જો પ્રેમ કરતા પહેલા અને પછી નહિં રાખો આ ધ્યાન, તો થશે…

પ્રેમના વિવિધ પડાવો ! તમે હાલ કયા પડાવ પર છો ?

image source

જો તમે પ્રેમના આ પડાવો ઓળંગી લીધા છે ? તો તમે એક લાંબુ-સુખી સહજીવન ભોગવશો

જીવનમાં સારા સ્વાસ્થ્ય સારા જીવન સ્તર એટલે કે સંપત્તિનું ઘણું મહત્ત્વ છે અને હોવું જ જોઈએ પણ જો તેમાં પ્રેમનું અમૃત ન હોય તો જીવન નિરસ, નિરર્થક, ઉદાસ બની જાય છે.

image source

તમે જીવનમાં જ્યારે સૌથી ઉદાસ ક્ષણમાંથી પસાર થતાં હોવ અને તે વખતે તમને કોઈ સોનાની ગીફ્ટ આપે અને તેની જગ્યાએ તમને કોઈ પ્રેમભર્યો સહારો આપે તો તમને શું પસંદ આવે ? ચોક્કસ તમે પ્રેમને જ અવસર આપો. આમ પ્રેમનું જીવનમાં એક અલગ અને ઉંચેરુ સ્થાન છે.

image source

જીવનમાં દરેક વ્યક્તિને પ્રેમ થાય જ છે તે પછી લગ્ન પહેલાંનો પ્રેમ હોય કે લગ્ન પછીનો પ્રેમ હોય અને તે પ્રેમમાં પણ તમારે વિવિધ પડાવો પરથી પસાર થવું પડે છે જેમાં કોઈ રોમાંચક હોય તો કોઈ ઉદાસીનો પણ હોઈ શકે તો કોઈ ઉંડા મનન-ચિંતનનો પણ હોઈ શકે.

સમય પસાર થાય એટલે તમારા સંબંધોને પણ તેની અસર થતી રહે છે. તો ચાલો જાણીએ પ્રેમના આ પડાવો વિષે.

સૌથી પહેલો પડાવ છે આકર્ષણનો

image source

પ્રેમ થાય તે પહેલાં તો આપણું મન તે વ્યક્તિ પ્રત્યે આકર્ષાય છે, તેની કોઈ બાબત આપણને તરત જ ગમી જાય છે પછી તેનો ચહેરો હોય તેની આંખો હોય તેની સ્માઇલ પણ હોઈ શકે છે.

ઘણા લોકોને પ્રથમ નજરે જ પ્રેમ થઈ જતો હોય છે. તો વળી કેટલાક લોકો વચ્ચે મૈત્રિ સંબંધ તો હોય છે પણ તેને પ્રેમમાં પરિણમતા વાર લાગતી હોય છે.

image source

આકર્ષણના ફેઝમાં બન્ને વ્યક્તિ વચ્ચે પ્રેમ ઓછો અને આકર્ષણ વધારે હોય છે. તેમને એકબીજાનો સંગાથ ગમવા લાગે છે. અને અહીંથી જ એકબીજા માટેના પ્રેમની શરૂઆત થાય છે.

અને ઘણી વાર આ આકર્ષણ ક્યારે પ્રેમમાં બદલાઈ જાય છે તેની પણ તેમને નથી ખબર રહેતી. માટે જ કહેવામાં આવ્યું છે “પ્રેમ કરવામાં નથી આવતો પણ થઈ જાય છે !” બસ આ સ્ટેજમાં પણ આવું જ થાય છે.

image source

બીજો પડાવ છે – હનીમૂન ફેઝ (પ્રેમાન્ધ અવસ્થા)

આ પડાવમાં તમને તમારા પ્રેમી કે પ્રેમિકા સિવાય બીજું કશું જ નથી દેખાતું. તમારી આંખો પર પ્રેમના ચશ્મા લાગી જાય છે કહી શકાય કે તમે પ્રેમાન્ધ બની જાઓ છો.

image source

આ પડાવમાં પ્રવેશતાં જ તમારી ઇચ્છાઓ જાગૃત થવા લાગે છે. તમને એકબીજાનું શારીરિક આકર્ષણ પણ થવા લાગે છે.

ત્રીજો પડાવ છે – લાગણીથી ભરપૂર

image source

આ પડવા પ્રેમ સંબંધ માટે અત્યંત મહત્ત્વનો પડાવ હોય છે. અહીં તમારું આકર્ષણ ઓંસરી જાય છે અને તમે તે વ્યક્તિથી આકર્ષણથી નહીં પણ લાગણીથી જોડાવા લાગો છો. જે ગુણના આકર્ષણથી તમે આકર્ષાયા હોવ છો તે તમારા માટે ગૌણ બની જાય છે અને તેનો તમારા માટેનો પ્રેમ તમારા માટે મહત્ત્વનો બની જાય છે.

આ પડાવ પર આવી તમે એકબીજાના ભવિષ્યની યોજનાઓ ઘડવા લાગો છો. લગ્ન કરવાના એકબીજાને વાયદા આપો છો. અથવા તો જો બધું જ સીધુંસરળ પાર પડે તો તમે લગ્ન પણ કરી લો છો.

image source

અથવા તો એંગેજમેન્ટ કરી લો છો. ટુંકમાં આ પડાવ પર પોહંચીને તમે તમારા સંબંધ પ્રત્યે ગંભીર બનો છો અને તેને આગળ લઈ જવા દીલથી સજાગ રીતે પ્રયાસ કરો છો.

ચોથો પડાવ – પરિપક્વતાનો પડાવ

લાગણીનો પડાવ પુર્ણ કરી તમે આ સ્ટેજ પર પહોંચો છો. આ સ્ટેજમાં પહોંચતાં જ તમે વાસ્તવિકમાં જીવવા લાગો છો. આ સ્થિતિને મેક અથવા બ્રેક સ્થિતિ પણ કહી શકો છો. આ પડાવ પર તમે એકબીજા પ્રત્યે કેટલા સમર્પિત છો તેના સંતોષ અસંતોષનું મુલ્યાંકન કરો છો.

image source

જો તમારા સંબંધમાં કોઈ મનદુઃખ થયું હોય તો તેને સમજવાનો અને તેને દૂર કરવાનો પ્રયાસ કરો છો. જો એકબીજાના ગુણ-અવગુણ સમજ્યા બાદ અને એકબીજાને અંતરથી સમજ્યા બાદ તમે આ સંબંધમાં આગળ વધી જાઓ તો તમે એક ઉત્તમ કપલ સાબિત થઈ શકો છો.

પાંચમો પડાવ – વિશ્વાસનો પડાવ

image source

પ્રેમ સંબંધ એટલે માત્ર પ્રેમની શરૂઆતથી પ્રેમની મુગ્ધાવસ્થાનો જ સબંધ નહીં.

પ્રેમ સંબંધ એટલે આજીવન ચાલતો પ્રેમ સંબંધ, જીવનની એક સાથે કરવામાં આવતી ઉજવણીનો સંબંધ.

image source

આ સંબંધમાં તમે એકબીજાસાથે ગમે તેટલું ઝઘડ્યા હોવ તો પણ તમને એકબીજા પર સંપુર્ણ ભરોસો હોય છે. આ પડાવ પાસ કર્યા બાદ તમે એકબીજાથી દૂર રહ્યા છતાં પણ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં રહી શકો છો કારણ કે તમારા વચ્ચેનો વિશ્વાસ જ તમારા પ્રેમનો આધાર બને છે.

તમે એકબીજા વિષે એટલું બધું જાણતા હોવ છો કે તમારામાં તે વ્યક્તિને જાણવાનું કોઈ કુતુહલ નથી રહેતું. આ સ્ટેજ પહોંચો ત્યા સુધીમાં બની શકે કે તમે તમારા બાળકોના માતાપિતા બની ગયા હોવ. અને કેટલોક મુશ્કેલીનો સમય પણ પસાર કરી લીધો હોય.

image source

અને તેમ છતાં બધું જ ખુબ સરળ ચાલી રહ્યું હોય. હવે તમને જીવનની કોઈ જ મુશ્કેલી અલગ કરી શકે નહીં. અને તમારી જોડી એક આદર્શ જોડી બની જાય છે. તમારા બાળકો તમારી વચ્ચેના પ્રેમને અનુસરી પોતાના સંબંધ માટે પણ તમારામાંથી દાખલો લેતા થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ