે જઇ આવો ને…” સુરેશે સામી દલીલ કરતા કહ્યું, “અરે, કાલે તો હજી બુધવાર છે, હું તો રવિવારે જ જાઉ છુ બે અઠવાડીયાથી જ નથી ગયો, હવે જઈ આવીશ, કાલે દુકાન કયાં બંધ રાખવી ..?”


કિરણે સ્ત્રી સહજ યુકિતનો ઉપયોગ કરતા તેની બાજુમાં બેસીને તેના વાળમાં હાથ ફેરવતા ફેરવતા પ્રેમથી કહ્યું, “પણ મારે આ બધી વસ્તુ હમણાં જ જોઇએ છે, કાલે જઇ આવો ને, અડધો દિવસ દુકાન બંધ રાખજો” સ્ત્રીની માદક અદાથી કોઇ બચી શકયું નથી, તો સુરેશ તો ભોળો માણસ હતો. તે તરત જ માની ગયો. “કાલે સવારે જઇ આવીશ” એમ કહીને સુઇ ગયો. કિરણ આભાર માનતી હોય તેમ થોડું વહાલ કર્યુ અને સુરેશ સુઇ ગયો એટલે ઊભી થઇ, બહાર નીકળી મોબાઇલમાંથી મેસેજ કર્યો કે ‘કાલે સવારે પાકકું… બે મહિનાના ઉપવાસના પારણા.. ભોલુ જાય એટલે આવી જજે…’


બીજી જ મિનિટે જવાબ આવ્યો.. ‘હા આવી જઇશ.. બે મહિનાથી ઉપવાસ પર છુ.. કાલે તો ધરાઇને ખાવું પડશે..’ કિરણ બન્ને મેસેજ ડીલીટ કરીને ભોળા પતિને વળગીને સુઇ ગઇ.

સુરેશ અને કિરણ અમદાવાદની બાજુના ગામડામાં રહેતા હતા. સુરેશ દુકાન ચલાવતો હતો, નાનું ગામ હતુ એટલે હાટડી જેવી દુકાન હતી. અનાજ – કરિયાણા ઉપરાંત સ્ટેશનરી, ઇલેકટ્રીક સામાન, નાની મોટી ચીજવસ્તુ… એમ ઘણું મળતું હતું સુરેશ દર રવિવારે અમદાવાદ જઇને ખરીદી કરી આવતો હતો. દુકાન નીચેના ભાગમાં હતી, ઘર ઉપર હતું. દુકાનની બાજુમાં એક ખાલી રૂમ રજતને ભાડે આપેલો હતો ગામમાં શિક્ષક તરીખે આવેલો રજત એકલો રહેતો હતો. કિરણની આંખ તેની સાથે મળી ગઇ. આમ પણ કિરણ જુવાનીના જોશથી ભરપૂર હતી.


જયારે સુરેશ બિચારો સીઘો માણસ હતો. કિરણ હમેંશા તેનાથી અસંતુષ્ઠ રહેતી. આંખ મળી જતા બન્ને ઘીમે ઘીમે એકબીજાની ઇશારાની ભાષા સમજવા લાગ્યા. દર રવિવારે સુરેશ અમદાવાદ જતો ત્યારે કિરણ તેના દસ વર્ષના દીકરા ભોલુને કોઇને કોઇ બહાને બે-ત્રણ કલાક માટે ગામમાં રહેતા તેના ભાઇના ઘરે મોકલી દેતી. પછી કિરણ અને રજત એકબીજાના સહવાસનો આનંદ લુંટતા. હમણાં બે મહિનાથી કિરણના ભાઇ બીજા ગામમાં ચાલ્યા ગયા હોવાથો રવિવારે ભોલૂ ઘરે રહેતો એટલે મળી શકાતું ન હતું. રજતને મળ્યા વગર, માણ્યા વગર કિરણને ગમતું ન હતું. તે છટપટતી હતી. તેમાં ભોલુને શાળામાંથી પ્રવાસે જવાનું થયું, એટલે કિરણે બહાનું કરીને સુરેશને અમદાવાદ મોકલી દીઘો.


સુરેશ ગયો અને ભોલુ ગયો એટલે કિરણનો ઇશારો થતાં રજત ઉપર આવી ગયો ઘરના બારણાં બંધ થઇ ગયા અને વાસનાના બારણાં ખુલી ગયા બન્નેએ બે કલાક સુઘી ધરાઇને એકબીજાને માણ્યા પછી રજત ગયો. પછી તો કિરણને આ યુકિત ફાવી ગઇ. રવિવાર સિવાયના દિવસે બહાનું બનાવીને સુરેશને અમદાવાદ મોકલી દેતી, ભોલુ શાળાએ જાય એટલે પછી બે-ત્રણ કલાક બન્ને મળતા.


આવી જ રીતે એક દિવસ સુરેશ અમદાવાદ જવા નીકળ્યો, ભોલુ શાળાએ ગયો અને રજત ઘરમાં આવી ગયો. અમદાવાદ જતા સુરેશને કોઇ સગાના મૃત્યુનો ફોન આવ્યો, એટલે તે ઘર તરફ પાછો વળ્યો. ઘરની સાંકળ ખખડાવી, પણ કિરણ અને રજત બન્ને પ્રેમની ચરણસીમાએ પહોંચી ગયા હતા એટલે બારણું ન ખોલ્યુ, બે ચાર વાર સાંકળ ખખડાવી ત્યાં આસપાસના આઠ-દસ લોકો પણ બહાર આવી ગયા. પછી તેણે કિરણના નામની બુમ પાડી, કિરણ ગભરાઇ ગઇ. એક મિનિટમાં વિચાર કરીને જેવા તેવા કપડા પહેરીને દોડી, બારણું ખોલીને સુરેશને વળગીને રડવા લાગી.


સુરેશ તેની આવી હાલત જોઇને ગભરાઈ ગયો કિરણે રડતા રડતા ફરિયાદ કરી, “તમારા ગયા પછી રજત ઘરમાં આવી ગયો અને બારણું બંધ કરી દીધું. હું કામ કરતી હતી ત્યાં આવીને મને મોઢે ડૂચો મારીને રૂમમાં લઇ ગયો અને મારી સાથે બળજબરી કરવા લાગ્યો, તમે આવી ગયા એટલે હું બચી ગઇ.” સુરેશ સાથે ટોળું ઉશ્કેરાય ગયું. રજતને ત્યાંજ ધોઇ નાખ્યો. રજત કિરણના વાકયોથી હતપ્રભ થઇ ગયો. તેને કંઇ બોલવાના હોશ ન રહ્યા. બસ માર ખાતો રહ્યો.


બધાએ તેને ઘણો માર્યો, પછી ધક્કા મારીને કાઢી મુકયો. કિરણ બચી ગયાના હાશકારા સાથે સુરેશને વળગીને રડતી રહી. સુરેશ તેને હિંમત આપતો રહ્યો. સમાજ સાક્ષી છે કે સ્ત્રી મોજમજા કરીને મુસીબત આવે ત્યારે પોતાની જાતને બચાવવા પ્રેમીને મુસીબતમાં મૂકતા જરા પણ અચકાતી નથી

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ