આ ફ્રુટ ખાવાથી સ્કિન થાય છે સુંવાળી અને આવે છે કુદરતી નિખાર, ખાઓ તમે પણ

દરેક છોકરી ઈચ્છે છે કે તેનો ચેહરો હિરોઈનો જેવો ચમકે. એટલા માટે તે મોંઘાથી મોંઘા પ્રોડક્ટને ઉપયોગ કરવાથી પણ નથી ચૂકતી.

image source

જો કે શું આપ જાણો છો કે હિરોઈનો પોતાની ત્વચાને જવાન અને દમકતી હોય તેવી દેખાડવા માટે ફક્ત કેમિકલવાળા પ્રોડક્ટનો ઉપયોગ નથી કરતી પરંતુ પ્રાકૃતિક વસ્તુઓનો પણ પ્રયોગ કરે છે.

આવું જ એક ફળ છે સ્ટ્રોબેરી. જેનો ઉપયોગ કરવાથી ચહેરો નીખરી જાય છે અને ગોરી રંગતની સાથે જ જવાન ત્વચા પણ મળે છે. ચાલો જાણીએ સ્ટ્રૉબેરીના ઉપયોગ કરવાની રીત વિષે.

image source

પોષકતત્વોથી ભરપૂર સ્ટ્રૉબેરીને હિરોઈનો પોતાની ત્વચાને ચમકાવવા માટે કરે છે. સ્ટ્રૉબેરીની મદદથી ત્વચાના દાગ-ધબ્બા સરળતાથી દૂર થઈ જાય છે. સ્ટ્રૉબેરીમાં રહેલ એંટીઓક્સિડેંટ, એંસ્ટ્રીજેંટ અને એંટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ઉમર વધવાની પ્રક્રિયાને ધીમી કરી ડે છે.

image source

સ્ટ્રૉબેરીનો ઉપયોગ કરવા માટે તેનો ફેસપેક બનાવીને ચેહરા પર લગાવો. એક બાઉલમાં એક નાનું પાકા કેળાં અને સ્ટ્રૉબેરીને પીસીને ભેળવી લો અને એમાં પા કપ ખાટી ક્રીમ અને એક ટી. સ્પૂન મધ ભેળવો. આને પોતાના ચેહરા પર લગાવી લો. પછી હુંફાળા પાણીથી ધોતાં પહેલા ૧૫ મિનિટ સુધી ચેહરા પર લાગેલું રહેવા દો. ચેહરા પર પાર્લર જેવો ગ્લો લાવવા માટે આ ખૂબ જ સારો વિકલ્પ છે.

image source

સ્ટ્રોબેરી અને ક્રીમથી બનેલ માસ્ક એકને અને ત્વચાથી જોડાયેલી કેટલીક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ માસ્કને બનાવવા માટે આપે થોડી સ્ટ્રોબેરી લઈને તેમાં ફ્રેશ ક્રીમ અને એક મોટી ચમચી મધ લેવું. હવે આ બધી સામગ્રીને ભેળવી લો અને પોતાના આખા ચેહરા પર લગાવો અને ૧૦ મિનિટ માટે તેને એમ જ રહેવા દો. વધારે સારા પરિણામ માટે આ માસ્કનો ઉપયોગ રોજ કરવો.

image source

સ્ટ્રોબેરી અને ચોકોલેટ માસ્ક આપને મુલાયમ ત્વચા મેળવવા માટે મદદ કરે છે. એક વાટકીમાં સ્ટ્રોબેરી, કોકો પાવડરઅને મધની સાથે મેળવી લો. તેને સારી રીતે મિક્સ કરો અને પોતાના ચેહરા પર લગાવો. આ માસ્કને ૧૫ મિનિટ માટે એમ જ ચેહરા પર રહેવા દો અને તેને હુંફાળા પાણીથી ધોઈ લો.

આ કુદરતી રીતે ડેડ સ્કિનની લેયરને હટાવે છે. એંટી-બેક્ટેરિયલ ગુણથી યુક્ત મધ આપની સ્કિનને મુલાયમ બનાવે છે અને સ્ટ્રોબેરી અને કોકો પાવડર આપની સ્કિનને ચમકાવવાનું કામ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ