ચીનના આ ગામના કિસ્સાઓ છે અજબ-ગજબ, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો આવું કેવું..

તમે મોટેભાગે ચાર, પાંચ, કે છ ફૂટના માણસો તો જોતા જ હશો. પરંતુ ક્યારેક કોઈ નાના કદના માણસને જોઈ આપણું ધ્યાન એ તરફ ખેંચાઈ જાય છે.

કેટલાક તોફાની અને વિકૃત મગજના લોકો આવા નાના કદનાં માણસો જોઈ તેમની ઠેકડી ઉડાડે છે અને મજાક કરે છે.

આવું ખરેખર ન કરવું જોઈએ આવું કરનાર ખુદ પોતે જ માનસીક વિકલાંગ હોવાનું સાબિત કરે છે.

સમાજમાં નાના કદનાં માણસો બહુ જૂજ સંખ્યામાં જોવા મળે છે પરંતુ આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને ચીનના એક એવા ગામ વિશે જણાવવાના છીએ જ્યાં મોટાભાગના લોકોનું કદ વામન છે.

image source

અમારી આ માહિતીનો વામન કદનાં માણસોના મજાક હેતુ નહીં પરંતુ માત્ર નવી જાણકારી આપ સુધી પહોંચાડવાનો છે.

ચીનના શિચુઆન પ્રાંતના છેવાડે પહાડી વિસ્તારમાં સ્થિત એક ગામ છે જેનું નામ યાંગ્સી છે. આ ગામમાં વસવાટ કરતા લોકોની એક ઉંમર સુધી શરીરનું કદ વધ્યા બાદ જીવનભર કદ વધતું જ નથી.

image source

એટલું જ નહીં ગામના અડધાથી વધારે ગ્રામજનોનું કદ 2 ફૂટ 1 ઇંચથી માંડી વધુમાં વધુ 3 ફૂટ 10 ઇંચ જ છે. આ નવીનતાને કારણે ગામને ડવાર્ફ વિલેજ ઓફ ચાઈના ના નામથી પણ ઓળખવામાં આવે છે.

એટલું જ નહીં પરંતુ ગામમાં જન્મ લેનાર નવજાત શિશુઓ પણ આગળ જતાં વામન કદનાં બની રહ્યા છે. બાળકો 5, 7 કે 10 વર્ષના થાય ત્યાં સુધી તો તેના શરીરનો વિકાસ સામાન્ય રીતે જ થાય છે પરંતુ ત્યારબાદ માત્ર ઉંમર જ વધે છે પણ શરીરનો વિકાસ નથી થતો.

image source

યાંગ્સી ગામની આ અજબ – ગજબ રહસ્ય પાછળનું કારણ જાણવા સંશોધકો છેલ્લાં 60 વર્ષથી મથી રહ્યા છે. ત્યાં સુધી કે આ ગામની માટી, પાણી, વાતાવરણ, અનાજ વગેરેનું અધ્યયન કરવા છતાં હજુ સુધી સફળતા મળી નથી.

1997 માં થયેલા એક રિસર્ચ મુજબ અહીંની માટીમાં પારો નામનો પદાર્થ હોવાની વાત બહાર આવી હતી અને તેને કારણે ગામલોકો વામન કદનાં હોવાનું જણાવાયું હતું.

image source

ગામનાં વડીલોનું કહેવું છે કે ઘણા વર્ષો પહેલા આ વિસ્તારમાં એક ભયાનક બીમારી ફેલાઈ હતી જેનું પરિણામ તેઓ આજદિન સુધી ભોગવી રહ્યા છે.

એ સિવાય એવી ન વાયકાઓ પ્રચલિત છે કે વર્ષો પહેલા જાપાને ચીનમાં ઝેરીલી ગેસ છોડી હતી અને તેનું આ પરિણામ છે.

image source

વળી અમુક લોકો એવું પણ માને છે કે તેમના પૂર્વજોને મૃત્યુ બાદ યોગ્ય રીતે દફન કરવામાં નહોતા આવ્યા જેથી ગ્રામજનો વામન કદનાં થઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ