આ એક્યુપ્રેશર પોઇન્ટ દરેક લોકો માટે છે એકદમ બેસ્ટ, જાણો તમે પણ

હૃદયને સ્વસ્થ રાખી શકીએ એવા એક્યુપ્રેશર પોઇન્ટ તેમજ તે અંગે જરૂરી જાણકારી.

આપણે ઘણી વખત શરીરમાં અમુક પોઇન્ટ વિશે સાંભળ્યું છે.શરીરની ઘણી બધી બીમારીઓનો ઈલાજ છે જે એક્યુપ્રેશર પોઈન્ટ દબાવવાથી થઈ શકે છે એ વિશે પણ આપણે માહિતગાર છીએ.

પરંતુ એ માટેની પૂરેપૂરી જાણકારી અને આ પોઈન્ટ્સ ઉપર પ્રેશર આપતી વખતે રાખવી પડતી જરૂરી સાવધાનીઓ વિશે જાણવું પણ એટલું જ આવશ્યક છે.હૃદયને સ્વસ્થ રાખી શકીએ એવા એક્યુપ્રેશર પોઇન્ટ તેમજ તે અંગે જરૂરી જાણકારી.

image source

આપણે ઘણી વખત શરીરમાં અમુક પોઇન્ટ વિશે સાંભળ્યું છે.શરીરની ઘણી બધી બીમારીઓનો ઈલાજ છે એક્યુપ્રેશર પોઈન્ટ દબાવવાથી થઈ શકે છે એ વિશે પણ આપણે માહિતગાર છીએ.પરંતુ એ માટેની પૂરેપૂરી જાણકારી અને આ પોઈન્ટ્સ ઉપર પ્રેશર આપતી વખતે રાખવી પડતી જરૂરી સાવધાનીઓ વિશે જાણવું પણ એટલું જ આવશ્યક છે.

એક્યુપ્રેશર એક એવી ટેકનિક છે જેની મદદથી બ્લડપ્રેશરથી માંડીને મેદસ્વિતા સુધીની સમસ્યાઓનું નિવારણ થઇ શકે છે, અથવા તો તેમાં રાહત મેળવી શકાય છે.

image source

પરંતુ આપણા શરીરમાં ૨૪ કલાક સતત કામ કરતું આપણું હૃદય શરીરનું સૌથી મહત્વનું અંગ છે.હૃદયના મસલ સતત કાર્યરત રહે છે.

પૃથ્વી ઉપર જન્મ લઈએ છીએ ત્યારે પહેલા શ્વાસથી માંડીને પૃથ્વી ઉપરથી વિદાય લેતી વખતના છેલ્લા શ્વાસ સુધી આપણું સમગ્ર જીવન આપણા હૃદયને આધીન રહે છે.

image source

હૃદય ચાલે છે ત્યાં સુધી આપણે ચાલિએ છીએ, જે ઘડીએ રદય બંધ થાય છે તે ઘડીએ આપણે પણ મૃત્યુ પામીએ છીએ.

આમ જોવા જઈએ તો ભારતને ડાયાબિટીસની રાજધાની કહેવામાં આવે છે પરંતુ દેશમાં હૃદયરોગની સમસ્યા થી થતા મૃત્યુનો દર ૧૮ ટકા જેટલો છે.હૃદય ની સાર સંભાળ રાખવી બહુ જ જરૂરી છે.

એક્યુપ્રેશર ના કેટલાક એવા ત્રણ સરળ પોઈન્ટની જાણકારી મેળવીએ જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.પરંતુ એક્યુપ્રેશર ની સારવાર તેના નિષ્ણાતની દેખરેખ હેઠળ કરવી વધુ હિતાવહ છે.

image source

જોકે એક્યુપ્રેશર નિષ્ણાત મહેશ જયરામન હૃદયની સારવાર સાથે સાથે પોષણયુક્ત આહાર ને પણ એટલું જ મહત્વ આપે છે.

લીલા શાકભાજી ,ફળ અને સારી ફેટ ધરાવતા તત્વો જેવા કે માખણ અને ઘી ખોરાકમાં લેવા જોઈએ. સાથે સાથે કસરતનું પણ એટલું જ મહત્વ દર્શાવતા જયરામ જણાવે છે કે અઠવાડિયામાં પાંચ દિવસ 45 મિનિટ સુધી ચાલવાથી હૃદયરોગના હુમલાની શક્યતાઓ ઘટી જાય છે.

image source

હૃદયને સ્વસ્થ રાખવા અંગે થયેલા અભ્યાસમાં એક્યુપંચર મદદરૂપ હોવાનું સાબિત થયું છે.પણ મોટા ભાગના લોકો એક્યુપંચર નિષ્ણાતની સલાહ લેતા નથી .એક્યુપંચર વિશે એટલે જાગૃતિ પણ હજી લોકોમાં આવી નથી પરંતુ પૂરી જાણકારી વગર એક્યુપંક્ચર માં જાતે પોતાના પર કરેલો ઉપયોગ હાનિકારક નીવડે છે.

એક્યુપ્રેશર અને એક્યુપંક્ચર ના નિયમ તેમજ સિદ્ધાંત

image source

એક્યુપ્રેશર નિયમો અને સિદ્ધાંતો પર આધારિત પદ્ધતિ છે જે એક્યુપંચર ને સમાંતર પદ્ધતિ છે.

એક્યુપ્રેશર અને એક્યુપંચર બંને ઉર્જા meredian સિદ્ધાંત પર કામ કરે છે.

image source

એક્યુપ્રેશર નિષ્ણાત મહેશ જયરામન જણાવે છે કે તેમણે એક્યુપ્રેશર દ્વારા દરેક પ્રકારની બીમારીઓનો ઈલાજ કર્યો છે અને એક્યુપ્રેશર ના તમામ પ્રકારો જેમાં ચીન ,દક્ષિણ ભારત અને રિફલેકસોલોજીનો સમાવેશ થાય છે તેનો ઉપયોગ પણ તેઓ સારવાર માટે કરી જાણે છે.

હૃદયને સ્વસ્થ રાખવા માટે કેવી રીતે એક્યુપ્રેશરનો ઉપયોગ કરી શકાય ?

એક્યુપ્રેશર નિષ્ણાત મહેશ જયરામને કરેલા માર્ગદર્શન મુજબ હૃદયને સ્વસ્થ રાખવા માટે રોજ એક્યુપ્રેશર 3 સરળ પોઈન્ટ ઉપર ધ્યાન આપવું.

એક્યુપ્રેશર પોઈન્ટ ૧

એક્યુપ્રેશર પોઇન્ટ નંબર એક રિફલેકસોલોજી પોઇન્ટ છે.

image source

જે ડાબા હાથની હથેળીમાં હોય છે.ડાબા હાથની સૌથી નાની આંગળી એટલે કે અનામિકા અને ત્રીજી આંગળી ની વચ્ચે બરાબર નીચે જતી હસ્તરેખા ઉપર આવેલા પોઇન્ટને પકડીને બીજા હાથના અંગૂઠાની મદદથી 30 સેકન્ડ અથવા એક મિનિટ સુધી પ્રેશર આપી દબાવી રાખો.

આ પોઇન્ટ હૃદયના પંપ માટે મસાજ નું કામ કરે છે.દિવસમાં બેથી ત્રણ વાર એક્યુપ્રેશર કરી શકાય છે.

image source

એકયુપ્રેશર પોઈન્ટ 2

એક્યુપ્રેશર પોઇન્ટ બે ચાઈનીઝ એક્યુપંચર પદ્ધતિમાંથી આવ્યો છે.

image source

આ હાર્ટ meredian સિદ્ધાંત પર કામ કરે છે અને તેને શોધવો બહુ જ સરળ છે.હથેળીની નીચે આવેલી કલાઈ પર જ્યાં સામાન્ય રીતે રાખડી અને ઘડિયાળ બાંધવામાં આવે છે ત્યાં આવેલું ગોળ હાડકું એકયુપ્રેસર નો બીજો પોઇન્ટ છે.તેને અંગૂઠાની મદદથી પકડીને અંદરની તરફ દબાવવો.

આ પોઇન્ટને ચાઈનીઝ એક્યુપંચર માં શેન મેન એટલે કે spirit ગેટ કહેવામાં આવે છે.

image source

આ પોઈન્ટ્ને અંગૂઠાથી અંદરની તરફ દબાવી અને હળવાશપૂર્વક ગોળ ગોળ ગુમાવવો. આ કિ્યા દિવસમાં બે ત્રણવાર કરી શકાય છે .તેની સમય મર્યાદા પણ ત્રીસ સેકંડથી એક મિનિટ સુધી છે.

એક્યુપ્રેશર પોઇન્ટ ત્રણ

એક્યુપ્રેશર પોઇન્ટ ત્રણ નું મૂળ ઉદભવસ્થાન પ્રાચીન દક્ષિણ ભારતીય કલા છે.

image source

આ પોઇન્ટ માટેનો યશ કોઇમતુરના વર્મમ માસ્ટર ડોક્ટર એન શન્મુગોમને ફાળે જાય છે.ગળા પર આવેલી ગ્રંથીથી બરાબર નીચે આવેલા આ પોઇન્ટ પર અંગૂઠાના ટેરવાથી દબાણ આપવું અને બાકીની આંગળીઓને સ્વાભાવિક રૂપથી છાતી ઉપર રાખવી.

અંગૂઠા સાથે આંગળીઓથી પણ હળવે હાથે છાતી પર દબાવવું.
ડોક્ટર મહેશ પણ રોજ સવારે સ્નાન કર્યા પરવારીને પોતાના હૃદયને મજબૂત રાખવા માટે એક્યુપ્રેશર ના આ ત્રણ પોઇન્ટ ઉપર ઉપચાર કરે છે.

image source

વર્મમ ચિકિત્સા અનુસાર શરીરના વિભિન્ન અંગોને મહિનાના અલગ અલગ દિવસો દરમિયાન બ્રહ્માંડના જુદા જુદા તારા અને નક્ષત્રો દ્વારા ઊર્જા પ્રાપ્ત થાય છે.રેવતી નક્ષત્ર દરમિયાન હૃદયને પુનર્જીવીત કરવા માટે વિશેષ ઉર્જા મળે છે.જે દિવસે રેવતી નક્ષત્ર હોય એ દિવસે જો એક્યુપ્રેશરના આ ત્રણ પોઇન્ટ ઉપર કામ કરવામાં આવે તો શરીરની ઊર્જા સક્રિય થાય છે.

image source

ડોક્ટર મહેશ જણાવે છે કે જેનું હૃદય યોગ્ય કામ ન કરતું હોય તેને હ્રદયબિંદુ પર પેસમેકર મૂકવામાં આવે છે.પેસમેકર નું સ્થાન એવું સ્થાન છે કે જે નવા સર્જનને જગ્યા આપે છે.

ડોક્ટર જણાવે છે કે પૌરાણિક ઋષિમુનિઓ કદાચ આ બિંદુ અને હૃદય ફંકશન વચ્ચેના એક વિશેષ સંબંધથી માહિતગાર હતા.થ્રી ઇડિયટ ફિલ્મ ના આમિર ખાનની લોકપ્રિય ટેગલાઇન યાદ આપતા ડોક્ટર મહેશ કહે છે કે આ બિંદુઓ પર ટેપ કરીને ઓલ ઈઝ વેલ એવું પોતાની જ જાત ને કહેવું.

નીચે દર્શાવેલા વીડિયોને જોવાથી આ અંગેની વિશેષ સમજણ પ્રાપ્ત થશે.

ખાસ ધ્યાન રાખવું કે ડોક્ટરની સલાહ અને માર્ગદર્શન વગર આડેધડ કરવામાં આવેલો એક્યુપ્રેશર નુકસાનકારક પણ હોય છે.એક્યુપ્રેશર શક્તિશાળી સ્ત્રોત છે પરંતુ તેના વિશે નું અજ્ઞાન દુષ્પ્રભાવ પણ ઉત્પન્ન કરી શકે છે

એક્યુપ્રેશર કરતી વખતે કેટલીક ધ્યાનમાં રાખવા જેવી વાતો.

image source

જરૂરિયાતથી વધારે અણઆવડત ભર્યો ઉપયોગ નુકસાનકારક છે.

ડોક્ટર મહેશ તેમના અનુભવને યાદ કરતા જણાવે છે કે હૃદયરોગની ફેમિલી હિસ્ટ્રી ધરાવનારે એક દર્દીએ તેના હૃદય બિંદુઓ ને પાંચ મિનિટ સુધી એટલું જોરથી દબાવી રાખ્યું કેસે નો આખો હાથ લાલ થઈ ગયો અને ત્રણથી ચાર દિવસ સુધી તેણે એક્યુપ્રેશરનો ઉપચાર બંધ કરવો પડ્યો.

image source

એક્યુપ્રેશરનો પરફેક્ટ પોઇન્ટ પકડતા ન આવડે તો પણ તેની આડઅસર ઉત્પન્ન થાય છે.

જમ્યા પછી એક્યુપ્રેશર હિતાવહ નથી.

પ્રાચીન ગ્રંથોમાં દર્શાવ્યા અનુસાર એક્યુપ્રેશર ની ઉર્જા શિરોબિંદુ ના માધ્યમથી કામ કરે છે.પરંતુ આધુનિક અભ્યાસ દર્શાવે છે કે જ્યારે એક્યુપ્રેશરના પોઇન્ટ ઉત્તેજિત થાય છે ત્યારે લોહીનું પરિભ્રમણ પણ ઝડપી થાય છે અને એક્યુપ્રેશર બિંદુની ઊર્જા વધે છે.

image source

ખોરાક ખાધા બાદ તેને પચાવવા માટે પેટ લોહીનો પણ ઉપયોગ કરે છે.એ સમયે હૃદય માટેના એક્યુપ્રેશર બિંદુથી લોહીને દૂર કરવું એ બુદ્ધિપૂર્વક નો વિચાર નથી

તેનાથી અપચો અને બેચેની થઇ શકે છે.માટે ભોજનના સમય અને એક્યુપ્રેશરના સમયની વચ્ચે દોઢથી બે કલાકનો સમય ગાળો રાખવો હિતાવહ છે.

image source

બાળકનું વૃદ્ધો અને ગર્ભવતી સ્ત્રીઓ માટે એક્યુપ્રેશર હિતાવહ નથી.આ પણ એક સ્પષ્ટ ચેતવણી છે..જેની પર ગંભીરતા પૂર્વક અમલ કરવો પણ જરૂરી છેએક્યુપ્રેશર કરતી વખતે આવી નાની-નાની પણ મહત્વની વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો એક્યુપ્રેશરની આડઅસર ઉત્પન્ન થાય છે જે ગંભીર સમસ્યાઓ માં પરિવર્તિત થઇ શકે છે.

પરંતુ સમજદારીપૂર્વક એક્યુપ્રેશરનો ઉપયોગ કરવાથી ઊર્જા પ્રાપ્ત થાય છે અને સ્વસ્થ જીવનને આમંત્રિત કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

 

– તમારો જેંતીલાલ