યાદશક્તિમાં વધારો કરવા ના લેશો કોઇ દવા, બસ અપનાવો આ નુસ્ખા

શું હું આપને જાણું છું? કદાચ આપણે પહેલા મળ્યા છીએ? મોટાભાગે કેટલાક લોકોની સાથે આવું થાય છે.

હોય શકે છે કે આપની સાથે પણ આવું થયું હોય! એક હાથથી ફોન શોધી રહ્યા હોવ, જ્યારે એ ફોન આપના જ બીજા હાથમાં હોય છે. ચશ્મા માથા પર ફસાવી રાખ્યા હોય અને ઘણા સમય સુધી આપ શોધતા જ રહી જાવ છો.

તો આ બધી સામાન્ય વાત છે, પરંતુ જો આપ વાત વાત પર ભૂલી જવાની આદત છે તો આ વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે. એનો મતલબ થાય છે કે આપની યાદદાસ્ત નબળી પડી રહી છે. એવામાં આપના માટે જરૂરી થઈ જાય છે કે આપ આપની યાદદાસ્તની ક્ષમતા વિષે જાણો.

-કોઈપણ ઘટનાને દિમાગમાં સંચિત કરવી, સમય પર તેને યાદ રાખવી તેને યાદદાસ્ત કહેવાય છે.

image source

લિમ્બિકા સિસ્ટમ:

કોઈપણ વાતને રજીસ્ટર કરીને દિમાગ જે સ્થાન પર રાખે છે તે સ્થાનને લિમ્બિકા સિસ્ટમ કહે છે.

મેમરી બોડી:

કોઈ વાતને જરૂરિયાત પડે ત્યારે ફરીથી યાદ કરવાને મેમરી બોડી કહે છે.

યાદદાસ્ત(સ્મૃતિ)નો અર્થ છે:

-કોઈ વસ્તુ અને પૂર્વ અનુભવને યાદ રાખવા.

-મસ્તિષ્કમાં એકત્ર રાખવું.

-સ્મૃતિ એક માનસિક ક્રિયા હોય છે.

-સ્મૃતિનો મુખ્ય આધાર અર્જિત અનુભવ હોય છે.

image source

-સ્મૃતિનું પુન:ઉત્પાદન પરિસ્થિતિને અનુસાર થાય છે.

-તેના બે પક્ષ હોય છે.

૧. સકારાત્મક અને

૨. નકારાત્મક.

યાદદાસ્ત (સ્મૃતિ)તત્ત્વ:

સાંકેતિક- કોઈ વાતને સંકેતોના માધ્યમથી ગ્રહણ કરવા અને યાદ રાખવા.

image source

સંચયન:

તેને દિમાગમાં યાદ રાખવી.

પુનઃપ્રાપ્તિ:

સમય આવવા પર તેને સ્મરણમાં પાછા લાવવું.

સંવેદી સ્મૃતિ,

લઘુ અવધિ સ્મૃતિ અને

દીર્ધ સ્મૃતિ.

સંવેદી સ્મૃતિના પ્રકાર:

image source

પ્રતિમા સબંધી(iconic):

કોઈપણ વસ્તુ જોઈને દિમાગમાં રાખવી.

પ્રતિધ્વનિ સંબંધી(ehoic):

સાંભળીને દિમાગમાં યાદ રાખવું.

યાદદાસ્ત (સ્મૃતિ)ની પરિભાષાઓ:

સ્મૃતિના સંબંધમાં કેટલાક વૈજ્ઞાનિકોએ આપેલ પરિભાષાઓ નીચે જણાવવામાં આવી છે.

“જે વાત પહેલે થી જ કરી ચૂક્યા છે તેને સ્મરણ કરવાને સ્મૃતિ છે.”

વૂડવર્થ

image source

“પોતાના અનુભવને સંચિત રાખીને અને તેને પ્રાપ્ત કર્યાના કેટલાક સમય પછી ચેતનાને ક્ષેત્રમાં પુનઃ લાવવાની જે શક્તિ આપણી અંદર હોય છે. તેને સ્મૃતિ કહે છે.”

રાયબર્ન

“સ્મૃતિ એ ઘટનાનું તત્વજ્ઞાન છે, જેના વિષે આપણે કેટલાક સમય સુધી નથી વિચારતા, પણ જેના વિષે આપણને આ ચેતના છે, કે આપણે તેનો પહેલા વિચાર કે અનુભવ કરી ચૂક્યા છે.”

જેમ્સ

“સ્મૃતિ એક આદર્શ પુનરાવૃતિ છે”

સ્કાઉટ

“સ્મૃતિ થી આશય અતીતની ઘટનાઓની કલ્પના કરવી અને આ તથ્યને ઓળખી લેવું કે આ અતીતનો અનુભવ છે.”

મૈકડુગલ

image source

સંવેગી સ્તર સ્મૃતિ (મેમરી)

એમાં આપણે ઇન્દ્રિયોનો પ્રયોગ કરીને અતીતના અનુભવને ફરીથી યાદ કરી શકો છો. આપણે બંધ આંખો થી એ વસ્તુઓને અડીને, ચાખીને, સુંઘીને બતાવી શકીએ છીએ. જેને આપણે જાણતા હોઈએ છીએ.

અલ્પકાલ્પિક સ્મૃતિ (મેમરી):

આ પ્રકારની સ્મૃતિમાં આપણે કોઈપણ યાદ કરેલી વાતને તરત સાંભળવી દઈએ છીએ અને આપણે તે વાત તે જ સમયે યાદ રહે છે. પરંતુ કેટલાક સમય પછી આપણે એ વાતને ભૂલી જઈએ છીએ અને વધારે સમય સુધી એ વાત આપણને યાદ નથી રહેતી. આવી સ્મૃતિને આપણે અલ્પકાલ્પિક સ્મૃતિ કહે છે.

અલ્પકાલ્પિક સ્મૃતિ બાળકોની અપેક્ષાએ વ્યસકોમાં આ વધારે મળી આવે છે.

image source

-શોર્ટ ટર્મ મેમરીને વર્કિંગ મેમરી પણ કહે છે.

-એમાં દીર્ધકાલીન સ્મૃતિ અને સંવેદી સ્મૃતિને જોડવાની ક્ષમતા હોય છે.

– એમાં ૫ થી ૯ વાતોને યાદ રાખવાની ક્ષમતા હોય છે, મોટાભાગના લોકોને ૭ વાતોને યાદ રાખે છે.

દીર્ધકાલીન સ્મૃતિ(મેમરી)

-આ પ્રકારની સ્મૃતિમાં આવેલી વાતોને આપણે ક્યારેય ભૂલી શકતા નથી, તે આપણા દિમાગમાં સંચિત રહે છે. દીર્ધકાલીન સ્મૃતિને સ્મૃતિ પણ કહે છે.

તેના નીચે મુજબના ભાગ હોય છે.:

image source

-સાંપ્રયોગિક કે પ્રાસંગિક સ્મૃતિ (episodic),

-અર્થગત સ્મૃતિ

-ક્રિયાન્વયન સ્મૃતિ

યાદદાસ્ત(સ્મૃતિ) અને સ્મરણની પ્રક્રિયાને પુરા થવાના ચાર ચરણ હોય છે.

શીખવું(learning):

image source

સ્મૃતિનું પહેલું અંગ હોય છે શીખવું. પહેલા આપણે તે વસ્તુ શીખીએ છીએ જેને યાદ રાખવા ઈચ્છીએ છીએ.

ધારણ (retention ):

આ સ્મૃતિનું બીજું અંગ હોય છે. જે વાત શીખી છે તે વાતને મસ્તિષ્કમાં સંચિત કરવા અને યાદ રાખવા માટે એકત્ર કરવું.

પુનઃસ્મરણ(recall):

આ સ્મૃતિનું ત્રીજું અંગ હોય છે. એમાં શીખેલી વાતને અચેતન મન થી ચેતન મનમાં લાવવાની હોય છે.

ઓળખ(recoginition):

આ સ્મૃતિનું ચોથું અંગ છે. જે વાતો યાદ રાખી છે તેમાં યાદ આવવામાં કોઈ પ્રકારની ભૂલ ના થાય એ જ યાદદાસ્તનું ચોથું અંગ છે.

સારી યાદદાસ્ત માટે અભ્યાસ ખૂબ જરૂરી છે. એના માટે કેટલાક મહત્વપૂર્ણ ઉપાય કે નિયમ છે. જેની મદદથી સારી મેળવી શકાય છે. જે હવે આગળ જણાવીશું.

-પૂર્વજ્ઞાન પર આધારિત

-સ્મરણની વધારે તકો

-દોહરાવવું

-સંવેગાત્મક

-એકાગ્રતા

image source

-દ્રઢ નિશ્ચય

-સ્પષ્ટ જ્ઞાન

-પ્રોત્સાહન

-પહેલે થી સમજવું

-રુચિ ઉત્પન્ન કરવી

દિમાગના વ્યાયામ પણ જરૂરી છે.

– સારા સંગીતને પોતાનો સાથી બનાવો.

image source

-સારી બુક્સ વાંચવાની આદત પાડો.

-રોજીંદી જિંદગી માંથી ફરવાનો પણ સમય કાઢો.

– વધારેમાં વધારે પગપાળાની આદત પાડો.

-દોસ્તોની સાથે સકારાત્મક વિષયો પર વાતચીત કરો.

-દરરોજ ઓછામાં ઓછું ૨૦-૩૦ મિનિટ વોક જરૂરથી કરવી.

-પાણીનું પ્રમાણ સંતુલિત રાખો. ૭ થી ૮ ગ્લાસ પાણી પીવો.

-૭-૮ કલાકની ઊંઘ જરૂર લેવી.

image source

તેના પાંચ ચરણ છે.:

પૂર્વદર્શન(preview):

જે પણ આપણે કરી રહ્યા છીએ તેનું પૂર્વદર્શન કે પૂર્વ સ્મરણ કરી લેવું જોઈએ.

પ્રશ્ન(question):

પ્રશ્નોતર સ્તર પર કોઈપણ વાત આપણને વધારે સમય સુધી યાદ રહે છે.

વાંચવું(reading):

image source

વાંચવાની આદતથી પણ આપણી સ્મરણશક્તિ વધે છે.

આત્મ-પ્રપઠન(self-recitaion):

યાદ કરવાનો સૌથી સારો ઉપાય છે આત્મ-પ્રપઠન.

તપાસ(test):

image source

પોતાના કામની તપાસ અને તેના સ્મરણને પણ વધારે મદદગાર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ