જલદી કરો આ કામ અને વાળને ધોળા થતા અટકાવી દો..

શું તમે જાણો છો તમારી માનસિક તાણ નાની ઉંમરે તમારા વાળ ધોળા કરી દે છે. આ ઉપાય અજમાવી તાણથી દૂર રહો અને વાળને ધોળા થતા અટકાવો

image source

જ્યારે તમે સતત માનસિક તાણ નીચે રહો છો ત્યારે તમારી તે સ્થિતિ તમારા વાળ ધોળા થવા પાછળ જવાબદાર છે. તમારું મન જે દીવસ રાત માનસિક તકલીફો ભોગવતું હોય છે તેનું રીએક્શન શરીર આ રીતે આપતું હોય છે.

આપણે બધા આપણા ક્રીકેટરની ઘણી નજીક હોઈએ છે અને તેઓ કેટલી માનસિક તાણ નીચે જીવતા હોય છે તે પણ આપણે સારી રીતે જાણીએ છે અને માટે જ તમે વિરાટ કોહલી અને એમ એસ ધોનીના નાની ઉંમરે ધોળાવાળ તો જોયા જ હશે. આ સમસ્યા વારસાગત પણ હોઈ શકે છે.

image source

સંશોધકો જણાવે છે કે તમારા ધોળા વાળ માટે તમારા જીન્સ તેમજ તમારો ખોરાક પણ જવાબદાર હોઈ શકે છે અને એકધારા સ્ટ્રેમાં રહેવાથી પણ તમારા વાળ ધોળા થાય છે. વૈજ્ઞાનીકે એક એલિમિનેશન પ્રક્રિયાનો ઉપયોગ કર્યો હતો અને તે દ્વારા તેઓ એક તારણ પર આવ્યા હતા.

સૌ પ્રથમ એક પરિકલ્પના કરવામાં આવી કે પિગમેન્ટ ઉત્પન્ન કરતાં સ્ટેમ સેલ્સ પર એક ઇમ્યુન એટેક થાય છે અને તેના કારણે વાળ ધોળા કે ગ્રે થાય છે. જ્યારે ઉંદર પર પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે જે ઉંદરમાં ઇમ્યુન સેલ્સનો અભાવો રહેતો હતો તેમના વાળ પણ ધોળા થવા લાગ્યા.

image source

તે વખતે વૈજ્ઞાનિકોનું ધ્યાન કોર્ટીસોલ પર ગયું જે માનસિક તાણ દરમિયાન શરીરમાં છુટ્ટુ થાય છે. પણ જ્યારે એવા ઉંદર પર પ્રયોગ કરવામાં આવ્યો કે જેમની એડ્રેનીલ ગ્લાન્ડ્સ કે જે કોર્ટીસોલ ઉત્પન્ન કરે છે તેને કાઢી નાખ્યા બાદ પણ તે ઉંદરના વાળ ધોળા થતાં જોવા મળ્યા.

ત્યાર બાદ વૈજ્ઞાનિકોએ પોતાનુ ધ્યાન સિમ્પેથેટીક નર્વસ સિસ્ટમ પર કેન્દ્રીત કર્યું. સિમ્પેથેટિક નર્વ્સ દરેક વાળના ફોલિકલ પર મળી આવે છે અને જ્યારે શરીર માનસિકતાણ નીચે રહે છે ત્યારે એક હોર્મોન રિલીઝ થાય છે જેને નોરાડ્રેનલાઈન કહે છે જે મેલાનોસાઇટ્સ લઈ લે છે. જ્યારે વાળને રીજનરેટ થવાની જરૂર પડે છે ત્યારે કેટલાક સ્ટેમ સેલ્સ વાળના ફોલિકલ્સ મેલાનોસાઇટ્સમાં પરિવર્તિત થાય છે.

image source

શરીરમાં પડેલો સ્ટેમસેલ્સનો અનામત જથ્થો કે જે વાળને પિગ્મેન્ટ કરી શકે છે જલદી એક્ટિવ થઈ જાય છે અને તેને રીજનરેટ નથી કરી શકાતા. પરિણામ સ્વરૂપ ફોલીકલમાંથી જે વાળ ઉગી નીકળે છે તે રંગહીન હોય છે અને તે દેખાવે ગ્રે રંગના લાગે છે.

આ પ્રોસેસ દર્શાવે છે કે તમારા શરીર પર સ્ટ્રેસની કેવી અસર થાય છે. માટે જ જો તમે વારંવાર માનસિક તાણમાં રહેતા હોવ તો આ રીતે તમારા વાળ નાની ઉંમરે ધોળા થવા લાગે છે. માટે જો તમે તમારા વાળને નાની ઉંમરે ધોળા થવા દેવા ન માગતા હોવ તો તમારે સ્ટ્રેસથી દૂર રહેવા આ ઉપાય અજમાવવા

વ્યાયામને તમારા રુટીનમાં ઉમેરો

image source

જેમ તમારા માટે સ્વસ્થ ખોરાક ખાવો જરૂરી છે તેવી જ રીતે તમારા માટે તમારા રોજિંદા જીવનમાં વ્યાયામ ઉમેરવો પણ જરૂરી છે. તેમાં તમારે કોઈ પણ આકરી એક્સરસાઈઝ નથી કરવાની, તેના માટે 20 મીનીટની એક ઝડપી ચાલ પણ પૂરતી થઈ રહેશે અથવા તો અરધો કલાકનો યોગા સેશન પણ પૂરતો રહેશે. તેનાથી તમારામાં એન્ડોર્ફીન્સ રીલીઝ થશે જે તમને સારી ઉઁઘ આપશે અને તમારી માનસિકતાણને તમારાથી દૂર રાખશે.

સ્નાયુઓને અવારનવાર રીલેક્સ કરતા રહોઃ

image source

આ તમે ઘરે જ્યારે પથારીમાં આડા પડ્યા હોવ ત્યારે પણ ખરી શકો છો અથવા તો ઓફીસમાં ખુરશીમાં બેઠા હોવ ત્યારે પણ કરી શકો છો. તમારા શરીરના કોઈ એક ભાગ પર કેન્દ્રીતત થાઓ અને તેને ઓછામાં ઓછી દસ સેકન્ડ માટે ખેંચો. પછી તેને છોડી દો. આ એક ખુબ જ સરળ ટેક્નિક છે સ્ટ્રેસને ઓછું કરવાની.

તમારી સર્જનાત્મકતાને સમય આપો

image source

તમારા કામ ઉપરાંત તમને જો કોઈ બીજી ક્રીએટીવ પ્રવૃત્તિમાં રસ હોય જેમ કે ડ્રોઈંગ, ડાન્સ, પેઇન્ટીંગ, સ્વિમિંગ કે જેના દ્વારા તમારું મન રિલેક્સ થાય તેવી પ્રવૃત્તિ માટે થોડો સમય કાઢવો. આવી પ્રવૃત્તિ કરવાથી તમારું મન અને તન બન્ને રિલેક્સ રહેશે અને તેને આરામ પણ મળશે.

ઉંડા શ્વાસ લો

image source

તમારા વ્યસ્ત દિવસ દરમિયાન તમારા મનને શાંત રાખવા માટે નાના-નાના બ્રેક લેવાનુ રાખો. અને આ બ્રેક દરમિયાન ઉંડા શ્વાસ લો. આમ કવરાથી તમારી ચિંતા તમારો ઉચાટ શાંત પડશે અને તમારા હાર્ટ રેટ પણ નીચા આવશે.

તમારા પ્રિય ગીતો સાંભળોઃ

image source

પ્રિય સંગીત સાંભળવાથી તમને એક પ્રકારની માનસિક શાંતિ મળે છે. તે તમને તમારી આસપાસની દુનિયાથી અલગ લઈ જાય છે. તે તમારા મનમાં ભય ઉત્પન્ન કરતી કે રઘવાટ ઉભો કરતી પ્રવૃત્તિઓને ઓછી કરે છે. ટુંકમાં પ્રિય સંગીત સાંભળતી વખતે તમે સામાન્ય કરતાં વધારે શાંત અને રિલેક્સ રહો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ