ભારતની આ સ્કૂલના વિદ્યાર્થીઓની સંખ્યા જાણીને તમે પણ પડી જશો વિચારમાં, જાણો એવુ તો શું છે આ સ્કૂલમાં

શિક્ષણ પ્રાપ્ત કરવામાં ગુજરાતના લોકો અગ્રેસર છે અને તેનું કારણ છે કે આપણે ગુજરાતીઓ શિક્ષણ મેળવવાને જીવનની અન્ય જરૂરિયાત કરતા વધુ પ્રાથમિકતા આપીએ છીએ.

image source

તમારી આસપાસ નજર દોડાવશો તો પણ તમને એવા એક – બે નહિ પણ અનેક દાખલાઓ જોવા મળશે જેમાં સંતાનોને સારું શિક્ષણ મળે તે માટે તેના માતા – પિતા મુશ્કેલી અને તકલીફો વેઠી લેશે પણ બાળકોને શિક્ષિત બનાવવા શક્ય એટલા બધા જ પ્રયત્નો કરશે.

અહીં સુધી કે ઉચ્ચ શિક્ષા મેળવવા જો સંતાનોને વિદેશ જવું પડે તેમ હોય તો તેમ કરવા પણ માતા-પિતા તૈયાર હોય છે.

image source

અને અનેક લોકો પોતાના બાળકોને વિદેશ ભણવા મોકલી પણ ચુક્યા છે. વિદેશમાં સ્કૂલ, કોલેજ, યુનિવર્સીટી સારી હોય અને તેનું શિક્ષણ સારું હોય તે તો બાળક ત્યાં ભણીને પરત ફરે ત્યારે પરિણામ મળે.

પરંતુ આપણા ભારતમાં એક એવું શિક્ષણધામ આવેલું છે જેને દુનિયાની સૌથી મોટી સ્કૂલો પૈકી એક તરીકે ગણવામાં આવે છે. તો આ સ્કૂલ ક્યાં આવેલી છે?

image source

અને તેની વિશેષતાઓ શું શું છે આવો જરા વિસ્તારથી જાણીએ.

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં આવેલી અને સીટી મોન્ટેસરી સ્કૂલ નામની આ સ્કૂલ દુનિયાની સૌથી મોટી સ્કૂલ માનવામાં આવે છે.

image source

આ સ્કૂલને દુનિયાની સૌથી મોટી સ્કૂલ ક્યા કારણે કહેવામાં આવે છે તે તમે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા જાણીને સમજી જ જશો.

55,000 વિદ્યાર્થીઓ, જી હા, તમે બરાબર જ વાંચ્યું છે આ સ્કૂલમાં હાલ 55,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જે કોઈપણ એક સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યામાં સૌથી પ્રથમ ક્રમાંકે છે.

વર્ષ 2005 માં જ આ સ્કૂલને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સ્કૂલનું બહુમાન મળી ચૂક્યું હતું તે સમયે અહીં 29,212 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.

image source

આ પહેલા આ રેકોર્ડ ફિલિપાઇન્સ દેશમાં આવેલા મનિલા શહેરમાં સ્થિત રીજાલ હાઈસ્કૂલના નામે હતો જેમાં 19,738 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.

લખનઉની આ સીટી મોન્ટેસરી સ્કૂલની સ્થાપના વર્ષ 1959 માં માત્ર 5 વિદ્યાર્થીઓ સાથે સ્કૂલના સ્થાપક એવા ડો.જગદીશ ગાંધી અને ડો.ભારતી ગાંધી દ્વારા 300 રૂપિયાની મૂડી સાથે કરવામાં આવી હતી.

image source

અત્યારે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા હજારોમાં છે અને સ્કૂલને ICSE બોર્ડ દ્વારા માન્યતા પણ મળેલી છે.

સ્કૂલમાં કુલ 4500 માણસોનો વિશાળ સ્ટાફ છે. જેમાં 2500 શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. એ સિવાય સ્કૂલમાં 3700 કોમ્પ્યુટર, 1000 કલાસરૂમ અને લખનઉ શહેરમાં 18 કેમ્પસ પણ છે.

image source

ઉલ્લેખનીય છે કે આ સીટી મોન્ટેસરી સ્કૂલને યુનેસ્કો દ્વારા પીસ એજ્યુકેશનનો એવોર્ડ પણ મળેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ