જાણો ઊંઘ તમારી ત્વચાને કેવી રીતે રાખે છે સ્વસ્થ..

ત્વચાને સુંદર બનાવવા ઘસઘસાટ ઉંઘવાનું રાખોઃ જાણો ઉંઘ તમારી ત્વચાને કેવી રીતે સ્વસ્થ રાખી શકે છે.

જો તમે એવું માનતા હોવ કે માત્ર ત્વચાની સંભાળ લેવાથી જ તમારી ત્વચા સુંદર અને સ્વસ્થ રહેશે તો તે વાત ભૂલી જાઓ. કારણ કે સારી ત્વચા માટે ઉંઘ ઘણી મહત્ત્વની છે. એવું નથી કે તમારે તમારી ત્વચાની સંભાળ ન લઈને માત્ર ઉંઘવા પર જ ધ્યાન આપવું જોઈએ પણ તમારી ત્વચા સંભાળની સાથેસાથે તમારે ઉંઘને પણ મહત્ત્વ આપવું જોઈએ.

image source

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઓછી ઉંઘથી તમારી ત્વચાના મોઇશ્ચર તેમજ તેના પીએચ લેવલ પર અસર થાય છે, તે તમારી ત્વચાને શુષ્ક અને ડીહાઇડ્રેટ કરે છે. હવે તમને એ જણાવી દઈ કે ત્વચા ડીહાઇડ્રેટ થવાથી તેની બે અસરો થઈ શકે છે. એક તો એ કે ત્વચાની એજ થવાની પ્રક્રિયા ઝડપી બની જાય છે, બીજી અસર એ થાય છે કે જો તમને ખીલ, સોજા વિગેરેની સમસ્યા રહેતી હોય તો તે સ્થિતિ ખરાબ થાય છે.

image source

ત્વચાના સ્વાસ્થ્ય અને ઉંઘની ગુણવત્તા વચ્ચે અલગ પ્રકારનો સંબંધ છે, તાજેતરમાં થયેલા એક અભ્યાસ પ્રમાણે,ઓછી અને ખાસ કરીને ઓછી ગુણવત્તાવાળી ઉંઘ તમારા શરીરમાં સ્ટ્રોસ હોર્મોન્સ જેવા કે કોર્ટીસોલને વધારે છે જેની અસર સીધી જ તમારી ત્વચાની સ્થિતિ પર થાય છે.

ટુંકા ગાળામાં જ તમને તમારી અસ્વસ્થ ઉંઘની અસર ત્વચા પર દેખાવા લાગે છે જેમ કે ત્વચા શુષ્ક અને ડીહાઇડ્રેટ થઈ જવી. જેને તમે ત્વચાને એક્સફોલીએટ કરીને તેમજ યોગ્ય મોઇશ્ચરાઇઝર વાપરીને સુધારી શકો છો પણ અમુક અંશે. જો લાંબા ગાળા સુધી તમારી ઉંઘ સ્વસ્થ ન બને તો તેની અસર ત્વચા પર ઉંડી થાય છે.

image source

મોટા ભાગના વયસ્ક લોકો માટે દીવસની સાડા છ કલાકથી સાત કલાકની ઉંઘ જરૂરી છે. જેમ જેમ તમે મોટા થતા જાઓ તેમ તેમ તમારી ઉંઘ હળવી બનતી જાય છે, પણ ઓછામાં ઓછી સાડા છ કલાકની ઉંઘ તો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. પણ તેની ગુણવત્તા પણ તેટલી જ મહત્ત્વ.

ચમકતી ત્વચા

image source

જ્યારે તમે ઘસઘસાટ સુતા હોવ છો ત્યારે તમારું શરીર લોહીનો પ્રવાહ વધારે છે અને તેના કારણે તમારી ત્વચા ચમકીલી બને છે.

નો ડાર્ક સર્કલઃ

તમારી આંખોની આસપાસના કાળા કુંડાળા પાછળ મોટે ભાગે ઓછી તેમજ અસ્વસ્થ ઉંઘ જવાબદાર હોય છે. જો તમે ગુણવત્તાવાળી લાંબી ઉંઘ લેશો તો તમારી આ સમસ્યા દૂર થઈ જશે.

સ્વસ્થ દેખાવઃ

image source

ઓછી ઉંઘ લેવાથી તમારા મોઢાના ખૂણા નમી જાય છે અને તેના કારણે તમે ઉદાસ ઉદાસ લાગો છો. પણ પુરતી અને સ્વસ્થ ઉંઘ લેવાથી આ સમસ્યા નથી થતી.

ગુણવત્તાસભર ઉંઘના લાભો

ત્વચા પર ઓછી કરચલીઓઃ

image source

જ્યારે તમે સુતા હોવ છો ત્યારે ત્વચા વધારે કોલેજન બનાવે છે, જેનાથી તમારી ત્વચા ઢીલી નથી પડતી. તે એક પ્રકારની રીપેર પ્રક્રિયા છે. વધારે કોલેજન એટલે વધારે તણાયેલી ત્વચા – ચુસ્ત ત્વચા.

સ્વસ્થ ઘેરા વાળઃ

image source

તમારી ખોપરીમાંના લોહીના પ્રવાહમાંથી તમારા વાળના ફોલીકલ્સ પોષણ તેમજે વિટામન્સ તેમજ મિનરલ્સ મેળવતા હોય છે. અને રાત્રીની ઉંઘ દરમાયન તમારા વાળ આ બધું પોષણ મેળવતા હોય છે.

ચોક્કસ તમારી ત્વચાને સ્વસ્થ રાખવામાં ઉંઘ મહત્ત્વનો ભાગ ભજવે છે પણ તે સૂર્યના કીરણથી લડી નથી શકતી કે ફ્રી રેડીકલ્સથી પણ નથી લડી શકતી માટે તેના માટે યોગ્ય પ્રોડક્ટનો પણ ઉપયોગ કરવો જોઈએ.

સ્વસ્થ ઉંઘ મેળવવા આ ઉપાય અજમાવો

image source

– ઉંઘતા પહેલાં ઓછામાં ઓછા એક કલાક પહેલાં ટીવી કે પછી મોબાઈલ વિગેરે બંધ કરી દેવું જોઈએ. તેની જગ્યાએ તમે કોઈ પુસ્તક વાંચી શકો છો, પુસ્તકમાં તમે હળવું પુસ્તક પસંદ કરી શકો છો.

– ઉંઘતા પહેલાં ક્યારેય ન જમવું. હંમેશા ઉંઘ અને જમવા વચ્ચે ઓછામાં ઓછું ત્રણ કલાકનું અંતર રાખવું.

– નિયમિત ઉંઘવા તેમજ ઉઠવાના સમયની એક આદત બનાવો. તેમ કરવાથી તમને થોડા દિવસમાં જ નક્કી કરેલા સમયે તમને ઉંઘ આવવા લાગશે અને ઉઠવાના સમયે તમે એલાર્મ વગર પણ ઉઠી શકશો.

image source

– ઉંઘતા પહેલાં અરધા કલાકે તમારા રૂમની લાઇટ ડીમ કરી દો. જેથી કરીને તમારા માટે ઉંઘનું એક વાતાવરણ બની જાય.

– આખા દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવો, પણ રાત્રે મોડા પાણી પીવાનું ટાળો.

– એક અંધાર્યા, ઠંડા અને શાંત રૂમમાં હુંફાળા બ્લેન્કેટ નીચે ઉંઘવાનું રાખો.

image source

– તમારી પથારી પર સ્વચ્છ કોટનની ચાદર પાથરો તેને નિયમિત સ્વચ્છ કરો, જેથી કરીને તેમાં ધૂળ કે જંતુઓ ન ભરાય. ચાદર ધોતી વખતે તેમાં હળવો ડીટર્જન્ટ વાપરો જેથી કરીને તેમાંથી તીવ્ર સ્મેલ ન આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ