આ રીતે કરો પ્રેગનન્સી દરમિયાન યોગ, ખૂબ ફાયદો થશે

ગર્ભાવસ્થા દરમિયાન આ યોગ કરવાથી રહેશે ફાયદો.

image source

સૈકાઓથી યોગ એક એવા પ્રકારનો વ્યાયામ છે જે સંપૂર્ણ કૂદરતી રીતે કરવામાં આવે છે. યોગથી તમારા શરીરની સાથે સાથે તમારા મન તેમજ મગજને પણ સ્વસ્થતા મળે છે.

ગર્ભાવસ્થા દરમિયાન જ્યારે સ્ત્રીઓ પોતાના મૂડ સ્વિંગ્સથી લડી રહી હોય, વિવિધ જાતની મુશ્કેલીઓ અનુભવતી હોય તે પછી પગનો દુખાવો હોય કે પછી શ્વાસ લેવામાં પડતી તકલીફ હોય આ બધી જ સમસ્યામાં યોગનો વ્યાયામ ગર્ભવતિ મહિલાની મદદ કરી શકે છે અને નવ મહિના બાદ થતી પ્રસૂતિને પણ સરળ બનાવે છે.

image source

આજે બોલીવૂડની ઘણી બધી અભિનેત્રીઓ પોતાના સ્વાસ્થ્ય માટે યોગનો સહારો લે છે. અને ખાસ કરીને તેઓ પોતાની ગર્ભાવસ્થામાં તો યોગ અવશ્ય કરે છે. તે પછી લારા દ્તતા હોય, કરીના કપૂર ખાન, હોય કે શિલ્પા શેટ્ટી હોય, ગમે તે હોય તેમણે પોતાની ગર્ભાવસ્થામાં યોગનો સહારો લીધો હતો.

image source

જે સ્ત્રીઓ નિયમિત રીતે યોગ કરતી હોય તેમણે પોતાની પ્રેગ્નન્સીના મહિનાઓએ દરમિયાન પોતાના યોગ રુટીનોમાં હળવો ફેરફાર કરવાનો હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન યોગ કરવાનો ઉદ્દેશ એ છે કે ગર્ભવતિ સ્ત્રી બને તેટલી ઓછી તકલીફો સહન કરીને બાળકને જન્મ આપે અને તેને કોઈ પણ જાતની સ્વાસ્થ્ય સમશ્યા ન નડે. જો કે પ્રેગ્નન્સી દરમિયાન જો તમે યોગ કરવા માગતા હોવ તો તમારે એક એક્સપર્ટની દેખરેખ હેઠળ જ તે કરવું જોઈએ.

image source

એક ગર્ભવતિ સ્ત્રીએ યોગ કરતા પહેલાં પોતાના સ્વાસ્થ્યના ઇતિહાસ વિષે ચોક્કસ વિચારવું જોઈએ. જે લોકો પ્રથમવાર યોગ કરતા હોય તો તેમણે તો ડોક્ટરની સલાહ લીધા વગર યોગ શરૂ ન કરવા જોઈએ. ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિના જટીલ હોય છે અને તે વખતે મિસકેરેજની શક્યતાઓ ઉચ્ચ હોય છે માટે આ સમય દરમિયાન તમારે સૌથી વધારે કાળજી રાખવાની જરૂર છે.

image source

બધા જ પરિબળો અને ગર્ભાવસ્થા દરમિયાન રાખવામાં આવતી સ્વાસ્થ્ય સંભાળને ધ્યાનમા રાખીને હવે અમે તમારી સાથે એવા યોગાસનોની ચર્ચા કરીશું જે એક ભાવિ માતા એટલે કે ગર્ભવતિ સ્ત્રીએ કરવા જોઈએ.

નીચે જણાવેલા યોગાસનો નિતંબના સ્નાયુઓ મજબુત બનાવાના ઉદ્દેશથી કરવામાં આવશે કારણ કે તેનાથી તમારું ગર્ભાશય મોટું બનશે, જેથી કરીને તમારા ગર્ભનો સ્વસ્થ રીતે વિકાસ થઈ શકે.

તો ચાલો જાણીએ ગર્ભાવસ્થા દરમિયાન કરવા યોગ્ય યોગઆસનો વિષે.

ઉત્કર્ષાશન

image source

– સીધા ઉભા રહો પણ તમારા પગ વચ્ચે એક ફુટનું અંતર રાખો અને તમારા પગને એકબીજાને સમાંતર રાખો.

– બે સેકન્ડ માટે શ્વાસ અંદર લો હવે તમારી એડીને ઉંચી કરો અને તમારા બાવડાને તમારા ખભાના સ્તરે ઉંચા કરો, તમારી હથેળીને નીચેની તરફ રાખો.

– હવે ધીમે ધીમે શ્વાસ બહાર કાઢોઃ હવે સ્ક્વોટ પોઝમાં તમારા પગની આંગળીઓ પર બેસી જાઓ. જો તમે તમારા પગની આંગળીઓ પર ઉભા રહેવામાં કન્ફર્ટેબલ ન અનુભવતા હોવ તો સામાન્ય રીતે જેમ ઉભા રહેતા હોવ તેમ ફ્લેટ પગ રાખીને ઉભા રહો.

image source

– તમારા હાથને સેમ પોઝિશનમાં રાખો, શ્વાસ અંદર લો ધીમે ધીમે ઉભા થાઓ અને તમારા પગની આંગળીઓ પર ઉભા રહો.

– હવે શ્વાસ બહાર કાઢો, તમારા હાથ અને તમારા પગની એડીઓ નીચા કરો.

ઉત્કર્ષાશન તમારા સાથળ અને નિતંબના સ્નાયુઓને મજબુત બનાવે છે

વક્રાસન

image source

– સૌ પ્રથમ તમારે તમારી આગળની બાજુએ પગ લાંબા કરીને બેસવું

– હવે તમારે શ્વાસ અંદર લેવો અને તમારા એક બાવડાને તમારા ખભા સુધી ઉંચો કરવો અને તમારી હથેળીને નીચેની તરફ રાખવી.

– હવે શ્વાસ બહાર કાઢવો, હવે તમારા શરીરને તમારે તમારી કંમરથી જમણી બાજુ વાળવુ સાથે માથુ અને હાથ પણ તે જ બાજુ વાળવા. તમારા બાવડાને બને તેટલા વધારે ખેંચવા. પણ આ દરમિયાન તમારે તમારા ગોઠણ ન વાળવા.

image source

– હવે શ્વાસ અંદર લેવો અને મૂળ સ્થિતિમાં પાછુ આવવું. હવે આ સ્થિતિને બીજી બાજુ સાથે રીપીટ કરવી.

આ યોગાસનથી તમારી કરોડ રજ્જુ, પગ, હાથ અને ડોકને વ્યાયામ મળશે અને તમારા પેટના અંગોને હળવું મસાજ પણ મળશે.

કોણાસન

image source

આ આસનથી તમારી કમરની ચરબી અંકુશીત રહેશે અને તમારી કમરેનો ભાગ ફ્લેક્સિબલ રહેશે.

– તમારા પગને બે ફુટ એકબીજાથી દૂર રાખીને ઉભા રહો. તમે આ આસનને દીવાલનો ટેકો લઈને પણ કરી શકો છો.

– તમારો જમણો હાથ ઉંચો કરો તમારી કોણીને સીધી રાખો. ઉપરની તરફ એક સ્ટ્રેચ કરો અને સાથે સાથે તમારા શ્વાસને અંદર લો, તમારી ડાબી બાજુ વળો, શ્વાસ બહાર કાઢો હવે મૂળ સ્થિતીમાં પાછા આવો અને તમારો હાથ નીચે કરો.

image source

– આ જ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો

યસ્તીકાસન

– તેના માટે પીઠ નીચે રહે તેમ સુઈ જાઓ, તમારા પગ સીધા રાખો. તમારા શરીરને એક રેખામાં રાખો. ગોઠણ અને પગને ભેગા રાખો. તમારા પગને ઉપરની તરફ પોઈન્ટ કરેલા રાખો. તમારા હાથ તમારી બાજુઓમાં મુકેલા રાખો.

image source

– હવે શ્વાસ અંદર રાખો તમારા હાથ ઉંચા કરો તેને જમીન પર રાખો અને અને ઉપરની તરફ સ્ટ્રેચ કરો. તમારી પગની આંગળીઓને ધક્કો મારો. હવે શ્વાસ બહાર કાઢો અને મૂળ સ્થિતિમાં પાછા આવો. આ પ્રક્રિયા 3-4 વાર કરવી.

આ આસન તમારું પોશ્ચર સુધારે છે, તમારા શરીરને સ્ટ્રેચ કરે છે અને તમારા બોડીને રિલેક્શ કરે છે.

હસ્ત પનાનગુસ્તાસન

image source

– તમારી પીઠ જમીન તરફ રહે તે રીતે સુઈ જાઓ. તમારા પગને સીધા કરો તમારા શરીરને એક લાઈનમાં રાખો.

– તમારા હાથને T પોઝિશનમાં રાખો, તમારી હથેળીઓને નીચે રાખો.

– જમણા પગને તમારી જમણી તરફ સ્લાઇડ કરો. વધારે પડતો પ્રયાસ ન કરો. તમારા અંગુઠાને તમારા જમણા હાથથી પકડી રાખો જો શક્ય હોય તો.

– તમારો પગ પોતાની જગ્યાએ પાછો લાવો. આ પ્રક્રિયા ડાબી બાજુ પણ પુનરાવર્તિત કરો.

આ આસન તમારા નિતંબ તેમજ સાથળના સ્નાયુઓને મજબુત નબાવે છે.

પર્વતાસન

image source

– તેના માટે ટટ્ટાર બેસો, શ્વાસ અંદર લો તમારા બાવડા ઉંચા કરો અને તમારી હથેળીઓને નમસ્તેની સ્થિતમાં જોડો. તમારી કોણીને સીધી રાખો. તમારા હાથને તમારા કાન નજીક રાખો. આ સ્થિતિમાં થોડી સેકન્ડ રહો અને પછી પાછા નોર્મલ પોઝીશનમા આવી જાઓ. આ પ્રક્રિયા તમારે 2-3 વાર રીપીટ કરવી.

આ આસન તમારા બોડી પોશ્ચરને સુધારે છે અને તમારા પીઠના દુઃખાવામાં પણ રાહત આપે છે.

પર્યાંકાસન

image source

આ આસન તમારા પેટ, નિતંબ અને સાથળના સ્નાયુઓને મજબુત બનાવે છે.

– નીચે સુઈ જાઓ તમારી પીઠ નીચેની તરફ રાખો. હવે તમારા પગને સીધા જ રાખો. તમારા ગોઠણને ભેગા રાખો. હવે તમારા જમણા પગને ગોઠણેથી વાળો, નિયમિત શ્વાસ લો. તમારાથી શક્ય હોય ત્યાં સુધી આ સ્થિતિમાં રહો. હવે તમારો પગ સીધો કરો અને બીજી બાજુ સાથે આ પ્રક્રિયા પુનરાવર્તિત કરો.

ભદ્રાસન

image source

આ આસન તમારા સાથળ અને નિતંબનને મજબુત બનાવે છે.

– એક મેટ પર પગને સ્ટ્રેચ કરીને બેસો.

– તમારા પગને મેટ પર જ રાખો, હવે તમારા પગથી નમસ્તેનો આકાર બનાવો. ટટ્ટાર બેસો, આગળની તરફ નમો નહી. હવે તમારા હાથને તમારા ગોઠણ કે તમારા સાથળ પર રાખો. હવે તે જ સ્થિતિમાં તમારાથી શક્ય હોય ત્યાં સુધી બેસી રહો.

– તમારા પગ સીધા કરો અને ફરીથી આ પ્રક્રિયા પુનરાવર્તિત કરો.

યોગ કરતી વખતે કેટલીક બાબતોનુ ખાસ ધ્યાન રાખો

– જે ગર્ભવતિ મહિલાઓને અસ્થમાની તકલીફ હોય તેઓ ઉપર જણાવેલા આસન કરી શકે છે પણ તેમણે પોતાના શ્વાસ રોકવા નહીં.

image source

– ગર્ભાવસ્થાના ટ્રાઈમેસ્ટર પ્રમાણે કેટલીક એક્સરસાઇઝ તમે ન કરી શકો. દા.ત. કોણાસનને તમે સાતમા મહિના બાદ ન કરી શકો. જો કોઈ આસન કરવામાં અનકન્ફર્ટેબલ લાગતુ હોય તો ત્યારે જ તેને કરવાનું બંધ કરી દેવું.

– બેલેન્સવાળી એક્સરસાઇઝ કરતી વખતે પૂરતું ધ્યાન આપવામાં આવવું જોઈએ.

– ડીલીવરી બાદ શરીરનું વજન ઘટાડવાની ઉતાવળ બિલકુલ ન કરો. પોસ્ટ નાટલ યોગા કે જેને બાળકના જન્મ આપ્યાના છ અઠવાડિયા બાદ કરવામાં આવે છે તેને ત્યારે જ કરવું જોઈએ જ્યારે માતાનું શરીર તે માટે સંપૂર્ણ તૈયાર હોય.

image source

– સામાન્ય સ્ટ્રેચીંગ એક્સરસાઇઝ સર્ક્યુલેશનને પ્રેરે છે અને તાણને પણ દૂર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ