આ એક્સેસાઇઝથી તમારી બોડીને કરી દો એકદમ સ્લીમ એન્ડ ફીટ

ઘરે રહીને કરો આ એક્સરસાઇઝ અને રાખો તમારી જાતને સ્લિમ એન્ડ ફીટ

શિયાળો ચાલી રહ્યો છે લોકોને પથારીમાંથી બહાર નીકળવાનું મન ન થતું હોય તેવામાં વ્યાયામની તો વાત જ ક્યાં કરવી. તેમ છતાં તમે તમારી જાતને ફિટ રાખવા માગતા હોવ તો અમે તમારા માટે કેટલીક ઇનડોર એક્સરસાઇઝ લઈને આવ્યા છે જે તમને ઘરમાં રહીને જ ફીટ રહેવામાં મદદ કરશે.

image source

શિયાળાના કારણે માત્ર દિલ્હીમાં જ નહીં પણ અમદાવા, રાજકોટ, બરોડા જેવા શહેરોમાં પણ હવાની ગુણવત્તામાં ભારે ઘટાડો થયો છે. અને બહાર ચાલવા જતાં ક્યાંક દૂષિત હવા ફેફસામાં નાખીને બીમાર પડવું તેના કરતાં તો ઘરમાં રહીને જ એક્સરસાઇઝ કરવી યોગ્ય રહે છે. જો તમે બહાર જઈને તમારી મનગતમી એક્સરસાઇઝ ન કરી શકતાં હોવ તો આજે અમે તમારા શરીરને ફીટ અને તંદૂરસ્ત રાખવા માટે કેટલીક ઇનડોર એક્સરસાઇઝ લાવ્યા છે જે તમારા શરીને ફીટ તેમજ તમારા વજનને અંકુશિત રાખવામાં મદદ કરશે.

જંપીંગ જેક

આ એક પ્રકારની કાર્ડિયો એક્સરસાઇઝ છે. અને તેના માટે તમારે ઘરની બહાર પગ નહીં મુકવો પડે. આ એક અત્યંત સરળ અને અસરકારક વ્યાયામ છે. તે તમારા શરીરને આગળની એક્સરસાઇઝ માટે વાર્મઅપ પણ કરે છે.

image source

તેના માટે તમારે ટટ્ટાર ઉભા રહેવું. તમારા પગને છુટ્ટા રાખવા, અને તમારા હાથને બાજુ પર રાખવા. એક કૂદકા સાથે તમારા પગને પહોળા કરવા અને તમારા હાથને પણ પહોળા કરવા. ફરી પાછા તમે જંપ કરીને જમીન પર આવો કે તરત તમારા હાથ અને પગ બન્ને બંધ કરી લેવા. ફરી પાછો જંપ કરવો અને તમારા હાથ અને પગને પહોળા કરવા. આ એક્સરસાઇઝ તમે 1 મિનિટ સુધી ચાલુ રાખી શકો છો.

પુશ-અપ્સ

પુશઅપ્સ પણ તમારા શરીરને મજબૂત બનાવતી એક્સરસાઇઝ છે. જો તમે પ્રથમવાર પુશપ્સ કરતા હોવ તો તમે તમારા ગોઠણ ટેકવીને પુશઅપ્સની શરૂઆત કરી શકો છો. અહીં તમારે ઉંધુ સુઈ જવાનું છે પેટ નીચે આવે તે રીતે. હવે તમારા ખભાના આધારે તમારે તમારા પેટનો ભાગ ઉંચો કરવો આ રીતે તમારે તમારા શરીરને ઉપર નીચે કરવું.

image source

તમે શરૂઆતમાં 15-20 પુશઅપ્સના 3 સેટ કરી શકો છો અને જેમ જેમ તમારું શરીર તેને અનુકુળ થાય તેમ તેમ તેમાં વધારો કરી શકો છો અને ફાવટ આવ્યા બાદ તમારા ગોઠણ નહીં પણ તમારા પગના પંજા પર પણ પુશઅપ્સ કરતાં થાઓ.

ક્રન્ચ

જો તમે તમારા પેટને ઘટાડવા માગતા હોવ અને તેમાં એબ્સ એડ કરવા માગતા હોવ તો ક્રન્ચ એક ઉત્તમ વ્યાયામ છે. આ વ્યાયામ તમારા સ્નાયુઓ બંધાવામાં મદદ કરશે. તેના માટે તમારે સીધા એટલે કે પીઠ નીચેની તરફ આવે તે રીતે સુઈ જવું.

image source

હવે તમારા બન્ને પગને ગોઠણેથી વાળી લો. હવે તમારા હાથને તમારા માથા પાછળ લઈ જાઓ અને તમારા શરીરના ઉપરના ભાગને ઉંચકો, તમારી છાતી ઉપર તરફ આવે તેટલી તમારી જાતને ઉંચકો.

ત્યાર બાદ ફરી પાછું તમારું ઉપરનું શરીર નીચેની તરફ લાવો. આ એક્સરસાઇઝ પણ તમારે સેટમાં કરવી. અહીં પણ તમે 15-20 ક્રન્ચના 3 સેટ કરી શકો છો અને તમારુ શરીર તેના માટે ટેવાય ત્યાર બાદ તમે તેમાં વધારો પણ કરી શકો છો.

પ્લેન્ક

પ્લેન્ક એક એવા પ્રકારનો વ્યાયામ છે જેનાથી લોકો ડરતા હોય છે. પણ તેમ છતાં તમને જણાવી દઈએ કે આ એક એવી એક્સરસાઇઝ છે જે તમારા સમગ્ર શરીરને મજબૂત બનાવે છે.

– સૌ પ્રથમ તમારે પેટને જમીન તરફ રાખીને એટલે કે જમીન પર ઉંધા સુઈ જવું.

image source

– હવે તમારા બન્ને બાવડાને કોણી વડે જમીન પર ટેકવો.

– હવે તમારા પગના અંગુઠા પર તમારા શરીરને ટેકો આપો.

– ટુંકમાં તમારે તમારી કોણી તેમજ તમારા પગના પંજાના આધારે રહેવાનું છે, જે તમે આ તસ્વીરમાં જોઈ શકો છો.

– હવે તે જ સ્થિતિમાં તમારાથી બને ત્યાં સુધી રહેવું અને તેની સાથે સાથે સામાન્ય શ્વાસ પણ લેવા.

– હવે ફરી પાછા મૂળ પોઝિશનમાં આવી જાઓ અને ફરી પાછી આ પ્રક્રિયા પુનરાવર્તિત કરો. તમે આ વ્યાયામમાં ત્રણ મિનિટથી માંડીને 10-15 મિનિટ સુધી પણ જઈ શકો છો. પણ તમારે ત્રણ મિનિટથી શરૂ કરવાનું અને તમારી જાતને 10-15 મિનિટ સુધી પુશ કરતા જવી. શરૂઆતનું અઠવાડિયું તમારે ત્રણ મિનિટ સુધી આ પોઝિશનમાં રહેવું ત્યાર બાદ ધીમે ધીમે તેમાં સમય ઉમેરતો જવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ