ડબલ સિઝન હાલમાં છે શરૂ, જાણો કેવી રીતે રાખશો તમારા સ્વાસ્થ્યનુ ધ્યાન

શિયાળાની ઋતુની થઈ ચૂકી છે, પરંતુ આ બદલાતી ઋતુમાં આપનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

image source

ધીરે ધીરે આવતી આ શરદી-ખાંસી કે તાવના રૂપમાં ખતરનાક હુમલો કરે છે. આ ઋતુમાં સ્વાસ્થ્યનું વિષે ધ્યાન રાખવું જરૂરી છે. સારા સ્વાસ્થ્ય માટે આપે કેટલીક સાવધાનીઓ રાખવાની જરૂર છે..

૧. જેટલીવાર સંભવ હોય એટલી વાર પોતાના હાથ ધોવા જોઈએ જેથી કીટાણુઓ ઘૂસી શકે નહિ. આ કીટાણુ ઋતુની બિમારીઓને જન્મ આપીને તીવ્રતાથી ફેલાવે છે, તો હાથોથી જ વધારે ફેલાઈ છે.

૨. અત્યંત વધારે તણાવ લેવાથી બચવું, કેમકે આ આપના શરીરની બિમારિયો અને સંક્રમણ થી લડવાની છે તેમાં વિઘ્ન ઉત્પન્ન કરે છે.

image source

૩. રોજ લગભગ અડધો કલાક વ્યાયામ જરૂર કરો. એનાથી શરીરને રોગો થી લડવાની ક્ષમતા મજબૂત થાય છે અને શરીરમાં ગરમાવો બની રહે છે.

૪. જો ક્યારેય આપને શરદી, ખાંસી કે તાવથી પીડાવ છો તો વધારેમાં વધારે આરામ કરવાનો પ્રયત્ન કરો. આરામની સાથે જ અલગ અલગ પ્રકારના પદાર્થોનું સેવન વધારે થી વધારે કરો.

image source

૫. શરદી અને તાવ વાઇરસના કારણ થી થાય છે,એટલા માટે એમાં એન્ટીબાયોટિક દવાઓ મદદ કરી શકતી નથી. આ દરમિયાન જરૂરિયાતથી વધારે કસરત કરવી જોઈએ નહિ. સામાન્ય રીતે શરદી અને તાવ થતાં પહેલા ગળું ખરાબ થઈ જાય છે. એવામાં ચા, કોફી કે હુંફાળા પાણીમાં લીંબુ અને મધ ભેળવીને સેવન કરવાથી આરામ મળે છે.

૬. દર અડધા કલાકમાં મીઠું નાખીને હુંફાળા પાણીથી કોગળા કરવાથી દુખાવામાં અને બેચેનીથી રાહત મળે છે. આની સાથે જ ગળાની ખારાશ અને શરદીની અન્ય સમસ્યાઓમાં આરામ મળે છે.

ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ.:

image source

ઠંડા પાણીથી સ્નાન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે શક્ય હોય તો આપે બારેમાસ ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીરમાં ઉર્જા વધે છે, ઉપરાંત શરીરમાં લોહીના પરિભ્રમણમાં સુધારો થાય છે. લોહીનું પરિભ્રમણ સુધરવાથી શરીરનો દુખાવો, માઇગ્રેઇન જેવી તકલીફો ખુબ રાહત મળે છે. પરંતુ હ્રદય રોગના દર્દીઓએ ઠંડા પાણીથી નાહવું જોઈએ નહી, ઠંડા પાણીથી નાહવું હ્રદય રોગના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

આદુ લાભદાયક છે શરીર માટે.:

image source

આદુ શરીર માટે ખુબ જ લાભકારક હોય છે. આદુનું શિયાળાની ઋતુમાં નિયમિત રીતે સેવન કરવાથી બદલાતી ઋતુમાં શરીરને ઘણા રોગોથી બચાવવામાં મદદ કરે છે. તેમજ રોજ આદુનો રસ કે આદુનો ટુકડો રોજ ચાવવાથી ગેસની તકલીફ દુર કરે છે. આદુનો રસ આંતરડાને મજબુત બનાવે છે જેથી કરીને ખોરાકને જલ્દી પચાવવામાં મદદ કરે છે.

લસણ:

image source

લસણમાં રહેલ એંટીઓક્સીડ્ન્ટ ગુણ શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. જેથી બદલાતા વાતાવરણ સામે શરીરને થતા સામાન્ય રોગ જેવા કે, શરદી, ખાંસી, તેમજ ઠંડકના કારણે થતા શરીરના દુખાવામાં રાહત આપવામાં મદદગાર સાબિત થાય છે.

સ્વચ્છતા જાળવવી:

image source

ઘણીવાર લોકો વધારે ઠંડી પડવાથી નાહવામાં આળસ કરે છે. ઉપરાંત ઘણા લોકો તો એટલા આળસુ હોય છે કે તેઓ નાહવાનું તો ઠીક હાથ-પગ ધોવામાં પણ આળસ કરવા લાગે છે જેના પરિણામે આખા દિવસ દરમિયાન જ્યાં જ્યાં આપ અડ્યા હશો તે બધા બેક્ટેરિયા આપના હાથ દ્વારા થઈને પેટમાં પહોચી જાય છે અને વ્યક્તિ બીમારીનો શિકાર બને છે. આથી વ્યક્તિએ ઘરની સફાઈની સાથે સાથે પોતાની સ્વચ્છતાને પણ એટલુ જ મહત્વ આપવું જોઈએ.

image source

આ બદલાતા વાતાવરણમાં કસરત કરવાનું ભૂલવું જોઈએ નહી. આપણા શરીરની તંદુરસ્તી જાળવવા માટે કસરત ખુબ જ જરૂરી છે. આથી આપે નિયમિત રીતે કસરત કે વ્યાયામ કરવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ