એવુ તો કેટરીનાએ શું કર્યુ કે, દિપીકાએ લગાવ્યો ચોરવાનો આરોપ…

દીપિકા પાદુકોણે કેટરીના કૈફ પર લગાવ્યો આઇડિયા ચોરવાનો આરોપ

image source

હાલ આખોએ દેશ કોરોના વાયરસને ફેલાતો અટકાવાના હેતુથી 21 દિવસના લોકડાઉન પર છે. અને તેના કારણે સમગ્ર દેશના ધંધા રોજગાર થંભી ગયા છે લોકો ઘરમાં પુરાવા મજબૂર બન્યા છે. જેમાંથી બોલીવૂડ સેલેબ્રીટી પણ બાકાત નથી. અને આ દરમિયાન સેલેબ્રીટી પોતાના ફેન્સને ચીયરઅપ કરવા વિવિધ વિડિયો સોશિયલ મિડિયા પર શેર કરી રહ્યા છે. કેટલાકે હાથ ધોવાની વિડિયો શેર કરી તો કેટલાકે વર્કાઉટની વિડિયો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

આ દરમિયાન ફેન્સને પોતાના માનિતા બોલીવૂડ સ્ટાર્સની એક અલગ ઝલક અને એક અલગ વ્યક્તિત્વ પણ જોવા મળી રહ્યું છે જે એક ઘણી હકારાત્મક બાબત છે. કોરોના વાયરસના કારણે સરકાર દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું કહેવામાં આવ્યું છે. અને તેના કારણે દેશના ઘણા બધા લોકોએ પોતાના ઘરે કામ કરવા આવતા લોકોને ઘરે રહેવાનું કહેવું પડ્યું છે જેથી કરીને વાયરસનો ચેપ વધારે લોકોમાં ન ફેલાય. અને તેના કારણે સેલેબ્રીટીએ પોતે પણ ઘરનું કામ જાતે કરવાનો વારો આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

આવું જ આપણી બોલીવૂડ સ્ટાર કેટરીના કૈફ સાથે બન્યું છે. તેણીએ બે દિવસ પહેલાં પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર વાસણ ધોવાની વિડિયો શેર કરી છે જેમાં વાસણને ઓછા પાણીમાં કેવી રીતે ધોવા તે તેણીએ દર્શાવ્યું છે. લોકોને તેની આ વિડિયો ખૂબ પસંદ આવી રહી છે.

પણ આ દરમિયાન દિપીકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટરીનાની વાસણ ધોતી વિડિયો શેર કરતાં એક કમેન્ટ કરી છે જેણે લોકોને ચકિત કરી મુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

વાસ્તવમાં કેટરીનાએ પોતાની વાસણ ધોતી વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ વિડિયોમા તેણી સિંકમાં કેટલુંક પાણી ભરી રાખે છે અને તેમાં વાસણ પલાળી રાખીને તેને સાફ કરતી જોવા મળી છે. ફેન્સની સાથે સાથે બોલીવૂડ સ્ટાર્સ પણ તેની આ વિડિયો પર કમેન્ટ કરી રહ્યા છે. અને દીપિકાએ પણ કમેન્ટ કરી છે.

image source

દીપિકાએ કેટરીનાના આ વિડિયો પર મસ્તીભરી કમેન્ટ કરી છે. તેણીએ કેટરીનાની વિડિયો શેર કરતાં લખ્યું છે કે ‘મને એ જણાવતા દુખ થઈ રહ્યું છે કે સિઝન 1નો 5મો એપિસોડ કેન્સલ થઈ ગયો છે, કારણ કે કેટરિના કૈફે મારો આઇડિયા ચોરી લીધો છે !’. જો કે તેના જવાબમાં કેટરીનાએ પણ કમેન્ટ કરી હતી તેણે લખ્યું હતું, ‘મને આ રાઇટ રુપાલી પાસેથી મળ્યો છે. સુરક્ષિત રહો અને હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું.’

તમને જણાવી દઈ કે જ્યારથી દીપીકા ક્વોરેન્ટાઇન થઈ છે ત્યારથી તેણી કેટલીક વિડિયોઝ તેમજ ફોટોઝ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી રહી છે. અને તેણે તેને સીઝન અને એપિસોડ્સનું નામ આપ્યું છે. તેણે આ સિરિઝમાં સફાઈ કરતાં, એક્સરસાઇઝ કરતાં, જ્યૂસ પીતા, હાથ ધોતા, પોતાની સંભાળ લેતી વિડિયોઝ તેમજ ફોટોઝ શેર કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

કેટરીના પણ લગભગ તેમ જ કરી રહી છે. કેટરીનાની પહેલી વિડિયો વાસણ ધોવાની હતી તો બીજી વિડિયોમાં તેણી પોતાના ઘરમાં કચરો વાળી રહી છે. અર્જુન કપૂરે કેટરીનાની આ વિડિયો જોઈ કેટરીનાને ‘કાંતાબેન 2.0’ કહી દીધું હતું અને માત્ર તેટલું જ નહીં પણ પોતાના ઘરે પણ કામ કરવા માટે તેણે કેટરીનાને આમંત્રણ આપ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ