સ્પેનના આ ડોક્ટરને થયો કોરોના, જાણો એમના શરીરમાં શું થઈ રહ્યું છે, ટ્વીટ કરીને આપી અપડેટ

સ્પેનના ડોક્ટર આપે છે જાણકારી કોરોના વિષે

સમગ્ર દુનિયામાં કોરોના વાયરસએ હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસના લીધે આખી દુનિયામાં ૪૯૦૦ કરતા પણ વધારે લોકોના મૃત્યુ થઈ ગયા છે. સ્પેન દેશમાં પણ કોરોના વાયરસે હડકંપ મચાવ્યો છે.

image source

જેના લીધે સ્પેનના એક ડૉ.ચેનને દર્દીઓની સારવાર દરમિયાન કોરોના વાયરસનો શિકાર થઈ ગયા છે અને હવે ડૉ.ચેન કોરોના વાયરસના લીધે પોતાના શરીરમાં ક્યાં ક્યાં બદલાવ થઈ રહ્યા છે તેના વિષે જાણકારી આપી રહ્યા છે. આ જાણકારી ડૉ.ચેન પોતાના ટ્વીટર અકાઉંટ પરથી માહિતી આપી રહ્યા છે.

પ્રથમ દિવસની સ્થિતિ :

ડૉ.ચેન પહેલા દિવસની જાણકારી આપતા જણાવે છે કે ગળામાં અત્યંત ખારાશ થઈ ગઈ છે, આ સાથે જ માથું પણ ખુબ દુઃખી રહ્યું છે તેમજ સુકી ખાંસી પણ થઈ ગઈ છે, પણ શ્વાસ લેવામાં કોઈ તકલીફ નથી થઈ રહી અને ફેફસામાં પણ હજી સુધી કોઈ સમસ્યા જોવા નથી મળી રહી. પોતાના ફેફસાની POCUS (પોઈન્ટ ઓફ અલ્ટ્રા સાઉન્ડ)દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

ડૉ.ચેન પોતાના જ ઘરમાં બધાથી અલગ અને એકલા એકલા રહી રહેલ ડૉ.ચેન દરરોજ ટ્વીટ કરીને કોરોના વાયરસના કારણે પોતાના શરીરમાં થઈ રહેલ ફેરફારની જાણકારી આપી રહ્યા છે.

બીજા દિવસની સ્થિતી:

બીજા દિવસની પોતાની સ્થિતી વિષે જણાવતા ડૉ.ચેન ટ્વીટ કરે છે કે, ભગવાનની કૃપાથી આજે ગળામાં ખારાશ અને કફમાં ઘટાડો થયો છે ઉપરાંત માથાના દુઃખાવામાં પણ ઘટાડો થઈ ગયો છે. પહેલા દિવસની સ્થિતીની જેમ જ શ્વાસ લેવામાં કોઈ તકલીફ નથી અને છાતીમાં પણ દુઃખાવાની તકલીફ નથી.

ત્રીજા દિવસની સ્થિતી:

ત્રીજા દિવસની પોતાની સ્થિતી વિષે જણાવતા ડૉ.ચેન ટ્વીટ કરે છે કે, આજે ગળામાં પહેલા કરતા રાહત છે ગળામાં ખારાશ અને કફ કે પછી માથામાં દુઃખાવો બિલકુલ નથી. ગઈ કાલે ક્ફ્વાળો દિવસ હતો, હજી સુધી શ્વાસ લેવામાં કોઈ તકલીફ નથી કે પછી છાતીમાં કોઈ પ્રકારનો દુઃખાવો પણ નથી. પરંતુ હવે ડાયરિયા શરુ થઈ ગયા છે. સારી વાત એ છે કે કફ ખુબ જ ઓછો થઈ ગયો છે.

ચોથા દિવસની સ્થિતી:

ચોથા દિવસની પોતાની સ્થિતી વિષે જણાવતા ડૉ.ચેન ટ્વીટ કરે છે કે, કફ ખુબ જ વધી ગયો છે, તેમજ થાક પણ લાગી રહ્યો છે. તેમ છતાં છાતીમાં કોઈ પણ પ્રકારનો દુઃખાવો નથી રહ્યો.

પાંચમા દિવસની સ્થિતી:

પાંચમા દિવસની સ્થિતી વિષે જણાવતા ડૉ.ચેન ટ્વીટ કરે છે કે, આજે કફમાં ઘટાડો થઈ ગયો છે આ સાથે જ થાક પણ ઓછો લાગી રહ્યો છે. કોરોના વાયરસની આટલા દિવસની સ્થિતીમાં છાતીમાં દુઃખાવાની કોઈ તકલીફ થઈ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ