જીવદયા: આ અમદાવાદી યુવાને ચલાવ્યુ જોરદાર મગજ અને બનાવ્યુ હેક્ઝાકોપ્ટર’, જાણો કેવી રીતે બચાવશે પક્ષીઓને

ઉત્તરાયણનો તહેવાર મોટાભાગના લોકોને ગમતો હોય છે. આ તહેવારમાં દરેક લોકો ધાબા પર મજા માણીને એક અલગ જ પ્રકારનો એન્જોય કરતા હોય છે.

image source

જો કે ઉત્તરાયણની મજા અનેક પક્ષીઓ માટે સજા બની જતી હોય છે. આમ, જો પતંગના દોરાની ગૂંચમાં ફસાઈ જતાં પક્ષીઓને બચાવવા માટે શહેરના એક પક્ષી પ્રેમીએ ‘હેક્ઝાકોપ્ટર’ નામક ડ્રોન બનાવ્યું છે.

જેની મદદથી 500 ફૂટ ઊંચે સુધી ફસાયેલા પક્ષીઓને જીવતા બચાવી શકાશે. આ ડ્રોનમાં કોપરના સળિયાનું હીટર રાખવામાં આવ્યું છે. હીટરની મદદથી માત્ર ત્રણ સેકન્ડમાં દોરી કપાઈ જશે અને પક્ષી નીચે પડે ત્યારે તેને ઝીલવા માટે નેટ તૈયાર હશે.

શહેરના ફાયરબ્રિગેડને દર ઉત્તરાયણમાં પક્ષી પતંગના દોરામાં ફસાયાના અસંખ્ય કોલ મળે છે. હાઈડ્રોલીક સીડી ગોઠવી જવાન ઉપર ચડે અને દોરા કાપે ત્યારે છેક પક્ષીનો છુટકારો થાય છે. જો કે આ પહેલા અમદાવાદ અને નડિયાદમાં બે વ્યક્તિએ પણ પક્ષીઓને બચાવવા માટે અનોખો પ્રયોગ હાથ ધર્યો હતો.

image source

હેકઝાકોપ્ટ બનાવવા માટે લાખ રૂપિયાનો ખર્ચો થયો છે અને દર વર્ષે તેમાં અપડેટ વર્ઝન આવે છે.

જીપીઆરએસના માધ્યમથી આ પક્ષીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવે છે જેમાં પક્ષી દોરી કે વાયરમાં ફસાયેલા હોય તો હેકઝાકોપ્ટર મારફતે તે દોરી કે વાયરને કાપી નાખે છે એટલે કે જ્યાં ફાયર બ્રિગેડ ના પહોચી શકે ત્યાં હેકઝાકોપ્ટરની મદદથી પક્ષીનું માત્ર પાંચ જ મિનિટમાં સલામત રીતે બચાવ કાર્ય કરવામાં આવે છે.

આ ડ્રોનને હેક્ઝાકોપ્ટર નામ આપવામાં આવ્યું છે. આ ડ્રોનનાં 6 પાંખિયા છે. જેની મદદથી તે ઉડી શકે છે. આ ડ્રોન બેટરી ઓપરેટેડ છે જે સતત અડધો કલાક સુધી ચાલે શકે છે.

image source

અમદાવાદમાં 150 ફુટથી વધારે મોટી હાઈરાઈઝ બિલ્ડિંગ નથી છતાં આ ડ્રોનને એવી ક્ષમતા વાળું બનાવવામાં આવ્યું છેકે તે 500 ફુટ સુધી ઉપર ઉડી શકે છે.

આ માટે ડ્રોનને રિમોર્ટ દ્રારા ઓપરેટ કરવાનું હોય છે જે GPRSથી રિમોર્ટ સાથે કનેક્ટ રહે છે. 500 ફુટ ઉંચે ઉડયા બાદ પણ આ ડ્રોન GPRSથી કનેક્ટ હોવાને કારણે તેની મુવમેન્ટ રિમોર્ટની ડિસ્પ્લે પણ જોઈ શકાય છે.

આ ડ્રોનની આગળ એક તાર અને એરિયલ પણ છે. જ્યારે પણ પક્ષીને બચાવાવનું હશે ત્યારે આ ડ્રોનને ઉંચે ઉડાવીને જે જગ્યા પક્ષી ફસાયું છે ત્યાં જઈને એરિયલ ખોલવામાં આવશે. ત્યારબાદ તેની સાથે બાંધેલા તારને ગરમ કરવામાં આવશે.

image source

આ ગરમ કરેલાં તાર પડે દોરીને કાપવામાં આવશે. જેથી પક્ષીની પાંખમાંથી દોરી નીકળી જશે. આ સ્થિતિ જોઈને પક્ષીપ્રેમી મનોજભાઈ ભાવસારે વિશિષ્ટ ડ્રોન બનાવ્યું છે. જેમાં ત્રણ ફૂટના કોપર એન્ટેના બેસાડયા છે.

12 વોટનું ડીસી હીટર મૂક્યું છે. જ્યાં પક્ષી ફસાયું હોય ત્યાં ડ્રોન પહોંચી, પક્ષીથી ત્રણ ફૂટ દૂરનું અંતર રાખી આ ડ્રોન હીટરની મદદથી માત્ર ત્રણ સેકન્ડમાં દોરી કાપી નાખશે. પક્ષી દાઝી જાય નહીં તે હેતુથી હીટર માત્ર ત્રણ સેકન્ડ સુધી ગરમ રહે તે રીતનું ટાઈમિંગ સેટ કરાયું છે.

જો પક્ષીના પગમાં દોરી ફસાઈ હશે તો દોરી કપાય કે તરત જ પક્ષી ત્યાંથી પાંખો ફફડાવી ઊડી જશે. જો પાંખ દોરામાં ફસાઈ હશે તો આ પક્ષી દોરી કપાયા પછી નીચે પડશે.

આ સંજોગોમાં પક્ષીને ઈજા થાય નહીં તે હેતુથી 20 બાય 20ની નેટ તૈયાર હશે જેમાં પક્ષીને ઝીલી લેવાશે. મનોજભાઈ છેલ્લા બે વર્ષથી ડ્રોનનો ઉપયોગ કરે છે અને આજ સુધીમાં 25 જેટલાં પક્ષીઓને બચાવ્યાં છે.

ફાયરબ્રિગેડ તેમને કોલ આપે છે અને તેઓ ડ્રોન લઈને બચાવવા માટે નીકળી પડે છે. દોઢ લાખના ખર્ચે બનેલા ડ્રોનની તેઓ નિઃશુલ્ક સેવા આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ