ચાલુ વિમાનનું નિકળી ગયુ એક પૈડુ, અને બેઠા હતા અંદર પેસેન્જર, આ વિડીયો જોઇને તમે પણ ગભરાઇ જશો

વિમાનમાં મુસાફરી કરવી કોને પસંદ નથી? દરેક વ્યક્તિ જિંદગીમાં એકવાર તો વિમાનમાં બેસવાની ઈચ્છા રાખે જ છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે કેનેડાની એક ફ્લાઈટ સાથે એવી ઘટના બની જે આપને વિચારવા પર મજબુર કરી દેશે.

image source

ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન એક યાત્રી કેમેરામાં વીડિયો બનાવી રહ્યો હતો. આ વીડિયોમાં એક વસ્તુ કેદ થઈ કે જે જોઈને બધાના જીવ ઊંચા થઈ ગયા હતા.

આ ઘટના શુક્રવારે ૩/૧/ ૨૦૨૦ના રોજ મોંટ્રીયલ ટ્રુડો આંતરરાષ્ટ્રીય વિમાન મથક પરથી એર કેનેડા એક્સપ્રેસની ફ્લાઇટ ૮૮૪ ઉડાન ભરી હતી. ત્યારબાદ ઉડાન ભર્યાના થોડાક સેકેન્ડ પછી જ મેઈન લેન્ડિંગ ગિયરનું એક પૈડું જુદું થઈ ગયું હતું.

image source

આ આખી ઘટના પ્રવાસીના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. ત્યારપછી આ વાતની જાણ ફ્લાઈટના પાઇલોટને કરવામાં આવી હતી. પાયલોટને આ વાતની જાણ થતાં જ તરત જ પાયલોટે ફ્લાઈટ સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવી દીધી.

આ પ્લેનમાં ૪૯ જેટલા પ્રવાસીઓ હાજર હતા. પ્લેન લેન્ડ થઈ ગયા પછી બધા પ્રવાસીઓને અન્ય પ્લેનમાં લઇ જવાયા હતા. આ વીડિયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરનારે કેપ્શનમાં લખ્યું છે કે ‘હું હાલમાં એક વિમાનમાં પ્રવાસ કરી રહ્યો છું. જેનું વિમાન નીકળી ચૂક્યું છે….. ૨૦૨૦ની સારી શરૂઆત.

ઉલ્લેખનીય છે કે પ્લેન એરપોર્ટ પરથી ઉડાન ભરી લીધી હતી, અને તેની થોડીક સેકન્ડસ પછી આ ઘટના બની હતી. જો કે સારું થયું કે પ્રવાસી વિડીયો બનાવી રહ્યો હતો. જેમાં આ ઘટના સામે આવી, આ વાતની જાણ થતાં જ તે પ્રવાસીએ તરત જ પ્લેનના કેપ્ટનને જાણ કરી દીધી. જ્યારે પ્લેનના કેપ્ટનને આ વાત જાણીને તરત જ પ્લેનને લેન્ડ કરવાનો નિર્ણય લીધો. ઉપરાંત પાયલોટ અનુભવી અને સમજદાર હોવાના કારણે પ્લેનને સુરક્ષિત લેન્ડ કર્યું. જેથી કોઈ જાનહાની થઈ નહિ. તેમજ એક મોટી દુર્ઘટનાને ટાળવામાં સફળ રહ્યા. જ્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો છે ત્યારથી તે ખૂબ જ વાઇરલ થઈ ગયો છે.

image source

એક પ્રવાસીએ વાતચીત દરમિયાન જણાવ્યું છે કે ‘વિમાનનો પાયલોટ ખૂબ જાણકાર અને અનુભવી હતા. પાયલોટ પોતાની સમજદારી અને કુનેહપૂર્વક વિમાનને તરતજ સુરક્ષિત લેન્ડિંગ કરી દીધું. પ્લેનમાં મુસાફરી કરી રહેલ બધા પ્રવાસીઓનો જીવ બચી ગયો છે અને કોઇ જાનહાની થઈ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ