OMG! કોઈપણ નર વગર 2 માદા માછલીઓએ આપ્યો બચ્ચાઓને જન્મ, જાણો આખો કિસ્સો તમે પણ

બે માદા માછલીઓ દ્વારા કોઇપણ નર માછલી વિના બચ્ચાઓને જન્મ આપે છે, વૈજ્ઞાનિકો આ ઘટનાને ‘વર્જિન બર્થ’ ગણાવે છે; જાણીશું આ પૂરી ઘટના શું છે.

-ન્યૂઝીલેંડમાં સી- લાઈફ કેલી ટાર્લટસ એક્વેરિયમનો કેસ.

કોઇપણ નર માછલી વિના પણ બે માદા માછલીઓ દ્વારા પોતાના બાળકોને જન્મ આપી શકે છે. ન્યૂઝીલેંડમાં એક આવી જ ઘટના સામે આવી છે. ન્યુઝીલેન્ડમાં આવેલ એક એક્વેરિયમમાં રહેતી બે માદા માછલીઓ દ્વારા નાની માછલીઓને જન્મ આપવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે, આ ઘટના દુર્લભ છે. તેને વર્જિન બર્થનો કેસ માનવામાં આવી શકે છે.

નવા વર્ષના એક દિવસ પહેલા થયો હતો માછલીઓનો જન્મ.

ન્યુઝીલેન્ડમાં ઓકલેન્ડમાં આવેલ સી- લાઈફ કેલી ટાર્લટસ એક્વેરીયમમાં બે માદા માછલીઓને રાખવામાં આવેલ છે આ માછલીઓનું નામ નિબ્બ્લ અને સ્પોટ રાખવામાં આવ્યું છે. આ બંને માદા માછલીઓએ નવું વર્ષ શરુ થયાના એક દિવસ પહેલા જ પોતાના બચ્ચાઓને જન્મ આપવામાં આવ્યો. ઓકલેન્ડના સી- લાઈફ કેલી ટાર્લટસ એક્વેરિયમની સાર- સંભાળ રાખી રહેલ એડ્ર્યુ ક્રિસ્ટીનને એવું કહેવું છે કે, એવું થવું શક્ય છે કે, આ માદા માછલીઓએ પહેલા કોઈ નર માછલી સાથે પ્રજનન થયું હોય અને ત્યાર બાદ તે નર માછલીનું સ્પર્મ માછલીમાં રહી ગયું હોય.

પરંતુ આ મત સાથે અન્ય કેટલાક વૈજ્ઞાનિકો સહમત થઈ રહ્યા નથી. તે વૈજ્ઞાનિકો માદા માછલીઓનું બચ્ચાને જન્મ આપવાની ઘટનાનું કારણ ‘વર્જિન બર્થ’ નામની સ્થિતિ ગણાવે છે.

શું હોય છે વર્જિન બર્થ?

image soucre

નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વોટર એન્ડ એન્ટમોસ્ફરીક રીસર્ચના મત્સ્ય પાલન એક્સપર્ટ એડેલ ડ્યુટીલોયનાએ જણાવ્યું તેના મુજબ, જો કોઇપણ માદા માછલી નર માછલી વિના માછલીઓને જન્મ આપે છે તેવા કેસ બર્થ કેસને ‘વર્જિન બર્થ’ કેસ સાથે સંબંધિત હોઈ શકે છે. આ એવી પરિસ્થિતિ હોય છે જયારે નર માછલીમાં રહેલ ઈંડા કોઈ ફર્ટીલાઈઝ થઈ ગયા બાદ ભ્રૂણમાં પરિવર્તિત થઈ જાય છે આ વિશ્વનો પહેલો એવો કેસ છે જેમાં બે માદા માછલીઓ દ્વારા નર માછલી વિના પોતાના બચ્ચાને જન્મ આપે છે.

માછલીઓના બચ્ચાને જુદા રાખી દેવામાં આવ્યા છે.

ઓકલેન્ડમાં આવેલ સી- લાઈફ કેલી ટાર્લટસ એક્વેરિયમની ડિસ્પ્લે મેનેજર મેડી સીમેન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, આ ઘટના થવાનું કારણ ‘વર્જિન બર્થ’ હોય તેવું શક્ય છે આવું એટલા માટે કેમ કે, આ બંને માછલીઓને જયારે ડિસ્પ્લે કરવા માટે મુકવામાં આવી હતી ત્યારે આ બંને માછલીઓ મોટી ઉમર ધરાવતી હતી. હાલમાં બંનેના બચ્ચાને જુદા રાખવામાં આવ્યા છે આવું એટલા માટે કેમ કે, મોટી માછલીઓ નાની માછલીઓને ખાઈ જાય છે એટલા માટે આ બચ્ચાઓને જુદા રાખીને તેમનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને નાની માછલીઓ ચારાની મજા માણી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ