સોરઠનું આ ‘ફાટસર ગણેશ’ નામે ઓળખાતું આ મંદિર છે એકદમ વિશિષ્ઠ. દૂરદૂરથી મનોકામનાની પૂર્તિ માટે લોકો આવે છે…

ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું છે આ અનોખું મંદિર, જ્યાં ધરતી ફાડીને ગણેશજી થયા છે, પ્રગટ… જાણો શું છે આ ફાટસર ગણેશ મંદિરનો મહિમા… સોરઠનું આ ‘ફાટસર ગણેશ’ નામે ઓળખાતું આ મંદિર છે એકદમ વિશિષ્ઠ. દૂરદૂરથી મનોકામનાની પૂર્તિ માટે લોકો આવે છે…

ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવે હજાર વર્ષ પૂરાણું આ ગણેશજીનું મંદિર સુરેન્દ્રનગર જિલ્લાનું એક આકર્ષણું કેન્દ્ર છે. આ મંદિર જોરાવરનગરમાં આવેલ છે. વર્ષો પહેલાં અહીં માત્ર ગણેશજીની નાની મૂર્તિ સાથે દેરી હતી. જે હાલમાં ભવ્ય મંદિર બંધાયેલ છે. તેનું કારણ છે આ મંદિર સાથે જોડાયેલ હજારો વર્ષ જૂનો ઇતિહાસ. જી હા, આ મંદિર એટલે અનોખું કારણ કે કહેવાય છે કે અહીં ગણેશજીની મૂર્તિ જમીન ફાડીને બહાર આવી છે. આ જગ્યાએ અગાઉ એક તળાવ પણ હતું. તેથી આ સ્થળનું નામ પડ્યું ફાટસર ગણેશ મંદિર… જાણીએ શું છે તેની પાછળ રહેલો ઇતિહાસ અને શું છે આ મંદિરનું પૌરાણિક મહત્વ…

ભક્તને આવ્યું હતું ગણેશજીની મૂર્તિનું સ્વપ્ન…

કહેવાય છે કે ભાવનગર જિલ્લાના રહેવાસીને એક રાતે સ્વપ્ન આવ્યું. આ મંદિર જ્યાં બંધાયેલ છે તેના અંગેની નિશાની તેમાંથી એ વ્યક્તિને ખબર પડી. એ ઠાકોર શેટે ત્યાં પહોંચીને સ્વપ્નમાં આવેલ નિશાન મુજબ ખોદકામ કરાવ્યું ત્યારે મંદિરમાંથી તેમને મળી આવી હતી ગણેશજીની સુંદર મૂર્તિ. આ મૂર્તિ સાથે માતા વાગેશ્વરીની પણ મૂર્તિ મળી આવી હતી. જેને તે ભક્ત ઠાકોર સાહેબ પોતાની સાથે વઢવાણ લઈ ગયા હતા. અને વઢવાણમાં તેનું મંદિર બનાવવામાં આવ્યું. જ્યારે ગણપતિની આ જગ્યાએ જ નાની દેરી બનાવવામાં આવી હતી.

ફાટસર નામ પડ્યું તેનું કારણ…

ધરતી ખોદી ત્યારે જમીન ફાડીને નીકળેલા ગણેશજીની મૂર્તિ સરોવર પાસેથી મળી આવી તેથી આ સ્થળનું નામ ફાટસર પડ્યું અને મંદિરનું નામ પણ એજ રીતે ફાટસર ગણેશ પડ્યું હતું. એ સમયના ઠાકોર સાહેબે આ સ્થળની જમીનને મંદિરના દાનમાં આપી દીધેલ અને આજે આ સ્થળ ૨૫ એકરના વિસ્તારમાં પ્રસરેલ છે. આ મંદિર આસપાસના ગામોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. કહેવાય છે કે સમય જતાં સરોવરનું પાણી સૂકાતું ચાલ્યું અને ધીમે ધીમે લોકો અહીં વસવાટ કરવા લાગ્યા. તેમ છતાં ગણેશજી અહીં હાજરાહજૂર છે એવી લોકમાન્યતા આજે પણ પ્રવર્તમાન છે. તેથી જ અહીં લોકો દૂરદૂરથી ગણપતિ દાદાના દર્શને આવે છે અને તે તમામની મનોકામનાઓ સાંભળે છે તેમજ તે પૂરી પણ થાય છે તેવું માનવામાં આવે છે.

શું છે મંદિરની અન્ય વિશેષતાઓ…

અહીંના સ્થાનિક લોકો કહે છે કે આ મંદિર હજાર – બે હજાર વર્ષ જૂનું છે. અહીં દર્શન કરવા આવનાર સૌની મનોકામના પૂર્ણ થાય છે. વિદ્યાર્થીઓ પણ આ મંદિરના દર્શન કરીને પરિક્ષા આપવા જવાનું પસંદ કરે છે. કેટલાક ભક્તો અહીં મનોકામના પૂર્ણ થયા બાદ ચાલતા પણ દર્શન કરવા આવવાનો મનોરથ કરતા હોય છે. મંદિરના મહંતનું કહેવું છે કે આ એક તપોભૂમિ છે. ફાટસર મંદિરના નામનો બીજો અર્થ એ પણ કરી શકો કે અહીં દર્શન કરવા આવેલ દરેક ભક્તોની ઇચ્છા ફટાક દઈને પૂર્ણ થાય છે.

અહીં દરરોજ મહાઆરતી થાય છે. આ મંદિરમાં સાધુ સંતોને માટે આશ્રમની પણ વ્યવસ્થા થાય છે. અહીં મોચી સમાજના ભક્તો ભાઈબીજના દિવસે ખાસ દર્શન કરવા આવે છે. તેમજ આ જગ્યા એ ગૌ શાળાની પણ વ્યવસ્થા કરાયેલ છે. આ જગ્યાએ ૨૦૦ જેટલી ગાયોને સાચવવાની વ્યવસ્થા કરાયેલ છે. આ સ્થળનું કુદરતી સૌંદર્ય પણ અલૌકિક છે. અહીં જલારામ મંદિર પણ બંધાયેલ છે. સુરેન્દ્રનગર અને જોરાવરનગરની આસપાસના લોકો અહીં રજાના દિવસે ફાટસર ગણેશના દર્શને જરૂર આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ