હાર્દિક પંડ્યા સાથે બિકીનીમાં જોવા મળી નતાશા, ફેન્સે ખૂબ ઉડાવી મજાક, વાંચો તમે પણ

હાર્દિક પંડ્યા સાથે બિકીનીમાં જોવા મળી નતાશા, ફેન્સે ખૂબ ખેંચી ટાંગ

image source

આ વર્ષના આરંભથી જ હાર્દિક પંડ્યા ગર્લફ્રેન્ડ નતાશાને કરેલા પોતાના રોમેન્ટિક પ્રપોઝલને લઈને ખુબ ચર્ચામાં રહ્યો છે. અને તાજેતરમાં ફરી પાછો તે સોશિયલ મિડિયા પર ચર્ચા જગાવી રહ્યો છે.

વાસ્તવમાં તેની મંગેતર નતાશાએ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર પોતાનો બિકીની લૂક શેર કર્યો છે. અને ત્યાર બાદ હાર્દીક પંડ્યા સાથે તે જ વસ્ત્રોમાં બીજી એક તસ્વીર તેણીએ શેર કરી છે. જે લોકોમાં ખુબ જ ચર્ચા જગાવી રહી છે.

image source

અને લોકો અવનવી રીતે હાર્દિકની મઝાક ઉડાવી રહ્યા છે. પહેલી જાન્યુઆરીએ હાર્દિક પંડ્યાએ ડીજે વાલે બાબૂ ફેમ એક્ટ્રેસ નતાશા સ્ટેનોવિક સાથે સગાઈ કરી હતી અને તેની અનેક વિડિયોઝ તેમજ તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થયા હતા જે તેના ફેન્સને ખુબ પસંદ આવી હતી.

સગાઈ બાદ શેર કરવમાં આવેલી આ તસ્વિરમાં હાર્દિક પંડ્યા શર્ટલેસ છે તો નતાશાએ બિકીની પહેરીને સોશિયલ મિડિયા પર આગ ગાવી દીધી છે. તસ્વીરમાં હાર્દિકે પણ ગર્લફ્રેન્ડને મેચ કરતો કાબરચિતરો સ્વિમવેર પહેર્યો છે. આ જોડી એક બીચ પર અત્યંત રોમેન્ટિક અંદાજમાં પોઝ આપી રહી છે. અને આ તસ્વિરને લઈને તેમના ફેન્સ તેમને ચિત્ર વિચિત્ર રીતે ટ્રોલ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardik.pandya.club) on

આ તસ્વીરોને ફોટોશોપ કરી કરીને વિવિધ રીતે દર્શાવવામાં આવી રહી છે. કોઈક આ જોડીને મછવારાની જોડી કહી રહ્યું છે. અને હાર્દિકને માછીમારના વસ્ત્રો પહેરાવ્યા છે તો વળી નતાશાને પણ કોળી સાડી પહેરાવવામાં આવી છે.

તો વળી બીજી એક તસ્વીરમાં તો હાર્દિક પંડ્યાની સાથે નતાશા નહીં પણ રાનૂ મંડલની તસ્વીર ફોટોશોપ્ડ કદરી દીધી છે અને આ તસ્વીરો સોશિયલ મિડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Forgros Media (@forgros.media) on

તમને જણાવી દઈએ હાર્દીક પંડ્યા સાથે સગાઈ બાદ ચર્ચામાં આવેલી નતાશા ઘણા સમયથી ભારતીય સ્ક્રિન પર જોવા મળી રહી છે. તેણી કલર્સ પર આવતા રિયાલીટી ટીવી શો બીગ બોસની કન્ટેસ્ટન્ટ પણ રહી ચુકી છે અને તે સિવાય તેણી બાદશાહના બંદૂક મ્યુઝિક વિડિયોમાં પણ જોવા મળી હતી.

image source

તેણીએ ઝીરો, ફ્રાઇડે, હોલીડે, પ્રોમિસ ડેટ જેવી બોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અને તેણી હાર્દિક પહેલાં ટેલિવિઝન અભિનેતા અલિ ગોનીને પણ ડેટ કરી ચૂકી છે. અને છેલ્લે તેણી નચ બલિયે સિઝનમાં તેની સાથે જ તાલથી તાલ મિલાવતી જોવા મળી હતી.

image source

જો કે તેણીના બોલીવૂડના કોઈ જ એપિયરન્સમાં એટલી લાઇમલાઇટ નથી મળી જેટલું તેનું નામ હાર્દિક સાથે જોડાવાથી મળી હતી. હાર્દીક પંડ્યાની વાત કરીએ તો તે હાલ પોતાની સર્જરીમાંથી રિકવર થઈ રહ્યો છે અને થોડા ક જ સમયમાં તે ક્રિકેટના મેદાનમાં પણ જોવા મળશે.

image source

તેણે સગાઈ તો કરી લીધી છે પણ તે લગ્ન ક્યારે કરશે તેના કોઈ સમાચાર હાલ મળી શક્યા નથી. જો કે તેના ફેન્સ તેના લગ્નના સમાચાર માટે આતુર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ