શું તમે ખાવો છો આ વસ્તુઓ ખાલી પેટે? તો આજથી જ કરી દો બંધ કારણકે..

પેટને લાગતી કોઈ પણ સામાન્ય એવી બીમારી પણ બહુ ગંભીર રૂપ લઈ શકે છે.

image source

પેટમાં બીમારી થાય તો માણસ સરખી રીતે ખાઈ પણ શકતો નથી એટલે ભૂખને કારણે એને કામ માં પણ મન નથી લાગતું આખો દિવસ બેચેની અનુભવાય છે પરંતુ ઘણી વાર આ સમસ્યાને કારણે એ વધુ બીમાર પણ થઈ શકે છે. પેટને લગતી બીમારીને કારણે કઈ સમજમાં પણ નથી આવતું ભૂખ્યા પેટ અને ભૂખ પૂરતી ના સંતોષાય એટલે માણસ ચિડિયો પણ બની જાય છે.

image source

આ સમસ્યા થવાનું કોઈ ચોક્કસ કારણ નથી હોતું પણ આનો સંપૂર્ણપણે આધાર વ્યક્તિની ખાણીપીણી અને એને ખરાબ જીવન શૈલી પર જ આધાર રાખે છે. જો તમે પણ આ ૫ વસ્તુ ભૂખ્યા પેટા ખાશો તો તમને પણ તમારી તંદુરસ્તી ખોઈ દેશો જેના પરિણામ સ્વરૂપે તમારે તમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

જાણો આ 7 વસ્તુઓ વિષે જે ભૂખ્યા પેટે તમને નુકશાન પહોંચાડી શકે છે.

૧ શક્કરીયાં

image source

શક્કરીયાં ખાવામાં બહુ મીઠા અને સારા લાગે છે. કુદરતી ગળપણ ધરાવતા એવા શક્કરીયાંમાં ટેનિન અને પેક્ટિન નામના તત્વો હોય છે જેના કારણે એને ભૂખ્યા પેટે ખાવાથી પેટમાં ગેસ અને એસિડિટી જેવી સમસ્યા પેદા થાય છે.

૨ કેળું અને દૂધ

image source

પહેલાથી જ એવું માનવામાં જ આવે છે કે જો વજન વધારવું હોય તો દૂધ અને કેળું દરરોજ ખાઓ પરંતુ કેળું અને દૂધ એ આયર્વેદિક દ્રષ્ટિ એ એક વિરુદ્ધ આહાર માનવમાં આવે છે. આ બને એક સાથે લેવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા ૨ ગણી વધી જાય છે જે ગેસ, એસિડિટી અને અપચાની સમસ્યા ઉદભવે છે.

૩ કાચું ટામેટું

image source

કાચું ટામેટું પૌષ્ટિક અને ગુણકારી માનવમાં આવે છે પણ જો એને ભૂખ્યા પેટે લેશો તો પેટમાં ગેસટ્રોઇનસ્ટાઇલ એસિડ બનશે જેના કારણે તમને પેટમાં દુખાવો અને છાતીમાં બળતરા જેવી સમસ્યા થઈ શકે છે. સવારે ખાલી પેટે ટામેટું ખાવાથી પથરીની સમસ્યા પણ થઈ શકે છે.

૪ દવા

image source

ખાલી પેટે દવા લેવાનું ઘણી વખત ડોક્ટરો દ્વારા કહેવામા આવે છે પરંતુ ક્યારેય પણ ખાલી પેટે દવા લેવી જોઇયે જ નહીં. ભૂખ્યા પેટે લેવાની દવા ઓછામાં ઓછું એક બિસ્કિટ ખાધા પછી જ લેવી જ જોઇયે નહિતર દવાની આડ અસર તમારા પર બહુ ખરાબ થઈ શકે છે. દવામાં રહેલા તત્વો અને આપડા શરીરના તત્વો ભેગા થઈને રસાયણિક પરકીય કરે છે જે કોઈ કોઈ વખત આડ અસર પણ કરે છે એટલે જ કોઈ પણ પ્રકારની દવા ડોક્ટરની સલાહ વગર લેવી જ નહીં જેથી સાચું નિદાન થઈ શકે અને આડઅસર થી બચી શકાય.

૫ આલ્કોહોલ

image source

સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કેભૂખ્યા પેટે આલ્કોહોહનું સેવન કરવાથી સારો નશો ચઢે છે પરંતુ હકીકતમાં એવું નથી ભૂખ્યા પેટે લીધેલા આલ્કોહોલની સીધી અસર આંતરડા પર પડે છે આંતરડા ધીરે ધીરે નબળા પડી જાય છે જેને કારણે અલ્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે જેને સીધી અસર લીવર પર પડે છે.

૬ ચટાકેદાર ભોજન

image source

ક્યારેય પણ ભૂખ્યા પેટે ચટાકેદાર ભોજન લેશો નહીં કારણ કે આ ભોજન તમને એસિડિટી અને ગેસની સમસ્યાનો શિકાર બનાવી શકે છે. આમાં રહેલા નેચરલ એસિડ હોય છે જે શરીરની પાચન ક્રિયા બગડી શકે છે.

૭ ચા કોફી

image source

ખાલી પેટે ચ્હા કોફીનું સેવન ખુબ જ ઘાતક માનવમાં આવે છે કારણ કે આમાં રહેલું કેફિન નામનું તત્વ તમારા એચએએલ બેહાલ કરી શકે છે. સવારે ભૂખ્યા પેટે સૌથી પહેલા એક ગ્લાસ પાણી પીવો પછી જ ચા કે કોફીનું સેવન કરો કારણ કે ચા કોફીમાં રહેલા ઉચ્ચ પ્રકારના એસિડિક તત્વો તમને પેટને લગતી સમસ્યાનો ભોગ બનાવી શકે છે.

એટલે જ કોઈ પણ પ્રકારના ખોરાકનું સેવન ભૂખ્યા પેટે કરતાં પહેલા ધ્યાન રાખવું અને સાથે જ એ પણ ધ્યાન રાખો કે એ ખોરાક કેટલો યોગ્ય અને તમારા શરીર માટે અનુકૂળ છે કે નહીં

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ