હનુમાનજીની સામે આમાંથી કોઇ પણ એક જાપ કરવાથી થાય છે જોરદાર ચમત્કાર

જાપ કરો આમાંથી કોઈપણ એક મંત્રનો, દરેક ક્ષણ જોવા મળશે ચમત્કાર

image source

કષ્ટભંજન દેવ હનુમાનજીની આરાધના કરવાનો દિવસ શનિવાર છે. આ સિવાય તેમની પૂજા મંગળવારે કરવાનું પણ મહત્વ છે. મહાબલી હનુમાનજીની શરણમાં જઈ જે તેમની પૂજા અર્ચના કરે છે તેમના જીવનમાંથી કષ્ટનો નાશ થાય છે.

એટલા માટે જ તેમને કષ્ટભંજન દેવ પણ કહેવાય છે. ભગવાન હનુમાન પોતાની શરણમાં આવેલા ભક્તોના કષ્ટ હંમેશા દૂર કરે છે અને તેના મનની ઈચ્છાઓ પણ પૂરી કરે છે.

image source

હનુમાનજી કળયુગમાં પણ સાક્ષાત એવા દેવ છે. તેમની ભક્તિ કરનારને ક્યારેય ખાલી હાથ રહેવું પડતું નથી. શનિ બાધાથી જેમને પીડા થતી હોય તેમના કષ્ટ પણ હનુમાનજી દૂર કરે છે. બસ જરૂર હોય છે માત્ર શ્રદ્ધાથી તેમની પૂજા અને આરાધના કરવાની. હનુમાનજી તેના પરમ ભક્તને ક્યારેય દુખી રહેવા દેતા નથી.

image source

જો તમને પણ જીવનમાં કોઈ કષ્ટ હોય કે ધનની સમસ્યા સતાવતી હોય કે પછી ઘરમાં ક્લેશ થતો હોય તો હનુમાનજીના આ સિદ્ધ મંત્રોનો જાપ કરવો રામબાણ ઈલાજ સાબિત થશે. આમ તો કોઈપણ વારે આ મંત્રનો જાપ કરી શકાય છે પરંતુ શનિવારએ મંત્ર જાપ કરવાથી શીઘ્ર ફળ પ્રાપ્ત થાય છે.

image source

હનુમાનજીના આ સિદ્ધ મંત્રોમાંથી કોઈ પણ એક મંત્રનો જાપ કરવો, મંત્ર જાપ કરવા માટે લાલ રંગના આસન પર બેસવું અને રુદ્રાક્ષની માળાથી મંત્ર જાપ કરવો. આ મંત્રોનો જાપ કરનાર જાતકને શીઘ્ર ચમત્કારી ફળ જોવા મળે છે.

1. શનિવારના દિવસે સૂર્યોદયથી લઈ સૂર્યાસ્ત થયાના એક કલાક પછી સુધી નીચે આપેલા મંત્રોમાંથી કોઈ પણ એક મંત્રનો જાપ કરવો. મંત્ર જાપ એક હજાર વાર કરવો જરૂરી છે. મંત્ર જાપ શક્ય હોય તો હનુમાનજીના મંદિરમાં તેમની સામે બેસીને કરવો. આ મંત્ર જાપ પૂર્ણ થયા બાદ તુરંત મનોકામના પૂર્ણ થાય છે.

image source

મંત્ર- ઓમ હં હનુમતે નમ:

2. શનિવારે દ્વાદશાક્ષર હનુમાન મંત્રનો જાપ લાલ ચંદનની માળાથી 551 વખત કરવાથી તમામ બાધાઓમાંથી મુક્તિ મળે છે.

મંત્ર- ઓમ હં હનુમતે રુદ્રાત્મકાય હું ફટ

image source

3. એક સાથે એક કરતાં વધારે ઈચ્છા પૂર્ણ થાય તેવી ઈચ્છા હોય તો શનિવારના દિવસે આ મંત્રનો જાપ સ્ફટીકની માળાથી 108 વખત કરવો.

મંત્ર- ઓમ મહાબલાય વીરાય ચિરંજિવીન ઉદ્દત, હારિણે વજ્ર દેહાય ચોલંગ્ધિતમહાવ્યયે

image source

4. શનિવારના દિવસે બપોરે હનુમાનજીને એક લોટો જળ ચઢાવો અને આ મંત્રનો જાપ 251 વખત કરવાથી શત્રુ બાધા અને રોગ દૂર થાય છે.

મંત્ર- ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા

image source

5. જીવનના તમામ કષ્ટ અને સંકટમાંથી એક સાથે મુક્તિ મેળવવી હોય તો શનિવારના દિવસે આ મંત્રનો જાપ 1000 વખત કરવો. આ મંત્ર જાપ રુદ્રાક્ષની માળાથી કરવો અને ત્યાર બાદ ત્રણ વાર હનુમાન ચાલીસાનો પાઠ ભુલ્યા વિના કરવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ