આ બાળકને જન્મતા વેંત જ નીકળ્યો ગર્ભ, આખા વિશ્વમાં માત્ર આવા 200 કેસ, આ રીતે ડોક્ટરોએ મિશન પાર પાડ્યું

ઘણા એવા કિસ્સા સામે આવતા હોય કે આપણે નવાઈ પામી જઈએ અને ચોંકી જઈએ. ત્યારે હાલમાં એક કિસ્સો એવો સામે આવ્યો છે કે જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. કારણ કે ઘણીવાર એવા કિસ્સા સામે આવે છે કે જે શક્ય નથી લાગતા. આ કિસ્સામાં પણ કંઈક એવું જ છે કે એક જ દિવસનું બાળકને ગર્ભ રહી ગયો? આ સાંભળીને જ એવું લાગે તો વિચારો કે જેની સાથે થયું ત્યારે કેવી ફિલીંગ આવતી હશે. જ્યારે આ બાળકનો જન્મ થયો ત્યારે તેના પેટમાં તેના જોડિયા ભાઈનું ગર્ભ મળી આવ્યું હતું અને આ ઘટના ચારેકોર ચર્ચાઈ રહી છે.

image source

કહેવામાં આવી રહ્યું છે કે ગર્ભ બાળકના પેટની અંદર ત્યારે જ પહોંચ્યું જ્યારે તે પોતે માતાના પેટમાં હતો. આ અજીબ કિસ્સા વિશે વાત કરીએ તો ઇજિપ્તના જગજિગ શહેરમાં આ ઘટના બની છે. 10 ઓક્ટોબર ઇજિપ્તની અલ મહદ ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો. બાળકનો જન્મ થતાં જ ડોક્ટરોએ તેના પેટમાં જોયું કે કંઈક અલગ લાગી રહ્યું છે અને તેણે તરત જ બાળકને અલ્ટ્રાસાઉન્ડ માટે લઈ ગયા હતા. અહીં એવું જોવા મળ્યું કે બાળકના પેટની અંદર તેના જોડિયા ભાઈનો ગર્ભ મળી આવ્યો છે.

image soucre

આ માહિતી આવતાની સાથે જ ડોક્ટરોએ તેને સર્જરી માટે લઈ ગયા હતા. 5 ડોકટરોએ સાથે મળીને આ સર્જરી કરી અને ગર્ભને બાળકના પેટમાંથી ખેંચી લીધું. તે એક સફળ સર્જરી રહી હતી અને બાળક હવે સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. તેના ગર્ભાશયને સારી રીતે સાફ કરવામાં આવ્યું છે જેથી પછીથી કોઈ ચેપ ન લાગે અને બાળકને 24 કલાક ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે જેથી હવે કોઈ રિસ્ક પણ નથી.

image source

બાળકની ડિલિવરી કરનાર ડૉકટર એલ મોહસીનને આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે સગર્ભા સ્ત્રીને ખબર પડી કે તેના અજાત બાળકની અંદર કંઈક અજુગતું થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, જ્યારે તેણે 9 મા મહિનામાં બાળકને જન્મ આપ્યો, ત્યારે તેણે તરત જ તેનો અલ્ટ્રાસાઉન્ડ કરાવી લીધો. ડોક્ટર કહે છે કે, જ્યારે બાળક માતાના ગર્ભમાં હતું, ત્યારે તેના જોડિયા ભાઈનું ગર્ભ તેની અંદર ગયું હતું.

image source

બાળક આ ક્ષણે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યું છે. ડૉક્ટરો કહે છે કે આવા કિસ્સાઓ ખૂબ જ ઓછા જોવા મળે છે. આખા વિશ્વમાં અત્યાર સુધીમાં ફક્ત 200થી ઓછા આવા કિસ્સા જોવા મળ્યા છે. ડોક્ટરો હાલ આ કેસની તપાસ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ