તમારો સ્માર્ટફોન અસલી છે કે ચોરી કરેલો? જાણવા માટે અપનાવો આ 3 રીત, પડી જશે બધી જ ખબર

આપણા દેશ ભારતમા સૌથી વધારે યુવાન વર્ગ છે. તેથી ભારતમા સ્માર્ટફોન અને તેના જેવા ઘણા બધા ગેજેટ્સ ખુબ વધારે વપરાય છે. તેથી તે વસ્તુનુ ખુબ જ મોટુ માર્કેટીંગ ભારતમા થાય છે. આમ આ બધી વસ્તુ અને સ્માર્ટફોન ખુબ વધારે આપણા દેશમા ખરીદાય છે.

image source

આમ, આપણા દેશમા લોકો ઓફલાઇન અને ઓનલાઇન બન્ને જગ્યાએથી તેમના મોબાઇલ ખરીદે છે. આમ ઘણીવાર અમુક લોકોને જુનો અથવા ચોરીનો મોબાઇલ આવી જાય છે. આમ થવાથી તે વારંવાર ખરાબ થાય છે અને લાંબો સમય સુધી ચાલતો નથી. આમ અમુક વાર તે નકલી પણ આવી જાય છે. તો આજના આ લેખમા આપણે જાણશુ કે તમારા દ્વારા ખરીદવામા આવેલ સ્માર્ટફોન ઓરીજનલ છે કે ડુપલિકેટ છે. તો ચાલો જાણીએ આના વિશે.

image source

આમ ડીપાર્ટમેંટ ટેલિકોમ્યુનિકેશનએ એવી ઘણી રીત કાઢી છે જેની મદદથી તમે તમારા મોબાઇલ ફોનની બધી જ માહિતિ મેળવી શકો છો. આની મદદથી તમને તમારા મોબાઇલની દરેક વિગત મળશે અને તેના પરથી તમને ખબર પડે છે કે તે ઓરીજનલ છે કે ડુપ્લિકેટ છે. જો તમારે પણ તમારા મોબાઇલ ફોનની બધી જ માહીતી મેળવવી હોય તો તેના માટે તમારે એક મેસેજ કરવો પડશે અને તેની મદદથી તમને બધી જ માહીતી મળી જશે.

image source

પહેલી રીતમા તમે એક વેબસાઇટની મદદથી તમે તમારા ફોનની માહીતી મેળવી શકો છો. તમારે https://ceir.gov.in/Device/CeirIMEIVerification.jsp/ આ વેબસાઇટ પર ક્લિક કરીને તેમા ફોન નંબર, આઇ.એમ.ઇ.આઇ. નંબર અને તેમા જે ઓટીપી આવે તે ઓટીપી નાખવાનો રહેશે અને ત્યારબાદ તમે તમારા ફોનની બધી જ માહીતી સરળતાથી મેળવી શકો છો.

image source

બીજી રીતમા તમારે ૧૪૪૨૨ નંબર પર મેસેજ કરવાનો રહેશે. તેમા તમારે મોબાઇલ ફોનમા કેવાયએમ લખીને સ્પેસ મુકવી અને ત્યાર પછી તમારા મોબાઇલનો પંદર આંકડાવાળો આઇએમઇઆઇ નંબર નાખવાનો રહેશે. આમ આટલુ લખીને તમારે ઉપર જણાવેલ નંબર પર મેસેજ કરવાનો રહેશે. આમ કરવાથી તમને તમારા મોબાઇલની બધી જ વિગત મળી જશે.

image source

મોટાભાગના લોકોને પોતાના મોબાઇલનો આઇ.એમ.ઇ.આઇ. નંબરની જાણકારી નથી. તેથી તે લોકોને તે નંબર પણ ખબર નથી હોતા તેના માટે મેળવવાની રીત આ છે. આમ આ નંબર મેળવવા માટે *#0૬# નંબર મોબાઇલમા ડાયલ કરવા જોઇએ. આમ કરવાથી પંદર આંકડા વાળો નંબર તમારા ફોનમા આવશે. જો તમારા મોબાઇલ ફોનમા તમારા બેસીમ કાર્ડ છે તો તેમા બે નંબર આવશે. તેમાથી ગમે તે એક નાખવાથી તમને તમારા મોબાઇલની બધી જ માહીતી મળશે.

image source

આના સિવાય તમને આ નંબર તમારા મોબાઇલના બોક્સ પર મલી જાશે. તેની ઉપર આ નંબર છાપેલ હોય છે. આ મેસેજ મોકલ્યા બાદ તમને સામેથી એક મેસેજ આવશે તેમા તમારા ફોનની બધી જ માહીતી હશે. તેમા તમને મોબાઇલ કઇ કંપનીનો છે તેનુ નામ અને તેની બીજી ઘણી બધી માહીતી મળશે. મેસેજમા તમને આઇ.એમ.ઇ.આઇ. ઇઝ વેલીડનો મેસેજ આવે તો તમારો મોબાઇલ ઓરીજનલ છે.

image source

તે ચોરી અથવા ડુપ્લિકેટ નથી. આ રીત સિવાય તમે કેવાયએમ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે તમારા ફોનની જાણકારી મેળવી શકો છો. આની મદદથી તમને તમારા મોબાઇલનેદે બધી જ માહીતી સરળતાથી મળી જાય છે. જો તમને મેસેજમા કે આ એપમા તમને તમારા મોબાઇલનો આઇએમઇઆઇ નંબર નથી બતાવતા અથવા બ્લોક લખીને આવે છે તો તમારો મોબાઇલ ફોન ડુપ્લિકેટ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ