સોશિયલ મિડીયાની આ ટેવોને આજે જ કહી દો અલવિદા, કારણકે..

તમારા માનસિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા આ સોશિયલ મિડિયા ટેવોને આજથી જ કહી દો અલવિદા

image source

આજે શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાની સાથે સાથે મેન્ટલ હેલ્થને લઈને પણ ઘણી બધી સમસ્યાઓ ઉભી થઈ ગઈ છે જેની પાછળ ઘણા અંશે સોશિયલ મિડિયા જવાબદાર છે. આજે ઇન્ટરનેટથી જેટલો લાભ થવો જોઈએ તેના કરતાં ક્યાંય વધારે નુકસાન થઈ રહ્યું છે.

ઇન્ટરનેટ, સોશિયલ મિડિયા વિગેરેનો ઉપયોગ કરનારા લોકો તેના અદ્ભુતલાભો વિષે તો સદંતર ભુલી જ ગયા છે.

image source

તેનો ઉપયોગ આપણે જુના મિત્રો સાથે ફરી સંપર્ક સાધવા, એક સમાજ ઘડવા, મહત્વની જીવનજરૂરી બાબતો પર જાગૃતિ ફેલાવા, પોતાના અનોખા અનુભવો શેર કરવા, વાર્તાઓ કહેવા તેમજ ધંધાનું નિર્માણ કરવા કરવાનો હોય તેની જગ્યાએ તેનો તો કંઈક અલગ જ ઉપયોગ થઈ રહ્યો છે અને તેના જ કારણે માણસ ધીમે ધીમે એકલો પડતો જાય છે અને નિરાશામાં ધકેલાતો જાય છે અથવા તો કંઈક સાવજ અવાસ્તવિક દુનિયામાં જીવવા લાગે છે.

image source

એક અભ્યાસ પ્રમાણે સોશિયલ મિડિયા પર લાંબો સમય પસાર કરતા લોકો વધારે ડીપ્રેશનમાં રહે છે તેવું નથી કે તેના પર સમય ઘટાડવાથી તેમની નિરાશા ઓછી થઈ જશે તેવું પણ નથી. પણ તેનો અર્થ એ બીલકુલ નથી થતો કે તે તમારા જીવન પર અસર નથી કરતું. પણ નવા અભ્યાસ પ્રમાણે તમે જેટલો વધારે સમય સોશિયલ મિડિયા પર પસાર કરશો તેટલી જ નિરાશામાં ગરકાવ થતા જશો.

image source

જો તમે 7-11 વિવિધ પ્રકારના સોશિયલ મિડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતાં હશો અને બીજી વ્યક્તિ જો 0-2 સોશિયલ મિડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતી હશે તો તે તમારી સરખામણીએ ઘણી ઓછી નિરાશ થતી હશે.

જીવનની નિરાશા દૂર કરવા માટે તમારે જ નક્કી કરવાનું છે કે તમારે કેવા પ્રકારના સોશિયલ મિડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો છે. તો અમે તમને અહીં કેટલીક એવી અસ્વસ્થ સોશિયલ મિડિયા આદતો વિષે જણાવીશું જેને તમારે આજને આજ છોડી દેવી જોઈએ. જે તમારા જીવન પર ખુબ જ હકારાત્મક અસર કરશે.

image source

લાઇક્સ મેળવવા માટે તમારે તમારી જાતને બદલવી

આજે સોશિયલ મિડિયા પર ઘણા લોકો જે વાસ્તવમાં નથી હોતા તે દેખાવાનો પ્રયાસ કરે છે. તમે જે નથી પહેરવા માગતા તેવા વસ્ત્રો તમે માત્ર વધારેને વધારે લાઈક મેળવવા પહેરો છો, લોકોને આકર્ષવા માટે તમારે તમારી જાતને બદલવી ન જોઈએ.

image source

લાઈક મેળવવા તમે તમારા વેંત બહારના ખર્ચા કરીને જાત જાતની વિડિયો તેમજ તસ્વીરો બનાવીને તમારા સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરશો તો તેનાથી તમને જ નુકસાન થશે.

બીજા અકાઉન્ટ્સ સાથે હરીફાઈમાં લાગી જવું

image source

સોશિયલ મિડિયાનો ઉપયોગ મોટે ભાગે પોતાની જાતને વારંવાર પ્રૂવ કરવા માટે કરવામાં આવે છે પછી ભલે તેમાં ડોળ કરવો પડે. અને ક્યારેક તો બીજા અકાઉન્ટ સાથે રીતસરની હરીફાઈ જ શરૂ થઈ જાય છે.

એક બીજાથી સારા દેખાવા, એકબીજાથી વધારે સારી વસ્તુઓ વાપરવા, એકબીજાથી વધારે સારા અને લક્ઝરિયસ પ્રવાસો ખેડવાની વિગેરે વિગેરે. માટે આવું ન કરવું જોઈએ.

હંમેશા પોતાની જાતને બીજા સાથે સરખાવવી

image source

સોશિયલ મિડિયાનો આ એક ગંભીર રોગ છે. સોશિયલ મિડિયા પર લોકો પોતાની વાસ્તવિક બાજુ અથવા કહો કે પોતાની હકારાત્મક બાજુઓ જ રજૂ કરવાનું પસંદ કરે છે. પછી તે તમારો સારો દેખાવ હોય, કે પછી જીવનની સુખી ક્ષણ હોય. તેઓ ક્યારેય પોતાની નકારાત્મક બાજુ કે નબળી બાજુ કે નબળી ટેવો તમારી સાથે શેર નથી કરતા.

image source

તે તમારી સાથે તેમની નિષ્ફળતા કે પછી ખરાબ દિવસો વિષે કશું જ શેર નથી કરતા. પણ એક સામાન્ય માણસ સાથે સારુ-ખરાબ બધું જ બનતું હેય છે. માટે બીજાના ખુશ ખુશહાલ રહેતા ફોટો, પ્રવાસના વિડિયો વિગેરે જોઈને તમારે તમારી જાતને તેમની સાથે કંપેર નથી કરવાની.

નકારાત્મકતા જન્માવતા એકાઉન્ટને ફોલો કરવા

image source

તમે જયારે ક્યારેય પણ સોશિયલ મિડિયા અકાઉન્ટ બનાવો ત્યારે તમે વિવિધ જાતના અકાઉન્ટને ફોલો કરતા હોવ છો. તમારે અહીં નક્કી એ કરવાનું છે કે તમારે કેવા પ્રકારનું કન્ટેટન જોઈએ છે અને તે જ પ્રકારના એકાઉન્ટ તમારે ફોલો કરવા જોઈએ. જે સોશિયલ અકાઉન્ટનું કન્ટેટ તમારા પર નકારાત્મક અસર કરતું હોય તેને આજથી જ ફોલો કરવાનું બંધ કરી દો.

image source

એવું જરૂરી નથી કે લાખો લોકો તે અકાઉન્ટને ફોલો કરે તો તમારે પણ કરવું જ. જો તેનાથી તમારા માનસિક સ્વાસ્થ્યને નકારાત્મક અસર થતી હોય તો તમારે તેને અનફોલો કરી દેવું જોઈએ.

પેસિવ યુઝર બની રહેવું

image source

પેસિવ યુઝર એટલે કે તમારા સોશિયલ મિડિયા પર જે કોઈ ન્યુઝ ફીડ આવે તે તમને ગમતું હોય તેમ છતાં તમને તેને લાઈક ન કરો, પણ બસ એમને એમ સ્ક્રોલ કરે રાખો, સારી બાબતોને શેર ન કરો કે પછી કમેન્ટ ન કરો તો તે પણ યોગ્ય નથી.

આ ઉપરાંત તમારે સોશિયલ મિડિયા પર તમારા એક્સને પણ સ્ટોક ન કરવા જોઈએ. તે હવે તમારા જીવનનો ભાગ નથી તે સમજીને આગળ વધવું.

ઓન લાઈન બુલીઇંગ

image source

સામાન્ય જીવનની જેમ ઓન લાઈન પણ તમારી ટીકા કરનારા તમારામાં કંઈક ખરાબ શોધનારા તો તમને મળશે જ. માટે આવા લોકોને તમારે કોઈ પણ પ્રતિસાદ આપવો નહીં કે તેમની કોઈ કમેન્ટ્સથી તમારે નેગેટીવ પણ ન બનવું જોઈએ. આવી સ્થિતિમાં જો તમે યોગ્ય રીતે સામનો ન કરો તો તમે નિરાશ પણ થઈ શકો છો.

તમારી સોશિયલ મિડિયા લાઈફને વધારે પડતું મહત્ત્વ આપવું

image source

સોશિય મિડિયામાં એટલું બધું મગ્ન ન રહેવું કે તમારું વાસ્તવિક જીવન, તમારી આસપાસ રહેતાં પ્રેમાળ લોકો પર ધ્યાન આપવાનું જ ભુલી જાઓ. દરેક બાબતની એક હદ હોય છે.

તમારા મિત્રો, કુટુંબ સાથે જમતા હોવ અને તમે સતત સોશિયલ મિડિયા પર રહો કે પછી તમારી કેરિયરની જગ્યાએ સોશિયલ મિડિયાને વધારે મહત્ત્વ આપો આ બધુ જ તમને છેવટે નુકસાન કરે છે. અને તમે વાસ્તવિક મિત્રો, કુટુંબથી દૂર સોશિયલ મિડિયા પરના અનરિયલ ફ્રેન્ડ્સ પર ડીપેન્ડ રહેવા લાગો છો જે યોગ્ય નથી.

બધા જ નોટીફીકેસન ઓન રાખવા

image source

દરેક એપ્લીકેશન ડાઉનલોડ કરતી વખતે તમને તેમા આવતા વિવિધ અપડેટ્સની જાણકારી આપવા માટે નોટીફીકેશન ઓન રાખવાનું કહેવામાં આવે છે અને તમે તેમ કરો છો. કેટલીક એપ્લીકેશન જેમ કે વ્હોટ્સએપ કે જેમાં તમારે અર્જન્ટ મેસેજ આવતા હોય મેઈલ છે જેમાં તમારા પ્રોફેશ્નલ મેસેજ આવતા હોય ત્યાં સુધી આ નોટીફીકેશન ઠીક છે.

image source

પણ બીનજરૂરી સમાચારો વિગેરેના નોટીફીકેશન તમારા ધ્યાનને તમારા મુખ્ય કામથી દૂર ઠેલે છે તમારી કાર્યક્ષમતા પર તેની અસર થાય છે. માટે તમારે તમારા પ્રોડક્ટીવ કામ તેમજ સોશિયલ મિડિયાના સમયને સેપરેટ રાખવા જોઈએ. અને બીનજરૂરી નોટીફીકેશન બંધ જ રાખવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ