94 વર્ષની વૃદ્ધ મહિલા બની આંત્રપ્રિન્યોર, કરી રહ્યાં છે લાખોની કમાણી

પોતાની કમાણીનું સ્વપ્ન સાકાર કરવા 94 વર્ષિય દાદીએ શરૂ કર્યો મીઠાઈનો ધંધો આજે કરે છે લાખોની કમાણી

image source

આજે યુવાનો નાની એવી નિષ્ફળતાથી નિરાશ થઈને ખોટા પગલા ઉપાડી લેતા હોય છે અથવા તો પ્રયાસ કરવાનું જ છોડી દેતા હોય છે પણ ચંડીગઢના આ દાદી પાસેથી તમને જીવનમાં ક્યારેય હાર નહીં માનવાનો એક મહત્ત્વનો પાઠ ભણવા મળશે.

કારણ કે આ દાદીમાએ 92 વર્ષની ઉંમરે સફળ ધંધાની શરૂઆત કરીને આજે લાખોની કમાણી કરી રહ્યા છે.

image source

ના, આ દાદીમાને કોઈ જ આર્થિક તંગી નહોતી કે નહોતું તો જીવનમાં કોઈ દુઃખ આખું જીવન તેમણે સુખેથી પસાર કર્યું છે પણ પોતાનું એક સ્વપ્ન પુરું નહીં કરવાનો વસવસો તેમને આખી જિંદગી રહ્યો હતો અને તે હતુ તેમની પોતાની કમાણીનું સ્વપ્ન.

આ જે કેટલાક લોકો પોતાના માતાપિતા કે પતિની કે પત્નીની કમાણી પર નિર્ભર રહીને ક્યારેય ક્ષોભ નથી અનુભવતા પણ આ 92 વર્ષના દાદીને આ સમ્માન ભોગવવું જ હતું.

image source

તેમણે વાતવાતમાં પોતાની દીકરીને પોતાના આ સ્વપ્ન વિષે જણાવી દીધું બસ પછી તો દાદીની મીઠાઈ બનાવવાની કળાએ તેમને વિશ્વભરમાં ઓળખ અપાવી દીધી. આજે અમે પ્રેરણાના સાગરસમાન આ દાદીમાની વાત તમારી સમક્ષ લઈને આવ્યા છે જેને જાણીને તમારામાં પણ કંઈક કરવાનો જુસ્સો જાગી જશે.

image source

આ દાદીનું નામ છે હરભજન કૌર, તેણીનો જન્મ પવિત્ર ભુમિ અમૃતસરની નજીક આવેલા તરન-તારનમાં થયો હતો. લગ્ન બાદ તેઓ લગભગ આખું જીવન અમૃતસર જ રહ્યા પણ થોડા વર્ષો પહેલાં પતિના મૃત્યુ બાદ તેણી પોતાની દીકરીને ત્યાં ચંડીગઢ રહેવા લાગ્યા.

image source

તેમણે પોતાની દીકરીને પોતાના રૂપિયા કમાવાની ઇચ્છા દર્શાવી હતી અને પોતાના બિઝનેસ પ્લાન વિષે પણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે તેણી બર્ફી બનાવીને વેચવા માગે છે. તેમને ચણાના લોટની બરફી બનાવવામાં મહારત હતી. તો બીજી બાજુ દીકરી રવીનાને પણ પોતાની માતાની રસોઈ ખૂબ પસંદ હતી.

image source

તેણીએ જણાવ્યું કે નાનપણથી તેણી પોતાની માતાએ રાંધેલી વાનગીઓ ખાધી છે. તેણી હંમેશથી એક ઉમદા કૂક રહી છે, પણ તેમને ક્યારેય પોતાના આ હૂનરને દર્શાવવાનો મોકો નથી મળ્યો. તેમની રસોઈને લોકો ખૂબ વખાણે છે પણ ક્યારેય તેમની આ આવડત માટે તેમને કોઈ ઓળખ નથી મળી.

રવીના ના પોતાની માતાના વ્યવસાય વિષે જણાવે છે કે શરૂઆતમાં તેમણે અને તેમની માતાએ શહેરના લોકલ માર્કેટમાં જ દુકાન ખોલીને બર્ફી વેચવાની શરૂ કરી દીધી, તેમની પ્રથમ કમાણી તરીકે તેમને 2000 રૂપિયા મળ્યા.

image source

જે એક ગૃહિણી માટે ખૂબજ આનંદની વાત હતી, તેઓ આ પહેલાં તો ભાગ્યે જ પોતાના સગાઓ વગર ઘરની બહાર નીકળ્યા હતા અને આજે આટલી વયે તેમણે પોતાની પ્રથમ કમાણી મેળવી હતી. ચંડીગઢના આ દાદી આજે ફેમસ થઈ ગયા છે. માત્ર ચાર જ વર્ષમાં તેમણે એક સફળ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે.

બસ ત્યાર બાદ તો દાદીમાનો બરફીનો બિઝનેસ ધમધમાટ ચાલવા લાગ્યો. ચંડીગઢમાં લાગતા વિકલી ઓર્ગેનિક માર્કેટમાં હરભજન દાદીના હાથની બનેલી બરફી ફટાફટ વેચાઈ જાય છે, તેમની આ મીઠાઈ લોકોને ખૂબ પસંદ છે.

image source

હરભજન પોતાના કામને લઈને ઘણા પ્રામાણીક છે, તેઓ રોજનું હજારો રૂપિયાનું વેચાણ કરે છે. તેમનો આ બિઝનેસ પ્લાન સફળ રહ્યો હવે તેમને ક્યારેય પોતે રૂપિયા નહીં કમાયાનો અફસોસ નહીં રહે.

હરભજન પોતાના ધંધાના અનુભવ વિષે જણાવે છે કે મને પ્રથમ ઓર્ડર નજીકના ઓર્ગેનિક બજારમાંથી મળ્યો હતો. તે ઓર્ડર પાંચ કિલો બર્ફીનો હતો તેનાથી મને 2000 રૂપિયા મળ્યા હતા અને તે કમાણીને હાથમાં લેવાનું જે સુખ છે તેને હું શબ્દોમાં તો નહીં જ વ્યક્ત કરી શકું. જાતની કમાણીનો આનંદ કંઈક ઓર જ હોય છે.

image source

તેમણે માત્ર બહારના લોકો માટે જ નહીં પણ પોતાની દીકરીની દીકરી માટે પણ પોતાના હાથે 200 કીલો બરફી બનાવી હતી. તેમની નાતીને પોતાના લગ્નના ઇન્વીટેશનની સાથે પોતાની દાદીના હાથની બનાવેલી બેસનની બરફીના નાના-નાના પેકેટ પણ શુભેચ્છારૂપે મોકલ્યા હતા.

રવીના પોતાની માતાના બિઝનેસના વિકાસ બાબતે જણાવે છે કે બ્રાન્ડના ગ્રોથ કરતાં વિશેષ તેમની માતાનો વિશ્વાસ વધારે મહત્ત્વનો છે અને તે જ આ બ્રાન્ડને આગળ વધારી રહ્યો છે.

image source

એક સમય એવો હતો જ્યારે દાદી ઘરની બહાર નીકળીને સામાન્ય ગૃપમાં બેસીને વાત કરતાં પણ શરમાતા હતા આજે તેઓ મિડિયાને ઇન્ટર્વ્યૂ આપી રહ્યા છે અને પોતાના ગ્રાહકોના ઓર્ડર પણ જાતે જ લઈ રહ્યા છે.

ગયા ચાર વર્ષથી તેમણે કુલ 500 કિલો બરફીનું ઉત્પાદન કર્યું છે. તમને જણાવી દઈએ કે એક કીલો બરફીની કીંમત 850 રૂપિયા છે. હાલ દાદીના આ બિઝનેસમાં સમગ્ર પરિવાર લાગી પડ્યો છે. અને હજુ પણ તેઓ પોતાના સ્ટાફને વધારવા વિચારી રહ્યા છે.

image source

હરભજન દાદી આજે બેસનની બરફીની સાથે સાથે અલગ અલગ પ્રકારની ચટનીઓ, અથાણાઓ વિગેરે પણ બનાવે છે. તેણી પોતાની બનેલી પ્રોડેક્ટ દર દસ દિવસે ઓર્ગેનિક માર્કેટમાં મોકલે છે. જો કે આ સમગ્ર ધંધામાં તેમની દીકરી રવીના હંમેશા તેમની સાથે રહે છે, માત્ર એટલુ જ નહીં પણ તેમની દીકરીની દીકરી પણ તેમના પ્રોડક્ટના બ્રાન્ડિંગ તેમજ પેકેજિંગમાં તેમની મદદ કરે છે.

image source

તેમની બ્રાન્ડની ટેગલાઇન છે – ‘બચપન યાદ આ જાયેગા’ અને સાચે જ દાદીમાંની મીઠાઈઓ ખાઈને બાળપણની યાદ આવી જાય તેમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ