શિયાળું સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન રસમ બનાવવાની એકદમ સરળ રીત

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે શિયાળું સ્પેશિયલ” સાઉથ ઇન્ડિયન પ્રખ્યાત રસમ” વાનગીનું નામ સાંભળીને જ નવાઈ લાગશે તમને એકદમ ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. આને તમે સૂપની જેમ પણ ખાઈ શકો છો અને ટોમેટો રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો. નાના બાળકોને એકવાર ઘરે બનાવી આપશો તો એક વખત ટેસ્ટ કરશે તો વારંવાર ઘરે જ બનાવાનું જ મન થશે. બાળકોને તો ભાવશે સાથે સાથે ઘરના મોટા વડીલોને પણ બોઉં જ ભાવશે. એકવાર ઘરે જરૂરથી બનાવજો. વિડીયોને છેલ્લે સુધી જોજો. કોમેન્ટમાં જણાવજો. તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી

  • ટામેટા
  • લીલા ધાણા
  • ડુંગળી
  • મીઠો લીમડો
  • લસણ
  • લીલા મરચા
  • આમલીનો પલ્પ
  • મેથીના દાણા
  • મરી પાવડર
  • મીઠું
  • તેલ
  • રેગ્યુલર મસાલા

રીત

1- સૌથી પહેલા તેલ ગરમ કરવા મૂકીશું લગભગ એક મોટી ચમચી. સૌથી પહેલા એક ચમચી જેટલી રાઈ એડ કરીશું. હવે તેમાં એક લાલ સૂકું મરચું નાખીશું. હવે થોડું જીરું નાખી શું.


2- હવે તેમાં આપણે થોડા મેથીના દાણા નાખી શું. હવે ચપટી હિંગ નાખી શું. શેકાય જાય પછી લીમડી નાખીશું. લીમડી નાખવાથી સુગંધ સારી આવે છે. હવે બે કડી લસણ લઈશું તેને સમારીને એડ કરીશું.અને એક લીલું મરચું સમારી ને નાખીશું.

3- હવે આપણે મીડિયમ સાઇઝની એક ડુંગળી સમારેલી એડ કરીશું. હવે તેને બરાબર સાંતળી લઈશું.હવે તેમાં આપણે બે મોટા ટામેટા નાખીશું. હવે આ સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી લઈશું. સાઉથ ઇન્ડિયન માં રસમ અલગ અલગ રીતે બનતું હોય છે.થોડું તેને પ્રેસ કરતું જવાનું જેથી તે સોફ્ટ થઈ જાય.

4- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સાઈડમાં તેલ છૂટું પડવા પડવા માંડ્યું છે.અને ટામેટા સોફ્ટ થઈ ગયા છે.હવે તેમાં આપણે નાની ચમચી મરી પાઉડર નાખીશું.હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું.


5- હવે તેમાં ધાણાનો પાઉડર એક ચમચી નાખીશું.અને મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું. બધું મિક્સ કરી લઈશું.હવે બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું.હવે એક મોટી ચમચી આંબલી નો પલ્પ નાખીશું.

6- હવે તેને ઉકળવા દઈશું.હવે એક વાર ખોલી ને જોઇશું. હજુ થોડી વાર કુક થવા દઈશું.જેટલું સરસ ઉકડસે તેટલું સરસ રસમ બનશે.હવે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે આ સરસ બોઈલ થઈ ગયું છે.અને તેની સુગંધ પણ સરસ આવે છે.

7- હવે આપણું રસમ તૈયાર થઈ ગયું છે. અને ગેસ બંધ કરી દઈશું.ફ્રેશ લીલા ધાણા એડ કરીશું.

8- તો હવે આપણે તેને સર્વે કરીશું. ગરમા ગરમ રસમ તૈયાર થઈ ગઈ છે.આ શિયાળા માં જરૂર થી બનાવજો.

9- આને તમે સૂપ ની જેમ પણ પી શકો છો.અને રાઈસ સાથે ખાસો તો સરસ લાગશે.

10- તો આ રસમ એકદમ સરસ થઇ ગઇ છે. બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.