જાણો પરવળનું શાક ખાવાથી હેલ્થને થતા આ અઢળક ફાયદાઓ વિશે

પરવળને ત્રિકોસાંથેસ ડીઓઈકા, પટોલા અને લીલા બટાકાના નામથી પણ જાણવમાં આવે છે. આ બધા કુંકુરબીટેસીના પરિવારથી સંબંધ રાખે છે અને કાકડી,સ્કવેશના સમાન હોય છે. હ જો કે કાકડી, સ્કવેશ બારેમાસ નથી હોતા પણ પરવળનો છોડ સદાબહાર છે.

image source

આ ભારતની મહત્વપૂર્ણ શાકભાજીમાંથી એક છે. પરવળને એકલું કે અન્ય શાકભાજીઓની સાથે બનાવવામાં આવે છે. મોટાભાગે પરવળને ગ્રેવીની રીતે અને સૂકા વ્યંજનની જેમ પણ બનાવવામાં આવે છે. કેટલીક જગ્યાઓ પર પરવળને મીઠાઇ બનાવવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. દૂધી કે ટીંડોળાની સાથે આ શાકને જોડવું નહિ, કારણકે આ શાક દૂધીની જેમ તો દેખાય છે પણ આકારમાં થોડી મોટી હોય છે.

પરવળના છોડની પાંદડીઓની દિલ આકારની, ૭ થી ૧૦ સેમી લાંબી અને ૪ થી ૮ સેમી પહોળી હોય છે. પરવળને અંગ્રેજીમાં પોઈટેડ ગાર્ડ કહેવામાં આવે છે. આનો છોડ વેલની જેમ વધે છે, અને તેની લંબાઈ ૫-૬ મીટર હોય છે. આ ગરમ કે ભેજવાળી હવાપાણીમાં સારી રીતે થાય છે. શિયાળાની ઋતુમાં પરવળનો છોડ સુકાઈને મરી જાય છે, પરંતુ પછી ફરીથી વસંત ઋતુમાં નવી કુપળો નીકળવા લાગે છે. પરવળના છોડ માટે યોગ્ય પાણીનો યોગ્ય પ્રબંધ હોવો જોઈએ.

પરવળના સ્વાસ્થ્યથી જોડાયેલા ફાયદાઓ:

image source

પરવળને ખાવાથી ઘણાબધા સ્વાસ્થ્ય લાભ છે અને લોકોને પરવળ વિષે ખૂબ ઓછી જાણકારી હોય છે. પરવળના શાકને સૌથી પૌષ્ટિક ખાધ્ય પદાર્થો માંથી એક માનવામાં આવે છે. પરવળમાં કેટલાક પ્રકારના વિટામિન મળી આવે છે જેમ કે વિટામિન એ, વિટામિન બી 1, વિટામિન બી 2 અને વિટામિન સી. પરવળમાં ખૂબ ઓછા પ્રમાણમાં કેલેરી મળી આવે છે એટલે આ કોલેસ્ટ્રોલના સ્તરને પણ નિયંત્રણમાં રાખે છે. આયુર્વેદમાં પરવળનો પ્રયોગ ગેસની તકલીફો અને યૌન જીવનને સુધારવા માટે કરવામાં આવે છે.

આજે અમે આપને પરવળથી જોડાયેલ કેટલાક પ્રચલિત સ્વાસ્થ્ય લાભો વિષે જણાવીશું:

પરવળ શરીરના લોહીને શુધ્ધ રાખે છે:

image source

પરવળ લોહીની સફાઇ કરવા માટે ખૂબ ફાયદાકારક છે. આ આપણાં લોહી, લોહીના વિકારોને સાફ કરવામાં મદદ કરે છે. આની મદદથી આપણાં ચેહરાની સંભાળ પણ રાખી શકાય છે. રક્ત શુધ્ધિ દરેક વ્યક્તિ માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. પરવળ ખાવાથી આપના બધા રોગ દૂર થઈ જાય છે અને અહિયાં સુધી કે શરીરની અંદરની અશુધ્ધતા પણ દૂર થઈ જાય છે.

પરવળ તાવને દૂર રાખે છે.:

શરદી અને તાવ સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે. જે ઋતુ પરિવર્તનનાં કારણે થાય છે. આયુર્વેદ મુજબ પરવળ પ્રતિરોધક ક્ષમતાને વધારી દે છે.

પરવળનો ઉપયોગ તાવ, ગળાની સમસ્યાઓ અને ઉચ્ચ તપમાનના ઉપચાર માટે કરવામાં આવે છે. જો આપ નિયમિત રીતે પરવળ ખાવ છો તો આ શરદી અને તાવની તકલીફને ઓછી કરવામાં મદદ કરે છે.

પરવળ પાચન ક્રિયાને સુધારે છે:

image source

લીલા રંગના પરવળમાં ખૂબ વધારે પ્રમાણમાં ફાઈબર મળી આવે છે જે યોગ્ય પાંચનને વધારવામાં મદદ કરે છે. પરવળ ગેસ અને લિવરથી જોડાયેલી સમસ્યાઓને સુધારવામાં પણ મદદ કરે છે. જો આપ સારી રીતે પચાવી શકો છો તો આનાથી સ્પષ્ટ થી જાય છે કે આપની પાચનક્રિયા સારી રીતે કામ કરી રહી છે. આમ જોતજોતામાં આપના સ્વસ્થ રહેવાની ખૂબ સારી સંભાવના મળી જાય છે. પોતાના નિયમિત આહારમાં પરવળને ખાવાથી પાંચનમાં સુધારો કરી શકાય છે.

પરવળ કરે છે વધતી ઉંમરમાં ચેહરાની દેખભાળ:

ચેહેરા પર કરચલીઓ અને મૃત ત્વચા આપણા ચહેરા પર સૌથી સામાન્ય બાબત છે. પરવળમાં સારા પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ, વિટામિન એ અને સી મળી આવે છે જે કણીક અણુઓ સામે લડવામાં મદદ કરે છે.દરેક વ્યક્તિ માટે વધતી ઉંમર ખુબ જ ચિંતાનો વિષય રહે છે. જો કે આ એક કુદરતી પ્રક્રિયા છે, તો પણ આ દિવસોમાં વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા પહેલાજ દેખાવા લાગે છે અને આ બધું દુષિત હવા અને પ્રદૂષણના કારણે છે પરંતુ કુદરતી રીતે પરવળ વધતી ઉંમરથી જોડાયેલી વસ્તુઓને રોકી શકે છે. વધતી ઉંમરને રોકવા માટે જરૂરી છે કે આપ દૈનિક ભોજનમાં પરવળને સામેલ કરો.

પરવળ કબ્જ માટે અચૂક ઉપાય છે.:

કબ્જ એક દર્દનાક સ્વાસ્થ્ય સમ્સ્યાઓમાંની એક છે જે સામાન્ય રીતે મહિલાઓ અનેપુરુષોમાં ઓછું પાણી પીવાથી થાય છે. આ કબ્જ હજી વધારે પણ વધી શકે છે જો આપના ભોજનમાં વધારે ખનીજ હોય. પરવળમાં રહેલ બીજ કબ્જની સમસ્યા ઓછી કરવામાં મદદ કરે છે. જો આપે કબ્જથી બચવું હોય તો આપે ખાવામાં પરવળ જરૂરથી લેવું જોઈએ।.

પરવળ સુગર અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે.:

image source

જયારે આપ પરવળ ખાઈ રહ્યા છો તો તેના બીજ બહાર કાઢવા નહીં, એનાથી સુગર લેવલ સંતુલિત રહે છે જેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું નથી. પરવળને આપે નિયમિત આહારમાં સામેલ કરવાથી આપ આ બીમારીઓથી બચી શકશો.

પરવળ વજન ઓછું કરવામાં મદદ કરે છે.:

આપણે બધા પોતાનું વજન ઓછું કરવા માટે સતત પ્રયત્ન કરતા રહીએ છીએ. આજના સમયમાં ફિટ અને ઠીક રહેવું જરૂરી છે જેના માટે લોકો પોતાનું વજન ઓછું કરવા માટે દરેક ઉપાયો અપનાવે છે પરંતુ આ એક કે બે અઠવાડિયાની વાત નથી. વજનને નિયંત્રિત કરવા માટે આપે આપના વ્યાયામ અને આહારમાં ખુબ ધ્યાન આપવાની સાથે જ પરવળને ભોજનમાં લેવાથી આપનું વજન ઓછું થશે. પરવળ નિયમિત ખાવાથી આપનું પેટ ભરેલું રહેશે અને જલ્દી ભૂખ પણ નહીં લાગે.

પરવળથી જોડાયેલ આયુર્વેદિક ફાયદાઓ:

પરવળથી જોડાયેલ આયુર્વેદિક ફાયદાઓ આ રીતે છે.:

1. માથાનો દુખાવો:

image source

પરવળના મૂળ કાપીને અને હવે તેની પેસ્ટ બનાવવી. પછી પોતાના માથા પર આ પેસ્ટને લગાવવી અને સુકાવા દેવી. આનાથી આપનો માથાનો દુખાવો ઓછો થશે અને ઘણો આરામ મળે છે.

૨. ઘાવ:

પરવળના મૂળનો ઉકાળો તૈયાર કરવો અને ઘાવને ધોવા માટે આ ઉકાળાનો ઉપયોગ કરવો. એનાથી આપના ઘાવને આરામ મળશે.

3 . ગંજાપણાની બીમારી:

પરવળના પાનની પેસ્ટ બનાવવા માટે પીસી લેવા અને પોતાના માથા પર જયાં જયાં વાળ નથી ત્યાં આ પેસ્ટને લગાવવી. જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય તો તેને ધોઈ લેવી. આનાથી વાળને વધવામાં મળશે.

૪. લિવરની બીમારી:

આખા દિવસમાં એકવાર બે ચમચી પરવળના પાનનો રસ પીવો. આમ કરવાથી આપના લીવર સાથે જોડાયેલી તકલીફો ઓછી થશે.

૫. લોહી સાફ કરવા માટે:

image source

અઠવાડિયામાં ત્રણવાર ૨૦ એમએલ પરવળનો રસ પીવો. આ લોહી માટે ખૂબ ફાયદાકારક છે.

૬. ખાંસી:

આખા દિવસમાં બે વાર ૫ એમએલ પરવળના મૂળનો રસ પીવો. એનાથી આપના ગળાથી જોડાયેલી સમસ્યાઓ ઓછી થશે.

૭. ત્વચાની બીમારી:

૧ ચમચી પરવળના પાનનો રસ લેવો તેમાં થોડું મધ ઉમેરવું અને પછી તેને ગરમ પાણી સાથે પીવાથી આપની ત્વચાને લગતી સમસ્યાઓ દૂર થી જશે.

પરવળના છોડનો પારંપરિક ઉપયોગ:

પરવળના છોડનો પારંપરિક ઉપયોગ આ રીતે કરી શકાય છે:

image source

૧. પરવળના છોડનો ઉપયોગ પાચન, ત્વચા અને તાવના ઉપચાર કરવા માટે કરવામાં આવે છે.

૨. પરવળના બીજને કોલેસ્ટ્રોલ અને સુગર લેવલ ઓછું કરવા માટે પ્રયોગ કરવામાં આવે છે.

૩. પેટની ગેસ દૂર કરવા અને લીવર માટે આ ખૂબ ઉપયોગી છે.

૪. આનો ઉપયોગ કમળો, વાઇરલ સંક્રમણ અને ત્વચાના રોગો માટે કરવામાં આવે છે.

૫. આનાથી પેટના કીડા અને કબ્જને ઠીક કરવામાં મદદ કરે છે.

૬. આ યૌન શક્તિ વધારવા માટે ખૂબ સારું રહે છે.

૭. આ ખાંસી, એકઝિમા, લોહીની અશુધ્ધતા, અતિ કફ અને પેટ ફૂલવાને પણ ઠીક કરે છે.

૮. હિંગના પાવડરની સાથે પરવળના બીજના રસ સાથે ભેળવવો અને પીવો.

૯. જાડાપણું ઓછું કરવામાં મદદ મળે છે.

૧૦. પરવળનો રસ પીવાથી આપનું શરીર સ્વસ્થ રહેશે.

પરવળના નુકસાન:

image source

પરવળના નુકસાન આ પ્રકારના છે:

૧. પરવળ વધારે ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે.

૨. પરવળને વધારે ખાવાથી પેટમાં પાણીનું પ્રમાણ વધી શકે છે જેનાથી પેટ ખરાબ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ