ફાઇનલ: આ તારીખે થશે સલમાનની ‘કીક 2’ મુવી રિલીઝ

સલમાન ખાનની કીક 2ની રિલિઝ ડેટ જાહેર

image source

સલમાન ખાનના ફેન્સ તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. તાજેતરમાં જ તેની ફિલ્મ રાધેઃ ધ મોસ્ટ વોન્ટેડ ભાઈ ફિલ્મની ડેટ જાહેર થઈ છે. આ ફિલ્મ આવનારી ઇદ પર રીલીઝ થશે. સલમાને તેની દીવાળી પર રિલિઝ થતી ફિલ્મ પણ જાહેર કરી દીધી છે.

image source

આ ફિલ્મ તેની સુપર હીટ ફિલ્મ કિકની સિક્વલ હશે. આ ફિલ્મમાં તેણે જેકલીન ફર્નાન્ડીઝ સાથે કામ કર્યું હતું હવે કીક ટુમાં તેની સાથે કોણ જોડી જમાવી રહ્યું છે તેના કોઈ અહેવાલ હજુ સુધી નથી મળી શક્યા.

આ ઉપરાંત પણ તેણે પોતાની બીજી એક ફિલ્મ ‘કબી ઇદ કબી દિવાલી’ની જાહેરાત પણ કરી દીધી છે જે 2021ની ઇદ પર રિલિઝ થશે.

image source

કિક 2ની વાત કરીએ તો તેને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યૂસ કરી રહ્યા છે. અને તે જ પ્રોડ્યુસર કભી ઇદ કભી દીવાલી પણ બનાવી રહ્યા છે. તાજેતરમાં જ સાજિદે પોતાની આવનારી ફિલ્મો વિષે મિડિયા સાથે વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું, ‘સલમાન અને હું લગભગ 6 વર્ષ બાદ કામ કરી રહ્યા છે. અને એવું લાગી રહ્યું છે જાણે ‘જુડવા’ વખતના દિવસો ફરી પાછા આવી ગયા છે. મેં કીકની સીક્વલ પહેલાં જ કભી ઇદ કભી દિવાલીને લખવાનું શરૂ કરી દીધું હતું. આ એક અલગ જ પ્રકારની ફિલ્મ હશે અને લોકોને તેમાં સલમાનનું પાત્ર ખુબ પસંદ આવશે.’

image source

કીક ટુ વિષે તેઓ જણાવે છે કે કીક ટુ બને તેવું સલમાન અને સાજિદ બન્ને ઇચ્છે છે. તેમણે તેની સ્ક્રીપ્ટ પણ તૈયાર કરી લીધી છે. કીક 2માં સલમાનના ડેવિલ કેરેક્ટરને જસ્ટીફાઈ કરવામા આવ્યું છે.

image source

સ્ક્રિપ્ટનો પહેલો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે અને આ વર્ષના અંતમાં તેનો સ્ક્રીનપ્લે પણ તૈયાર થઈ જશે. અને તે પ્રમાણે 2021ના ડિસેમ્બરમાં કિક 2 રિલિઝ કરવાનો આશય છે.

image source

આમ આવનારા સમયમાં સલમાનના ફેન્સને તેની એક નહીં પણ ત્રણ-ત્રણ ફિલ્મો જોવા મળશે. સલમાન ક્યારે લગ્ન કરશે તેની તો કોઈ જ ભવિષ્યવાણી નથી કરી શકતું પણ તેની ફિલ્મો લગાતાર તેના ફેન્સને મળતી રહેશે તે બાબતે તે હંમેશા તૈયાર રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ