દીવને લઇને આવ્યા અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, વાંચી લો જલદી તમે પણ

દીવની ટ્રીપનું આયોજન કરતાં પહેલાં આ ખબર જરૂર જાણી લેજો, દેશ-વિદેશના ટુરિસ્ટો દ્વારા થયા તાત્કાલિક બુકિંગ કેન્સલ

image source

ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે તો દુનિયાભરમાં હાહાકાર મચાવી નાંખ્યો છે. હાલમાં તો લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. જનતા જાહેર ભીડવાળી જગ્યાએ જવાનું નકારી રહ્યા છે, ત્યારે બીજી બાજું ગુજરાતનું આકર્ષણ ગણાતું સ્થળ દીવ દેશ સહિત દુનિયાના પ્રવાસીઓમાં ખુબજ માણવા લાયક સ્થળ છે, ત્યારે હાલ દીવને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કોરોનાને લઈને દીવ ખાલી દેખાઇ રહ્યું છે.

image source

હમણાં દીવમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. દીવમાં સ્વિમિંગપુલ, સ્પા, સ્કૂલ, કોલેજ બંધ રાખવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ટુરિસ્ટોએ કરાવેલ અગાઉનાં હોટલ બુકિંગ પણ કેન્સલ થવા લાગ્યા છે.

image source

દુનિયાભરનાં લોકોનું આકર્ષણ ગણાતા દીવમાં કોરોના વાઇરસના પ્રકોપથી એક ડરનો માહોલ છે. કોરોના વાયરસના કારણે દીવમાં પ્રવાસીઓને આવતાં અટકાવવા માટે તંત્રએ દીવમા કલમ 144 લાગુ કરી દીધી છે. એટલું જ નહિ, સ્વિમિંગ પુલ, સ્પા, સ્કૂલ કોલેજ અને ટ્યુશન પણ બંધ કરવા આદેશ આપવામાં આવી રહ્યો છે.

image source

વિષેશ માહિતી મૂજબ, કોરોનાની અસરને લઈને દીવના સ્વીમિંગ પુલ અને દરિયા કિનારાઓ ખાલી થઈ રહ્યા છે. દીવની આધુનીક અને જાજરમાન હોટેલોના સ્વિમિંગ પુલોમાં પાણી ખાલી કરી સ્વિમિંગ પુલ બંધ કરવાની નોટિસો લટકાવી દેવામાં આવી છે. કોરોના વાઇરસની આફતને લઈ ગ્રૂપમાં આવતા ટુરિસ્ટો એડવાન્સમાં કરેલા બુકીંગ તાત્કાલિકકેન્સલ કરાવી રહ્યા છે.

image source

આજકાલ જે પ્રવાસીઓ આવી રહ્યા છે, તે ગુજરાત અને આસપાસના વિસ્તારોમાંથી દીવની મુલાકાત લઈ રહ્યા છે. અન્ય રાજ્યો અને મોટા શહેરના ટુરિસ્ટ પોતાના ઘરમાં રહેવાનું જ નક્કી કરી રહ્યા છે.

image source

દેશ-વિદેશનાં ટુરિસ્ટો પણ આવતા પહેલા પોતાના બુકિંગો રદ કરી રહ્યા છે. જેની સીધી અસર હોટેલ રેસ્ટોરન્ટ અને વેપારીઓ પર આવી રહી છે. જો કે સરકાર અને તંત્રના આ પગલાને હોટેલ એસોસિએશને આવકાર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ