પ્રેગનેન્સી દરમિયાન આ પડખે ઊંઘવાથી થાય છે અનેક ફાયદા, જાણો તમે પણ

પ્રેગનેન્ટ છો? તો સૂવામાં સાવચેતી જાળવવી.

image source

મહિલાઓ માટે ગર્ભાવસ્થા જીવનનો બહુ નાજુક તબક્કો હોય છે.આમ તો આ સમય અત્યંત સુખદાયક પણ હોય છે પણ એની સાથે સાથે ખાસ ધ્યાન રાખવાનો સમય પણ છે.

ગર્ભાવસ્થા દરમિયાન નાની-નાની વાતોને વિશેષ કાળજી રાખવી પડે છે. આ સમયગાળા દરમિયાન થોડીક પણ બેકાળજી જોખમી સાબિત થઇ શકે છે.

image source

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીએ પોતાની વિશેષ કાળજી લેવી જોઈએ દાખલા તરીકે પૌષ્ટિક આહાર લેવો, પૂરતી ઊંઘ કરવી, હળવી કસરત કરવી, તાણમુક્ત રહેવું અને આનંદમાં રહેવું.

માતા અને બાળક બંનેનાં સ્વાસ્થ્ય માટે થોડી સાવચેતી સ્વસ્થતા પ્રદાન કરે છે.

ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં ઘણા ફેરફાર આવે છે જેને કારણે શરૂઆતના સમયગાળામાં ઉલટી થવી, ગભરામણ થવી, પેટમાં તથા કમરમાં દુખાવો રહેવો, સામાન્ય હરવા-ફરવા કે બેસવા ઊઠવા માં પણ થોડી તકલીફ પડવા જેવી સમસ્યાઓ સર્જાય છે.

image source

મહિલા માં આવતા શારીરીક બદલાવ અને વજન તેમજ પેટ વધવાને કારણે ખાસ કરીને મહિલાઓને સુવામાં વિશેષ પરેશાનીનો સામનો કરવો પડે છે.

ગર્ભાવસ્થા દરમિયાન સુવાની પોઝિશનને ધ્યાન રાખવામાં ન આવે તો બાળકના વિકાસમાં અંતરાય આવી શકે છે. પેટ દબાવવાને કારણે પણ ક્યારેક ઓક્સિજન સપ્લાય ઓછો થઇ શકે છે. માટે પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓએ કેવી રીતે સૂવું જોઈએ એ વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.

image source

આપણે સૌ જાણીએ છીએ કે એક સ્વસ્થ વ્યક્તિ માટે સેકસી દિવસને 8 કલાકની ઊંઘ જરૂરી છે પરંતુ ગર્ભવતી મહિલાએ થોડો વધારે સમય સૂવું જોઈએ કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાને શરીરને રિલેક્સ રાખવા માટે થોડી વધારે ઉર્જા ની જરૂર પડે છે. ઉપરાંત પૂરતી ઊંઘ માતા તથા બાળકના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી હોય છે.

માતાને ગર્ભાવસ્થા દરમિયાન પૂરતી ઊંઘ ન મળી રહે તો પણ ગર્ભમાં ઉછરી રહેલા બાળકને લોહી તથા ઓક્સિજનની ઉણપ વર્તાય છે એવી સમયે બાળકના વિકાસમાં તકલીફ થાય છે.

image source

ગર્ભાવસ્થાના નવ મહિના દરમિયાન ત્રણ ત્રણ મહિના ના ત્રણ તબક્કા હોય છે એ તબક્કા અનુસાર મહિલાઓ એક એવી રીતે શોધવું જોઇએ એ અંગે માહિતી મેળવીએ.

ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિનાનો તબક્કો

image source

ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિના દરમિયાન બાળકનું વજન ઓછું હોય છે વિકાસ પણ ઓછો હોય છે તેને કારણે મહિલાનું પેટ પણ એટલું વધેલું હોતું નથી તેથી આ અવસ્થા દરમિયાન મહિલાઓ પડખું ફરીને સૂવાની ઇચ્છે તો અથવા તો પીઠના બળ પર પણ ઇચ્છે તો સૂઈ શકે છે પરંતુ ગર્ભવતી મહિલા ક્યારે ઉંધુ સૂવું જોઈએ નહીં.

પેટ દબાય એ રીતે સૂવાથી ગર્ભમાં રહેલા શિશુ ઉપર અસર પડે છે.

image source

ગર્ભવતી મહિલાએ એક પોઝિશનમાં લાંબા સમય સુવા ને બદલે થોડી થોડી વારે પોઝિશન પણ બદલવી જોઈએ.

ગર્ભવતી મહિલા નો બીજો તબક્કો

ગર્ભવતી મહિલાના બીજા તબક્કા દરમિયાન એટલે કે ચાર મહિનાથી છ મહિનાના સમયગાળા દરમિયાન પેટ થોડું બહાર આવે છે અને બાળકનું વજન પણ વધે છે.આ સમયગાળા દરમિયાન પણ મહિલાએ પેટ પર દબાણ ન આવે એ રીતે સાવધાનીપૂર્વક સૂવું જરૂરી હોય છે.

image source

પેટ નહિ પરંતુ પીઠ પર પણ દબાણ ન આવે તેનું ધ્યાન રાખવું કારણ કે ગર્ભાશય નો ભાગ પીઠની માંસપેશીઓ ઉપર તેમજ કરોડરજ્જુ પર પણ પડતો હોય છે તેને કારણે શરીરના રક્ત પરિભ્રમણ ઉપર પણ અસર પડે છે અને પીઠ દર્દ જેવી સમસ્યા પણ ઊભી થાય છે.

આ અવસ્થા દરમિયાન પણ પડખાભેર શું ફાયદાકારક છે.

ગર્ભાવસ્થા નો ત્રીજો તબક્કો

image source

ગર્ભાવસ્થા નો ત્રીજો તબક્કો એટલે કે સાત નવ મહિના દરમિયાન નો તબક્કો આ તબક્કામાં મહિલા નું વજન વધુ ઝડપથી વધે છે અને ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ પણ અતિ ઝડપથી થાય છે આ સમયગાળા દરમિયાન મહિલા એ ખાસ પડખાભેર હોવું જોઈએ.

ખાસ કરીને ડાબા પડખે સુવાથી બાળકને પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહે છે.

image source

ગર્ભાવસ્થા દરમિયાન મહિલા વિશેષ થાક અને નબળાઈ અનુભવે છે ત્યારે પૌષ્ટિક આહાર અને પૂરતી ઊંઘ મહિલા તથા બાળકના સ્વાસ્થ્ય માટે અતિ આવશ્યક બની રહે છે.

વધુ પડતો તણાવ પણ ગર્ભવતી મહિલા માટે હાનિકારક છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્વાસ્થ્ય પરત્વે ની બેકાળજી તથા માનસિક તાણ મહિલાની રોગપ્રતિકારક શક્તિ પર પણ અસર કરે છે અને સિઝેરિયન ના ચાન્સ પણ વધારે છે.

image source

ગર્ભાવસ્થા દરમિયાન પુરતી સંભાળ લેવામાં આવે તો જન્મ સમયે બાળકને પણ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા સર્જાઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ