લગદી લાહૌર દી’ સોન્ગ રિલીઝ થતાની સાથે જ જોઇ લીધુ અધધધ..લોકોએ, જોઇ લો તમે પણ આ VIDEO

‘લગ દી લાહૌર દી’ના રીમેકમાં નૌરા-શ્રદ્ધા-વરુણે મચાવી ધૂમઃ જુઓ વિડિયો

image source

રેમો ફર્નાન્ડીઝ દિગ્દર્શીત ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર થિયેટરમાં આવે તે પહેલાં જ તેના સોંગ્સ અને ડાન્સ સ્ટેપ્સ લોકોને ડોલવા પર મજબૂર કરી રહ્યા છે. હાલમાં જ આ ફિલ્મનું બીજું એક સોંગ ‘લગદી લાહૌર દી’ રિલિઝ થયું છે.

image source

જે પંજાબી પોપસ્ટાર ગુરુ રંધાવાના સુપરહિટ સોંગનું જ એક નવું વર્ઝન છે. અને આ નવા વર્ઝનને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

image source

આ સોંગમાં વરુણ ધવન, શ્રદ્ધા કપૂર અને નૌરા ફતેહી છે. વરુણ અને શ્રદ્ધા આ સોંગમાં રોમેટિંક ડાન્સ સ્ટેપ્સ કરી રહ્યા છે જ્યારે નૌરા ફતેહી પોતાના ધમાકેદાર ડાન્સ સ્ટેપ્સથી લોકોને પોતાના દીવાના બનાવી રહી છે. આ સોંગ હાલ યુ-ટ્યુબ પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું છે અને લોકોને તે ખુબ પસંદ પણ આવી રહ્યું છે.

લગદી લાહૌર દી સોંગને ફરીવાર ગુરુ રંધાવાએ જ રી ક્રીએટ કર્યું છે. આ સિવાય તેમાં તુલસી કુમારે પણ પોતાનો અવાજ આપ્યો છે અને સચીન જીગરે તેને રિમિક્સ કર્યું છે. આ સોંગ યુ-ટ્યુબ પર રિલિઝ થતાંની સાથે જ લોકોમાં લોકપ્રિય બની રહ્યું છે. સ્ટ્રી ડાન્સર 3ડી ફિલ્મના અન્ય સોંગ્સ પણ ઘણા હીટ જઈ રહ્યા છે.

image source

જો તમે આ ડાન્સથી ભરપૂર ફિલ્મની રિલિઝની રાહ જોઈ રહ્યા હોવ તો જણાવી દઈએ કે તે 26મી જાન્યુઆરીએ રીલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને રેમો ડિસૂઝાએ ડીરેક્ટ કરી છે. અને તેમાં પ્રભુ દેવાનો ડાન્સ પણ લોકોના આકર્ષણનું એક કારણ છે.

હવે આ ફિલ્મના સોંગ્સ તેમજ ડાન્સ સ્ટેપ્સ તો લોકોને ખુબ પસંદ આવી રહ્યા છે પણ તે બોક્ષ ઓફિસ પર કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું રહે છે.

image source

છેલ્લે રેમો ડીસુઝાએ ફિલ્મ રેસ 3 ડીરેક્ટ કરી હતી જે બોક્ષ ઓફિસ પર ઉંધા માથે પટકાઈ હતી. આશા છે કે આ ફિલ્મ સાથે તેવું કશું જ ન બને.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ