જો એકવાર ફોલો કરશો આ ટિપ્સ, તો તરત જ દૂર થઇ જશે સ્ટ્રેચમાર્ક્સ…

સ્ટ્રેચમાર્ક્સથી પરેશાન છો ? છૂટકારો મેળવવા આ ચાર વિટામિન્સ,નો ઉપયોગ કરો.

image source

ત્વચા પર ઉપસી આવતા ખીલ,પિગ્મેંટેશન,એકને,રીંકલ્સ ની સાથે યુવા વયમાં સ્ટ્રેચમારકસની સમસ્યાનો પણ ઉમેરો થયો છે.વજન ઘટાડવાની ઘેલછાને કારણે તેમજ ગર્ભાવસ્થા બાદ યુવતીઓમાં સ્ટ્રેચમાર્કસની સમસ્યા વિશેષ જોવા મળે છે.

ગર્ભાવસ્થા દરમિયાન વજનમાં વધારો થાય છે અને ડિલિવરી બાદ વજન ઘટે છે ,જેને પરિણામે ત્વચા પર સ્ટ્રેચમાર્ક્સ સર્જાય છે.સ્વાભાવિક છે કે પેટના ભાગે ઉપસી આવતા સ્ટ્રેચમાર્ક્સ મહિલાઓની સુંદરતામાં ઘટાડો કરે તેમજ તેને કારણે મહિલાઓ અમુક સ્ટાઇલના કપડાં પહેરતા સંકોચ પણ અનુભવે છે.

image source

સ્ટ્રેચમાર્ક્સ દૂર કરવા યુવતીઓ અવનવા ઉપાયો અજમાવે છે .ઘરેલુ નુસખાથી માંડી બજારમાં મળતા મોંઘાડાટ ક્રીમનો વપરાશ કરીને પણ મહિલાઓ સ્ટ્રેચમાર્ક્સથી છુટકારો મેળવવા ઇચ્છે છે.

જોકે જોકે ઘરેલુ ઉપાય અને ક્રીમથી ખાસ ફરક નથી પડતો અને લેઝર ટ્રીટમેન્ટ થોડી મોંઘી પડે છે.પણ આજે અમે તમારા માટે ખાસ ચાર વિટામિન્સની વાત લઈને આવ્યા છે કે જે તમને આ મોંઘી ટ્રીટમેન્ટ થી બચાવશે અને સ્ટ્રેચ માર્ક માં ફરક પણ આવશે.

વિટામિન ઈ

image source

ત્વચાની સ્વસ્થતા માટે વિટામિન ઇ અતિ મહત્વનું હોવાથી તેને બ્યુટી વિટામિન પણ કહેવામાં આવે છે.

વિટામિન ઈ ત્વચા ઉપર ચમક લાવે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે એટલું જ નહીં ડેમેજ થયેલા સ્કીન સેલ રીપેર કરી અને સ્ટ્રેચ માર્કને દૂર કરવામાં પણ વિટામિન ઈ અતિ ઉપયોગી સાબિત થયું છે.સ્કીન ને અનુરૂપ કોઈપણ વિટામિન ઈ યુક્ત body lotion નો ઉપયોગ કરી શકાય છે.

image source

રાતના સૂતી વખતે પણ બોડી લોશનની સાથે વિટામિન ઈ કેપ્સુલ મિક્સ કરીને સ્ટ્રેચમાર્ક પર લગાવવાથી પણ ઝડપથી સ્ટ્રેચમાર્કમાં ફાયદો થાય છે.સાથે-સાથે આહારમાં એવાકાડો ,બદામ ,પાલક અને સરસવની ભાજીનો પણ ઉપયોગ કરવાથી ત્વચા આંતરિક અને બાહ્ય બંને રીતે બને છે.

વિટામિન કે

image source

સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવામાં વિટામીન કે પણ ઉપયોગી છે.ફણગાવેલા કઠોળ, કોબીજ અને સ્પ્રિંગ ઓનીયન જેવા ખાદ્ય પદાર્થોમાંથી વિટામિન કે સારી માત્રામાં ઉપલબ્ધ થઈ શકે છે વિટામિન કે સ્ટ્રેચ માર્કની સાથે-સાથે ડાર્ક સર્કલને દૂર કરવામાં પણ મદદરૂપ છે.

વિટામીન સી

image source

વિટામિન c અને ઍન્ટિ-ઑક્સિડન્ટ ગણાય છે અને હીલિંગ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે.સ્ટ્રેચમાર્કસથી છુટકારો મેળવવા માટે પણ વિટામીન-સી ફાયદાકારક છે .વિટામીન સી સ્કિનમાં કોલેજન પ્રોડક્શન વધારે છે.

image source

એટલું જ નહીં અને ત્વચાને ચમકતી અને ડાઘ વગરની સ્વચ્છ અને સ્વસ્થ રાખે છે. ખાટા ફળો જેવા કે આમળા, સંતરા ,દ્રાક્ષ તેમજ લીંબૂ અને કેપ્સીકમ માંથી વિટામીન સી ઉપલબ્ધ છે.

વિટામીન એ

image source

રોજિંદા આહારમાં વિટામિન-એ નો સમાવેશ કરવા આવશ્યક છે વિટામિન એથી ત્વચા ની ચમક જળવાઈ રહે છે. ત્વચાના ડાઘ રહીત તેમજ યુવાન દેખાય છે.

ગાજર ,એપ્રિકોટ અને પપૈયા જેવા શાકભાજી અને ફળોમાં કેરોટિનના રૂપમાં વિટામિન એ રહેલું છે.માછલીમાંથી પણ વિપુલ માત્રામાં વિટામિન એ મળે છે.

image source

આ 4 પ્રકારના વિટામિનનો રોજિંદા આહારમાં ભરપૂર ઉપયોગ કરવાથી ત્વચા સ્વસ્થ રહેશે અને સ્ટ્રેચ માર્કથી પણ છુટકારો મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

 

– તમારો જેંતીલાલ