આજથી જ ફોલો કરવા લાગો આ ટિપ્સ, સ્કિન મસ્ત કરશે ગ્લો અને લોકો કરતા થઇ જશે તમારા વખાણ

દરેક છોકરી ઈચ્છે કે તેમની ત્વચા સુંદર અને બેદાગ હોય,પરંતુ આજના જીવનમાં પ્રદૂષણ,તાણ અને ભાગદોડવાડી જીવનશૈલીના કારણે ત્વચાની સમસ્યા સ્વાભાવિક છે.દરેક છોકરી પોતાની ત્વચાનો ગ્લો વધારવા માટે દરેક પગલાંઓ લે છે,જેમ કે બજારમાં ઉપલબ્ધ ક્રિમ,મોસ્ચ્યુરાઇઝર અને અન્ય ઉત્પાદનોનો ઉપયોગ કરવો અથવા બ્યુટી પાર્લરમાં સમય વિતાવવો અને નવા-નવા ફેશિયલ અથવા બ્લીચનો ઉપયોગ કરીને ત્વચા વધુ ખરાબ કરવી.પરંતુ આ ઉત્પાદનો અને પાર્લરોની દોડધામથી આપણી ત્વચામાં ઘણા હાનિકારક નુકસાન થઈ શકે છે.

image source

કારણ કે તેમાં ઘણા રસાયણો વપરાય છે.જો તમને પણ સુંદર અને બેદાગ ત્વચા જોઈએ છે,તો પછી તમારા ઘરમાં જ કેટલીક શ્રેષ્ઠ ચીજો ઉપલબ્ધ છે,એ ચીજોની મદદથી તમે તમારી ત્વચા એકદમ બદલી શકો છો.તો ચાલો આજે અમે તમને અહીં જણાવીએ ત્વચાની સુંદરતા વધારવા માટેના ઘરેલુ અને એકદમ સરળ ઉપાય વિશે.

બટેટા

image source

એવું કહેવામાં આવે છે કે બટેટા એક અને તેની ગુણવતા અનેક.તેથી ત્વચાનો ગ્લો વધારવા માટેના ઘરેલુ ઉપાયમાં બટાટા પણ શામેલ છે.આ માટે સૌથી પેહલા બટેટાને પીસી લો અને તેનો રસ કાઢો,પછી તેને ત્વચા પર થોડા સમય માટે લગાવો.આ પેક લગાવવાથી ત્વચા પરની કરચલીઓની સમસ્યા તો દૂર થાય જ છે,પણ સાથે ફોલ્લીઓ અને પિમ્પલ્સ પણ દૂર થાય છે.બટેટા બ્લીચની જેમ કામ કરે છે.તે ત્વચામાં કડકતા અને સુંદરતા બંને પ્રદાન કરે છે.તમે તમારી ખોવાયેલી યુવાની ફરી મેળવવા માટે ઘરેલું ઉપાય તરીકે બટેટાનો ઉપયોગ કરીને ફરીથી મેળવી શકો છો.આ ઉપરાંત બટેટાનો રસ કોટનની મદદથી આંખ પર લગાવવાથી ડાર્ક સર્કલની સમસ્યા પણ દૂર થઈ શકે છે.

બટેટા અને હળદરનું ફેસ-પેક

image source

બટેટા અને હળદરના ફેસપેક્સનો નિયમિત ઉપયોગ ત્વચાના રંગને સાફ કરવામાં મદદ કરે છે.આ માટે અડધા બટેટાને છીણી નાંખો,ત્યારબાદ તેમાં એક ચપટી હળદર નાખી તેની એક પેસ્ટ બનાવી લો.આ પેસ્ટ તમારા ચહેરા પર લગાવો અને અડધા કલાક સુધી રહેવા દો.ત્યારબાદ સાદા પાણીથી તમારો ચહેરો ધોઈ લો.અઠવાડિયામાં એકવાર આ ફેસપેક લગાવવાથી તમારા ચેહરા પર તફાવત તમે તમારી રીતે જોશો.

બટેટા અને મુલતાની માંટ્ટીનું ફેસ-પેક

image source

આ ફેસપેક તમારી ત્વચાનો ગ્લો વધારવામાં તેમજ પિમ્પલ્સની સમસ્યા દૂર કરવામાં અને ત્વચા પર થતી બળતરા ઘટાડવામાં મદદગાર છે.આ ફેસપેક બનાવવા માટે અડધા બટેટાની પેસ્ટ બનાવો અને તેમાં 3 થી 4 ચમચી મુલતાની માંટ્ટી અને થોડા ટીપાં ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો.હવે આ પેસ્ટ તમારા ચહેરા અને ગળા પર લગાવો અને તેને 30 મિનિટ સુધી રહેવા દો.ત્યારબાદ તમારો ચેહરો ધોઈ લો.આ પેક તમારી ત્વચાનો ગ્લો વધારશે.

બટેટા અને દૂધથી બનેલું ફેસપેક

image source

સૌથી પેહલા બટેટાની છાલ કાઢો અને તેને છીણી તેનો રસ કાઢી લો.હવે તેમાં બે ચમચી કાચું દૂધ નાખીને બરાબર મિક્ષ કરીને કોટન દ્વારા ચહેરા અને ગળા પર લગાવો.આ ફેસપેક તમારા ચેહરા પર 20 મિનિટ સુધી રહેવા દો ત્યારબાદ તમારો ચેહરો ધોઈ લો.અઠવાડિયામાં ત્રણ વાર આ ફેસપેકનો ઉપયોગ કરવાથી તમને તમારા ચહેરા પર ફરક જોવા મળશે.

બટેટા અને દહીં

image source

તમારી ત્વચાને ટાયટ કરવા માટે બટેટા અને દહીંનું ફેસપેક પણ અસરકારક છે.આ માટે એક બટેટાની પેસ્ટ લો અને તેમાં એક મોટો ચમચો દહીં ઉમેરો.ત્યારબાદ આ પેસ્ટ તમારા ચેહરા પર લગાવો અને અડધી કલાક પછી તમારો ચેહરો પાણીથી ધોઈ લો.આ ઉપાય અઠવાડિયામાં એક વાર કરવાથી તમારી ત્વચા ટાયટ થશે અને ત્વચાનો ગ્લો પણ વધશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ