કોવિડગ્રસ્ત બાળકોને પડતા પર પાટું, વધુ એક ગંભીર લક્ષણનો માર

જ્યારથી કોરોના આવ્યો ત્યારથી જ એક વાત કહેવામાં આવી રહી છે કે આ વાયરસ બાળકો અને વૃદ્ધો માટે ખુબ ખરાબ સાબિત થઈ શકે છે અને સૌથી વધારે એને જ સેફ્ટી રાખવાની જરૂર છે. ત્યારે હવે બાળકોને લઈને એક નવો જ રિપોર્ટ સામે આવ્યો છે અને એમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

image source

સામાન્ય રીતે કોવિડ-19ના લક્ષણોમાં તાવ, ગળામાં પીડા, ગંધેન્દ્રિય (ધ્રાણેન્દ્રિય)નો નાશ તથા શરીરના કળતર જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. જો કે, બાળકોને કોરોના વાઇરસનો ચેપ લાગવાનું જોખમ ઓછું હોવાનું જણાવા સાથે તુલનાત્મક દ્રષ્ટિએ આ જીવલેણ વિષાણુઓએ બાળકો માટે ‘દયા ભાવ’ રાખ્યો હોય એમ લાગે છે. પરંતુ એક અહેવાલમાં જણાવ્યા મુજબ કોવિડ મલ્ટિસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન (એમઆઇએસસી) નામની ગંભીર બીમારી બાળકોમાં પેદા કરી શકે છે.

image source

જો આ વિશે થોડી વધારે ઉંડાણમાં વાત કરીએ તો જે બાળકોને એમઆઇએસ.સીની તકલીફ થઈ હોય તેને ફેફસાં, હૃદય, કિડની, રક્તવાહિનીઓ, પાચનતંત્રના અવયવો, મગજ, ત્વચા તથા આંખ જેવા અવયવો અને માંસપેશીઓમાં ભારે સોજા આવે છે. જો એક સરવે પ્રમાણે વાત કરીએ તો ન્યૂયોર્ક યુનિવર્સિટિ ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસીન એમઆઇએસ-સીથી પીડિત 35 બાળકોનો અભ્યાસ કર્યો હતો. આ બાળકોની આંખોમાં સોજો આવ્યાનું ગાલ રતુમ્બડા (લાલ) થયાનું તથા જીભ સ્ટ્રોબેરી જેવા દેખાવની (સ્ટ્રોબેરી રંગ) થયાનું અભ્યાસમાં જણાયું હતું. એ જ રીતે વાત કરીએ તો હેલ્થલાઇન ડોટ કોમના જણાવ્યા મુજબ સ્ટ્રોબેરી રંગ પોતે કોઇ બીમારી નથી પણ બીમારી (અહીં કોવિડ)ની અસર અથવા વિકાર છે.

image source

આગળ વાત કરતાં તેમણે જણાવ્યું કે-સ્ટ્રોબેરી રંગની તકલીફમાં જીભ લાલ થઇ જાય છે, સોજી જાય છે તતા સ્વાદેન્દ્રિયના ભાગરૂપ સ્વાદકળિકાઓ ફૂલી જવા સાથે જીભ ખરબચડી થઇ જાય છે. સ્ટ્રોબેરી રંગની તકલીફ થવા માટે વિટામીન બી 12ની ઉણપ તથા એલરજીઓ ઉપરાંત કાવાસાકી નામના રોગનો પણ સમાવેશ થાય છે. કાવાસારી એક ભાગ્યે જ થતી બીમારી છે અને સામાન્ય રીતે તે પાંચ વર્ષથી નાના બાળકોને થાય છે. આ રોગમાં રક્તવિહાનીઓમાં સોજો આવે છે.

image source

ગુજરાતમાં કોરોના મહામારીની વાત કરીએ તો સ્થિતિ ખુબ ખરાબ. પરંતુ કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી ઘટાડો થઇ રહ્યો છે. જે એક સારી વાત છે. આજે તો કોરોનાનાં કેસ 1200થી પણ ઓછા નોંધાયા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1175 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,27,683એ પહોંચી છે.

image source

જ્યારે રાજ્યમાં વધુ 11 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4171એ પહોંચ્યો છે. જ્યારે 1347 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 92.33 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 55,989 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ