સિંહોના ટોળા નિહાળ્યા પર્યટકોએ. ચોમાસામાં જંગલના જીવનની જુઓ તસ્વીરી ઝલક…

એવું તે શું થયું ગુજરાતના આ વિસ્તારમાં કે સિંહોના ટોળાં દેખાયા સહેલાણીઓને રસ્તા ઉપર ફરતાં… જાણો શું થયું તેમની સાથે… સિંહોના ટોળા નિહાળ્યા પર્યટકોએ. ચોમાસામાં જંગલના જીવનની જુઓ તસ્વીરી ઝલક…

એક જમાનો હતો કે લોકો કહેતાં કે જંગલનો રાજા સિંહ એકલો ફરતો હોય છે. એમાં એક કહેવત લાગુ પડતી હોય છે કે સિંહોના ટોળાં ન હોય. પરંતુ આજે એવો જમાનો છે કે લોકો એકલાં ફરતાં ડરે છે. એક સાથે લોકો બહાર ફરવા જતાં હોય છે ત્યારે એક વાત નવાઈ લાગે તેવી છે કે સિંહો પણ એકલા નથી નીકળતા આજના કળયુગના જમાનામાં. હાલમાં એક હાઈવે ઉપર સિંહોનું ટોળું સહેલાણી પરિવારને જોવા મળ્યું ત્યારે જે થયું છે એ જોવા લાયક દ્રશ્ય હતું…

સડક ઉપર સિંહોનું ટોળું ઉતરી આવ્યું…

સોશિયલ મીડિયામાં થોડા સમય પહેલાં એક વીડિયો ખૂબ વાઈરલ થયો હતો તેમાં સિંહને શ્રાવણ માસમાં ઘાસ ખાતા જોવા મળ્યો એવી ટેગ લાઈન સાથે લોકો તેને શેર કરી રહ્યાં હતાં. એવામાં જો જંગલનો રાજા ઘાસ ખાતો થઈ ગયો હોય તો તેને ટોળામાં ફરતો જોવું એ પણ લોકો માટે કૌતુકની જ વાત લાગશે. એમ આપણે આપણાં પરિવાર સાથે બહાર ફરવા જતાં હોઈએ એ રીતે પતિ – પત્ની અને બાળકોની સાથે રસ્તાની એક બાજુથી વિહરતાં નજરે પડ્યાં હતાં.

કહેવાય છે કે સિંહ એવું પ્રાણી છે જે એકલો રહેવા ટેવાયેલ છે તેને શિકાર કરવો અને આરામ કરવો હોય તો તે એકલામાં જ રહેવું ગમતું હોય છે. પરંતુ થોડા સમય પહેલાં એક વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. અમરેલી અને ગીર જતા રસ્તા ઉપર જંગલથી અંદરની તરફ પસાર થતાં દસેકથી વધુ સિંહો દેખાયા. એમાં નર અને માદા તેમજ બચ્ચાં પણ વીડિયોમાં દેખાઈ રહ્યાં છે.

બાઈક પરથી પસાર થતાં લોકોએ કર્યા સિંહ દર્શન…

સડકને કિનારેથી લોકોએ બાઈક પરથી ઉતરીને ઊભા રહીને સિંહોના પસાર થઈ રહેલા આ ટોળાંને માણ્યાં. જાણે વરસાદી માહોલમાં સહુ સહેલાણીઓની જેમ તેઓ પણ સહપરિવાર ફરવા નીકળ્યાં હોય એ રીતે નિરાંતે પસાર થઈ રહ્યાં છે. એક તરફ ઊભેલા લોકો આ બધું કુતુહલ વશ જોઈ રહ્યાં હતાં.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ